Friday, January 31News That Matters

Month: December 2022

વાપીમાં 120 જેટલા શિક્ષકોને નવી શિક્ષણ નીતિ અને હિન્દી ભાષા અંગે માર્ગદર્શન આપવા યોજાયો વર્કશોપ 

વાપીમાં 120 જેટલા શિક્ષકોને નવી શિક્ષણ નીતિ અને હિન્દી ભાષા અંગે માર્ગદર્શન આપવા યોજાયો વર્કશોપ 

Gujarat, National
દેશમાં હિંદી ભાષાનો પ્રચાર પ્રસાર થાય, નવી શિક્ષણ નીતિથી શિક્ષકો વાકેફ બને, બાળકોને હિન્દી ભાષાનું જ્ઞાન મળે, દેશમાં હિન્દી ભાષાને રાષ્ટ્ર ભાષાનો દરજ્જો મળે તેવા ઉદેશથી દેશભરમાં અને વિદેશમાં વર્કશોપના માધ્યમથી હિન્દી ભાષાનો પ્રચાર કરતી સંસ્થાના આગેવાનોએ વાપીમાં એક વર્કશોપનું આયોજન કર્યું હતું. જેમાં વાપી, વલસાડ, સેલવાસ, દમણની વિવિધ શાળાના 120 શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.  સમગ્ર દેશ અને વિદેશમાં હિન્દી ભાષાના પ્રચાર પ્રસાર કરતાં લેખકો દ્વારા વાપી ખાતે આવેલ શ્રી રાજ રાજેશ્વરી રિસોર્ટ ખાતે હિન્દી ભાષા પર વિશેષ વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપ અંગે હિન્દી ભાષાના રિસોર્સ પર્સન ડૉ. ડી. વી. સીંગે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તેમણે દેશ અને વિદેશના ખાડી દેશોમાં 800 થી 875 જેટલા વર્કશોપ કર્યા છે. ભારતમાં હિન્દી ભાષાનો વિકાસ થાય હિન્દી ભાષાને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળે તેવું સપનું...
વાપી રેલ્વે ઓવરબ્રીજ તોડવાની કામગીરીને કારણે બ્રીજ પરના ટ્રાફિકને 21મી ડિસેમ્બરથી ડાયવર્ઝન અપાશે

વાપી રેલ્વે ઓવરબ્રીજ તોડવાની કામગીરીને કારણે બ્રીજ પરના ટ્રાફિકને 21મી ડિસેમ્બરથી ડાયવર્ઝન અપાશે

Gujarat, National
આગામી 21મી ડિસેમ્બર 2022 થી 20 જૂન 2024 સુધી મોટા વાહનોને બલીઠા ફાટક ઉપરથી, નાના વાહનોને અંડરપાસ, નવા ફાટક, કબ્રસ્તાન રોડ અને કસ્ટમ રોડ તરફ ડાયવર્ઝન અપાયું વલસાડ જિલ્લાના વાપી શહેરમાં આવેલા હયાત રેલવે ઓવરબ્રિજ રેલવે ચે. 172/16-18 (ડી.એફ.સી.ચે.13+ 523.289 કી.મી) ને તોડવાનો હોવાથી હયાત બ્રિજ પરના ટ્રાફિકને ડાયવર્જન આપવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રએ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1)ની પેટા કલમ -1(બી) હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, વાપીના હયાત રેલવે બ્રિજને આગામી તા.21-12-2022 ના તોડી પાડવાની કામગીરી સાથે અવરજવર માટે બંધ કરાશે. જે બાદ આગામી 20-06-2024 સુધી તમામ પ્રકારના વાહનો નીચે મુજબના રસ્તાઓ પર ડાયવર્ટ કરવામાં આવ્યા હોય તે રસ્તાઓનો ઉપયોગ કરી શકશે. ડાયવર્ઝનની વિગત......   (1) તમામ પ્રકારના વાહનો એલ.સી.નં.81 બલીઠા ફાટક ઉપરથી આવન-જાવન કર...
વાપીમાં GIDC પોલીસ અને GPCBની સંયુક્ત કાર્યવાહીમાં Dupen Laboratories કંપનીમાંથી મળ્યો બાયો મેડિકલ વેસ્ટનો જથ્થો

