Friday, January 31News That Matters

Month: November 2022

ભરોસાની સરકારને ગુજરાતના મતદારો પર ભરોસો નથી એટલે 72-75 વર્ષના ઉમેદવારોને ટીકીટ આપી રિપીટ કર્યા?

ભરોસાની સરકારને ગુજરાતના મતદારો પર ભરોસો નથી એટલે 72-75 વર્ષના ઉમેદવારોને ટીકીટ આપી રિપીટ કર્યા?

Gujarat, National
ગુજરાતની વિધાનસભાની ચૂંટણી 2022માં આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને કોંગ્રેસની બદલાયેલી વિચાર સરણીએ ભાજપને તેમના જ નિયમોમાં ફેરફાર કરવાની ફરજ પાડી મતદારો સમક્ષ ઉઘાડી પાડી દીધી છે. આ ચૂંટણીમાં અનેક પરિવર્તન તો, ક્યાંક રાજકીય કદ અને પેઢીવાદ સામે આવ્યો છે. જેને લઈને 2022ની ગુજરાતની વિધાનસભા ની ચૂંટણી યાદગાર અને ઐતિહાસિક બનવાની છે તેમાં કોઈ મીનમેખ નથી.  ગુજરાતમાં 27 વર્ષના ભાજપના શાસનને વિધાનસભા 2022માં ટકવું આસાન નથી લાગતું. નરેન્દ્ર મોદીએ તેમની પહેલી જ જાહેર સભામાં જણાવી દીધું કે નરેન્દ્ર કરતા ભુપેન્દ્રનો રેકોર્ડ વધુ હોવો જોઈએ એ માટે તેમને જેટલી વાર બોલાવશે તેટલી વાર તેઓ આ ચૂંટણીમાં પ્રચાર માટે આવશે. જો કે ભરોસાની આ સરકારની વિકાસ ગાથા પણ તેમણે મતદારોને યાદ અપાવવી પડી આ તમામ મુદ્દાઓ ભાજપની કમનસીબી ગણાય તેવો ગણગણાટ હજુ શમ્યો નથી. ત્યાં જ ઉમેદવારોની પસંદગીમાં મોટાભાગના ને રિપીટ કરી ભ...
ભરોસાની સરકારને ગુજરાતના મતદારો પર ભરોસો નથી એટલે 72-75 વર્ષના ઉમેદવારોને ટીકીટ આપી રિપીટ કર્યા?

ભરોસાની સરકારને ગુજરાતના મતદારો પર ભરોસો નથી એટલે 72-75 વર્ષના ઉમેદવારોને ટીકીટ આપી રિપીટ કર્યા?

Gujarat, National
ગુજરાતની વિધાનસભાની ચૂંટણી 2022માં આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને કોંગ્રેસની બદલાયેલી વિચાર સરણીએ ભાજપને તેમના જ નિયમોમાં ફેરફાર કરવાની ફરજ પાડી મતદારો સમક્ષ ઉઘાડી પાડી દીધી છે. આ ચૂંટણીમાં અનેક પરિવર્તન તો, ક્યાંક રાજકીય કદ અને પેઢીવાદ સામે આવ્યો છે. જેને લઈને 2022ની ગુજરાતની વિધાનસભા ની ચૂંટણી યાદગાર અને ઐતિહાસિક બનવાની છે તેમાં કોઈ મીનમેખ નથી.  ગુજરાતમાં 27 વર્ષના ભાજપના શાસનને વિધાનસભા 2022માં ટકવું આસાન નથી લાગતું. નરેન્દ્ર મોદીએ તેમની પહેલી જ જાહેર સભામાં જણાવી દીધું કે ભુપેન્દ્ર કરતા નરેન્દ્રનો રેકોર્ડ વધુ હોવો જોઈએ એ માટે તેમને જેટલી વાર બોલાવશે તેટલી વાર તેઓ આ ચૂંટણીમાં પ્રચાર માટે આવશે. જો કે ભરોસાની આ સરકારની વિકાસ ગાથા પણ તેમણે મતદારોને યાદ અપાવવી પડી આ તમામ મુદ્દાઓ ભાજપની કમનસીબી ગણાય તેવો ગણગણાટ હજુ શમ્યો નથી. ત્યાં જ ઉમેદવારોની પસંદગીમાં મોટાભાગના ને રિપીટ કરી ભ...
ઉમરગામના તૂંબ ગામે રોડ નહીં તો વોટ નહીંના બેનરો સાથે સ્થાનિકોનો ચૂંટણી બહિષ્કાર 

