ઉમરગામમાં પૈસાની લેવડદેવડ માં મિત્રની હત્યા કરી યુપી નાસી ગયેલ હત્યારાની વલસાડ પોલીસે ધરપકડ કરી
વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરના ડમરુવાડી વિસ્તારમાં પૈસાની લેવડદેવડ માં મિત્રએ જ મિત્ર પર હુમલો કરી ચાકુના ઘા મારી હત્યા કરવા સાથે વચ્ચે પડેલ પોતાના ભાઈને પણ ઘાયલ કરી ફરાર હત્યારાને વલસાડ પોલીસે યુપી થી ગિરફ્તાર કરી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ઉમરગામના ડમરૂવાડી ખાતે ચપ્પુના ઘા મારી થયેલ કરપીણ હત્યાના આરોપીની વલસાડ પોલીસે ધરપકડ કરી ગુન્હો ઉકેલી નાખ્યો છે. જેમાં હત્યા કરનાર હત્યારાએ પૈસાની લેવડદેવડ માં તેના જ મિત્રને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઝગડામાં વચ્ચે પડેલ આરોપીના ભાઈને પણ આરોપીએ ઘાયલ કર્યો હતો. અને તે બાદ ફરાર થઈ ગયો હતો.
ઘટના અંગે વાપી ડિવિઝનના DYSP બી. એન. દવે એ વિગતો આપી હતી કે, ગત 3જી ડિસેમ્બરે ઉંમરગામ ડમરૂવાડી ખાતે અવંતકુમાર છોટેલાલ નામના યુવક અને અજીત ગણેશપ્રસાદ હરીજન નામના યુવક વચ્ચે પૈસાની લેવ...