વાપીમાં GIDC પોલીસ અને GPCBની સંયુક્ત કાર્યવાહીમાં Dupen Laboratories કંપનીમાંથી મળ્યો બાયો મેડિકલ વેસ્ટનો જથ્થો

Gujarat, National
વાપી GIDC માં 100 શેડ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લોટ નંબર C1/49 માં કાર્યરત જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ડુપેન લેબોરેટરીઝ પ્રાઇવેટ લીમીટેડ (Dupen Laboratories Pvt. Ltd.) માં વાપી GIDC પોલીસે બાતમી આધારે ખોદકામ કરી કંપની સંચાલકો દ્વારા જમીનમાં દાટેલો બાયો મેડિકલ વેસ્ટ બહાર કાઢ્યો હતો. પોલીસે આ અંગે GPCB ને જાણ કરતા GPCB ની ટીમે સ્થળ નિરીક્ષણ કરી જમીનમાં દાટેલ બાયોમેડીકલ વેસ્ટના સેમ્પલ લઈ રિપોર્ટ તૈયાર કરી તેને વડી કચેરીએ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.    વાપી GIDC પોલીસને બાતમી મળી હતી કે, વાપી GIDC માં 100 શેડ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લોટ નંબર C1/49 માં કાર્યરત ફાર્માસ્યુટિકલ કંપની ડુપેન લેબોરેટરીઝ પ્રાઇવેટ લીમીટેડ (Dupen Laboratories Pvt. Ltd.)ના સંચાલકો દ્વારા કંપનીમાંથી નીકળતો બાયો મેડિકલ વેસ્ટ સરકારની ગાઈડલાઈન મુજબ નષ્ટ કરવાને બદલે કંપની પરિસરમાં જ જમીનમાં દાટી દઇ જમીનને ...
ગુજરાત મહારાષ્ટ્રની સરહદે પાલઘરના ઝાઈ અને વેવજી ગામેં સરહદી વિવાદ, કલેકટર સહિતના અધિકારીઓએ લીધી મુલાકાત

ગુજરાત મહારાષ્ટ્રની સરહદે પાલઘરના ઝાઈ અને વેવજી ગામેં સરહદી વિવાદ, કલેકટર સહિતના અધિકારીઓએ લીધી મુલાકાત

Gujarat, Most Popular, National
વાપી :- મહારાષ્ટ્ર ના પાલઘર જિલ્લાના તલાસરી તાલુકામાં વેવજી ગ્રામ પંચાયત બાદ, સ્થાનિકોએ ગુજરાત રાજ્ય દ્વારા પડોશી ગામ ઝાઈની જમીન પર અતિક્રમણ કર્યું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેને લઈને પાલઘરના કલેક્ટર ગોવિંદ બોડકેએ બુધવારે સરહદી વિસ્તારના બંને ગામોની મુલાકાત લીધી. જોકે આ સમયે શાંતિ હતી, પરંતુ સ્થાનિકોએ સીમાંકન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી આગામી શિયાળુ સત્રમાં આ મુદ્દે ચર્ચા થશે તેવું અનુમાન છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તલાસરીના વેવજી ગામ બાદ ગુજરાતે ઝાઈ ગામની જમીન પર અતિક્રમણ કર્યું હોવાનો મુદ્દો ગામના લોકોએ ઉઠાવ્યો હતો. ઉમરગામ તાલુકાની ગોવાડા ગ્રામ પંચાયતે 2020માં ઝાઈ ગામના કેટલાક ગ્રામજનોને ઘર ખાલી કરવાની નોટિસ જારી કરીને કહ્યું હતું કે તેઓએ તેમની જમીન પર મકાનો બનાવ્યા છે. જો કે, ગ્રામજનોએ દાવો કર્યો હતો કે તેઓ કાયમી રહેવાસી છે અને ગુજરાતે મહારાષ્ટ્રની જમીન પર અતિક્રમણ કર...
દમણગંગા નદી કિનારે કિંમતી વૃક્ષોનો સફાયો કરી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માટે ડઝનેક JCB-ટ્રક લગાવી જમીન સમથળ કરવાની કામગીરી પુરજોશમાં 

દમણગંગા નદી કિનારે કિંમતી વૃક્ષોનો સફાયો કરી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માટે ડઝનેક JCB-ટ્રક લગાવી જમીન સમથળ કરવાની કામગીરી પુરજોશમાં 

Gujarat, Most Popular, National
જનતાને સ્વચ્છ ભારત, આત્મનિર્ભર ભારતનું  સ્વપ્ન બતાવી પાછલાં બારણે સરકારના અધિકારીઓ ઉદ્યોગપતિઓ સાથે મળી કેવા ખેલ કરે છે. તેનું તાજું ઉદાહરણ વાપીમાં બન્યું છે. આગામી દિવસોમાં વાપી GIDCમાં પ્રદુષણને ઘટાડવાને બદલે વધારવાની હિલચાલ શરૂ થઈ છે. એ માટે કિંમતી સાગ ધરાવતી કરોડોની જમીન પરના વૃક્ષોનો સફાયો કર્યા બાદ હવે સમગ્ર જમીનનું લેવલિંગ કરવા ડઝનેક JCB, ટ્રક લગાવી પુરજોશમાં કામગીરી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ જગ્યા વાપીની દમણગંગા નદી કિનારે છે. અને અહીં 216 એકરમાં 5000 કરોડનું MOU કરી એક બ્રિફકેશ કંપની ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવી રહી છે. ઔદ્યોગિક નગરી ગણાતા વાપી GIDC માં હાલ ઉદ્યોગોને ફાળવી શકાય તેવી જમીન બચી નથી. ત્યારે વર્ષો પહેલા GIDC એ જમીન ફાળવ્યા બાદ એ જમીન પર ઝાડ રોપી જંગલ ઉભું કર્યું અને હવે એ જ જંગલનો સફાયો કરી કરોડોની જમીન નજીવી કિંમતે મેળવી એક જ ઉદ્યોગપતિએ કરોડોનો સીધો જ ફાય...
નાનાપોંઢા રેન્જના RFO ની સફળ રેઇડ, 2.90 લાખના સાગના ચોરસા-પાટિયાનો જથ્થો જપ્ત કર્યો

નાનાપોંઢા રેન્જના RFO ની સફળ રેઇડ, 2.90 લાખના સાગના ચોરસા-પાટિયાનો જથ્થો જપ્ત કર્યો

Gujarat, National
વલસાડ જિલ્લાના નાનાપોંઢા રેન્જના મોટી વહિયાળ ગામના નદીપાડા ફળિયા ખાતેથી RFO અભિજીતસિંહ એસ. રાઠોડ તથા ટીમે બાતમીના આધારે સાગના ચોરસા તથા પાટિયાનો 4.648 ઘ.મી.નો જથ્થો જપ્ત કરી મહત્ત્વની સફળતા મેળવી છે. મળતી વિગતો મુજબ અંદાજિત 2,90,000 નો મુદ્દામાલ જપ્ત કરી નાનાપોંઢા રેન્જ ડેપો ખાતે જમા કરી વધુ તપાસ હાથ ધરી છે.       વલસાડ જિલ્લાના નાનાપોંઢા રેન્જના મોટી વહિયાળ ગામના નદીપાડા ફળિયા વિસ્તારમાં એક સ્થળે મોટી માત્રામાં સાગના કિંમતી લાકડામાંથી ફર્નિચર માટે ચોરસા અને પાટિયાનો જથ્થો પડ્યો હોય અને એકાદ બે દિવસમાં તે અન્યત્ર સગેવગે થવાનો હોવાની RFO અભિજીતસિંહ એસ. રાઠોડ તથા ટીમને બાતમી મળી હતી. જે બાતમી આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ટીમ સાથે રેઇડ કરી હતી. જેમાં સાગના લાકડામાંથી ફર્નિચર માટે તૈયાર કરેલા સાગના ચોરસા તથા પાટિયાનો જથ્થો મળી આવ્યો હતો. મળતી વિગતો મુજબ અંદાજિત 4.6...
વાપીની KBS કોલેજ ખાતે મહિલા પતંજલિ યોગ સમિતિ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંયુક્ત યોગ સંવાદ બેઠકનું આયોજન કરાયું

વાપીની KBS કોલેજ ખાતે મહિલા પતંજલિ યોગ સમિતિ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંયુક્ત યોગ સંવાદ બેઠકનું આયોજન કરાયું

Gujarat, National
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને વિશ્વકક્ષાએ નામના અપાવી છે. બાબા રામદેવે યોગના અનેક પ્રશિક્ષણ વર્ગો ચલાવી સમાજને રોગ મુક્ત કર્યા છે. ત્યારે યોગ અંગે વધુને વધુ લોકો જાગૃત બને યોગથી રોગ મુક્ત બને તેવા ઉદ્દેશ્યથી વાપીમાં કાર્યરત મહિલા પતંજલિ યોગ સમિતિ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા KBS કોલેજ ખાતે સંયુક્ત યોગ સંવાદ બૈઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.   KBS કોલેજ ખાતે આયોજિત સંયુક્ત યોગ સંવાદ બેઠક અંગે ગુજરાત યોગ બોર્ડના કોચ અને મહિલા પતંજલિ યોગ સમિતિના શિક્ષક શીતલ ત્રિગોતરાએ વિગતો આપી હતી કે, વર્ષ 2007થી વાપીમાં મહિલા પતંજલિ યોગ સમિતિમાં દ્વારા નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ વર્ગ ચલાવવામાં આવે છે. તેમજ હાલમાં ગુજરાત યોગ શિક્ષણ બોર્ડ દ્વારા પણ યોગને પ્રોત્સાહન આપવા યોગ ટ્રેનર બનાવવાનું શરૂ કર્યું છે. જેઓ વધુમાં વધુ યોગના વર્ગો ચલાવે આ મેસેજ વધુ માં વધુ લોકો સુધી પહોંચે. તેવા ઉદ્દેશ્યથી...
દેશભરમાં દિવસો દિવસ વધી રહ્યા છે સાયબર ફ્રોડ ના ગુન્હા, છેલ્લા 5 વર્ષમાં ગુજરાત 4763, DDDNH માં 12 ગુન્હા નોંધાયા!

દેશભરમાં દિવસો દિવસ વધી રહ્યા છે સાયબર ફ્રોડ ના ગુન્હા, છેલ્લા 5 વર્ષમાં ગુજરાત 4763, DDDNH માં 12 ગુન્હા નોંધાયા!

Gujarat, Most Popular, National, Science & Technology
હાલમાં જ ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાએ ​​સાયબર ક્રાઈમ અંગે નોંધાયેલ ગુન્હા અને તેના નિયંત્રણ હેતુ કરાયેલ કાર્યવાહી અંગે લોકસભામાં પુછાયેલ પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી. જેમાં 2017થી 2021 સુધીમાં ધરખમ ગુન્હા નોંધાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે, ગુજરાત અને દાદરા નગર હવેલી દમણ અને દિવમાં નોંધાયેલ ગુન્હાની વિગતો પણ સામે આવી છે. જે અત્યંત ચોંકાવનારી છે.         સાયબર સ્પેસના ઉન્નત ઉપયોગ સાથે, છેતરપિંડી સહિતના સાયબર ગુનાઓની સંખ્યા પણ વધી રહી છે.  નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) તેના પ્રકાશન "ભારતમાં અપરાધ" (Crime in India) માં ગુનાઓ પરના આંકડાકીય ડેટાનું સંકલન કરે છે અને પ્રકાશિત કરે છે.  તાજેતરનો પ્રકાશિત અહેવાલ વર્ષ 2021 માટે છે. NCRB દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા ડેટા મુજબ, 2017 થી 2021ના સમયગાળા દરમિયાન સાયબર ગુનાઓ (માધ્યમ/લક્ષ્ય તરી...
પારડીમાં આવેલ એન.કે. દેસાઈ કોલેજ માં ઉલ્હાસ 2022 હેઠળ 12 સ્પર્ધાઓનું આયોજન કરાયું

પારડીમાં આવેલ એન.કે. દેસાઈ કોલેજ માં ઉલ્હાસ 2022 હેઠળ 12 સ્પર્ધાઓનું આયોજન કરાયું

Gujarat, National
પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા દર વર્ષે ઉલ્હાસ અંતર્ગત આંતર શાળા હરીફાઈઓ યોજાઈ છે. જેમાં આ વર્ષે કુલ 12 હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.  કુલ 375 વિદ્યાર્થીઓ વાપીથી વાંસદા સુધીની શાળામાંથી આ હરીફાઈઓમાં ભાગ લીધો હતો. જેમાં વકતૃત્વ સ્પર્ધા, ક્વિઝ કોમ્પિટિશન, હેર સ્ટાઇલ, રંગોળી, પોસ્ટર મેકિંગ, બોટલ ડેકોરેશન, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, લુડો, ટેનિસ ક્રિકેટ, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને સિંગિંગ જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દર વર્ષની જેમ બેસ્ટ શાળા ના એવોર્ડ માટે સ્પર્ધા યોજાઈ હતી જેમાં સૌથી વધુ વિજેતા ટ્રોફી સાથે કલ્યાણી શાળા અતુલ બેસ્ટ સ્કૂલ ની વિજેતા બની હતી. બીજા નંબર પર BRJP પારડીવાલા ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, પારડી અને ત્રીજા ક્રમે ભગિની સમાજ સ્કૂલ ઉદવાડા રહી હતી. કુલ 50 થી વધુ ટ્રોફી અને મેડલ એ...
વાપી સહિત દેશના ઉદ્યોગો પર તોળાતો મંદી નો ખતરો, GST ની આવકમાં ઘટાડો, વાપીના અનેક ઉદ્યોગોમાં પ્રોડક્શન ઠપ્પ?

વાપી સહિત દેશના ઉદ્યોગો પર તોળાતો મંદી નો ખતરો, GST ની આવકમાં ઘટાડો, વાપીના અનેક ઉદ્યોગોમાં પ્રોડક્શન ઠપ્પ?

Gujarat, Most Popular, National
વિશ્વભરમાં હાલ ઔદ્યોગિક ક્ષેત્રે વળતા પાણી થતા અમેરિકા, બ્રિટન સહિતના અનેક દેશોમાં અર્થતંત્ર ખાડે જઈ રહ્યું છે. જેમાં હવે ભારતનો પણ નંબર લાગી શકે છે. કેમ કે, ભારતમાં પણ પાછલા વર્ષ 2021 અને પાછલા ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનાની તુલનાએ નવેમ્બરમાં GST ની આવકમાં ઘટાડો નોંધાયો છે. પાછલાં મહિનાથી દેશના ઉદ્યોગોમાં આયાત નિકાસ માટેના પ્રોડક્શન પર બ્રેક લાગી રહી છે. જે આવનારા સમયમાં દેશના અર્થતંત્રને ડામાડોળ કરી શકે છે.         ભારત સરકારના નાણાં મંત્રાલયે આપેલા આંકડા મુજબ 2022 નવેમ્બર મહિનામાં દેશની કુલ GST આવક ₹1,45,867 કરોડ હતી. જેમાં CGST ₹25,681 કરોડ હતી, SGST ₹32,651 કરોડ હતી, IGST ₹77,103 કરોડ હતી (માલની આયાત પર એકત્ર કરાયેલ ₹38,635 કરોડ સહિત) અને ₹10,433 કરોડ (માલની આયાત પર એકત્રિત ₹817 કરોડ સહિત) સેસ હતો. સરકારે નિયમિત સેટલમેન્ટ તરીકે IGSTમાંથ...