ઉમરગામના તૂંબ ગામે રોડ નહીં તો વોટ નહીંના બેનરો સાથે સ્થાનિકોનો ચૂંટણી બહિષ્કાર 

Gujarat, National
ઉમરગામ તાલુકામાં છેલ્લા 25 વરસથી ધારાસભ્ય પદે રહેલા અને સતત વિકાસના બણગાં ફૂંકતા રમણલાલ પાટકર સહિત રાજકીય આગેવાનો સામે તાલુકાના તૂંબ ગામના આહીર ફળિયાના લોકોએ આક્રોશ ઠાલવી ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવતા રાજકારણીઓમાં ફફડાટ ફેલાયો છે. તુંબ ગામે જરૂરી વિકાસ કાર્યો પંચાયત દ્વારા  કરવામાં ન આવતા હોવાના આક્ષેપો કરી ચૂંટણી બહિષ્કારની ચિંમકી સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે. પાકા રોડની સમસ્યાને લઈ છેલ્લા 19 વર્ષથી સ્થાનિકો વલખાંઇ રહ્યા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. અગાઉ 2003માં તૂંબમાં પંચાયત દ્વારા એકવાર પાકો રોડ બન્યા બાદ આજદિન સુધી રોડનું કામ ન થતાં ગામજનોમાં આક્રોશ ફાટ્યો છે. છોકરાઓને શાળાએ જવાનું હોય તો રેલવે ટ્રેક ઓળંગીને જીવના જોખમે જવું પડે છે. વિસ્તારમાં કોઈના લગ્ન પ્રસંગ હોય તો પણ ગામની બ...
લોકો આચારસંહિતાનું પાલન કરી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે વલસાડ પોલીસની એરિયા ડોમીનેશન કામગીરી 

લોકો આચારસંહિતાનું પાલન કરી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે વલસાડ પોલીસની એરિયા ડોમીનેશન કામગીરી 

Gujarat, National
વલસાડ જિલ્લામાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈ આચારસંહિતા અમલમાં છે. ત્યારે, જિલ્લા પોલીસવડાએ પોતાની આગેવાનીમાં જિલ્લા પોલીસ, CRPF, CIF ની ટુકડીઓ સાથે વાપી ટાઉન, વાપી GIDC અને ડુંગરા પોલીસ મથકના વિસ્તારમાં બાઇક સહિતના વાહનોના કાફલા પર ફ્લેગ માર્ચ અને પગપાળા ફૂટમાર્ચ યોજી હતી. વાપીના અલગ અલગ વિસ્તારમાં જિલ્લા પોલીસવડા રાજદીપસિંહ ઝાલા સહિત પોલીસ અધિકારીઓની આગેવાનીમાં યોજાયેલ ફૂટ માર્ચ, ફ્લેગ માર્ચ અંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના અનુસંધાને ચૂંટણી આચારસંહિતા અમલી બની છે. જિલ્લામાં અલગ અલગ CRPF, CIF ની ટુકડીઓ ફાળવી દેવાઈ છે.  વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા વાપી ટાઉન, GIDC, ડુંગરા વગેરે પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં સૌપ્રથમ મોટર સાયકલ પર અને અન્ય વાહનોમાં સવાર થઈ જવાનોએ ફ્લેગમાર્ચ યોજી હતી. જે બાદ ફૂટમાર્ચ યોજી એરિયા ડોમીનેશનની કામગીરી હાથ ધર...
વલસાડ જિલ્લાની 5 બેઠકો પર કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ભાજપ-કોંગ્રેસ-આપના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો 

વલસાડ જિલ્લાની 5 બેઠકો પર કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ભાજપ-કોંગ્રેસ-આપના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો 

Gujarat, National
વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર 11મી નવેમ્બરે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત કુલ 12 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં. આ પ્રસંગે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાનો જંગી મતથી વિજય થશે તેવી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  વલસાડ જિલ્લાની પારડી, ઉમરગામ સહિત વલસાડ, ધરમપુર, કપરાડા વિધાનસભા બેઠક પર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. ઉમેદવારી ફોર્મ ભરવા આવેલા ભાજપના ઉમેદવારોએ મોટી સંખ્યામાં જનસમર્થકો સાથે રેલી કાઢી હતી. તો, કોંગ્રેસે પણ તેમના ઉમેદવારો સાથે ઉત્સાહભેર ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ગઢ ભલે ભાજપનો હોય પણ લોકો તેમની સાથે હોવાના વિજય વિશ્વાસ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં. જિલ્લાની પાંચેય બેઠક પર આજના એક જ દિવસમાં કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ...
પારડી બેઠક પર કોંગ્રેસ-આમ આદમી પાર્ટીના કાર્યકરો, ઉમેદવારોએ કનુભાઈ તરફી અધિકારીઓના વલણને લઈ રોષ પ્રગટ કર્યો

પારડી બેઠક પર કોંગ્રેસ-આમ આદમી પાર્ટીના કાર્યકરો, ઉમેદવારોએ કનુભાઈ તરફી અધિકારીઓના વલણને લઈ રોષ પ્રગટ કર્યો

Gujarat, National
વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા છે. જેઓએ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે પારડી વિધાનસભા બેઠક પર કનુભાઈ સાથે ફોર્મ ભરવા દરમ્યાન 5થી વધુ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારને 5 સમર્થકો જ લઇ જવાની મંજૂરી આપતા બન્ને પક્ષના ઉમેદવારોએ રોષ પ્રગટ કરી હોબાળો મચાવ્યો હતો. વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠક પર ગુરુવારે કનુભાઈ દેસાઈએ જંગી જન મેદની સાથે મામલતદાર કચેરીએ આવી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેના બીજા દિવસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું જે દરમ્યાન ચૂંટણી અધિકારીની કચેરીમાં 5 થી વધુ લોકો લઈ જતા તેઓને અટકાવ્યા હતાં. જેને લઈને બન્ને પક્ષોના ઉમેદવારો, કાર્યકરોએ રોષ પ્રગટ કર્યો હતો. પારડી વિધાનસભા બેઠક પર શુક્રવારે કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેન પટેલ...
વિધાનસભા ચૂંટણી 2022 :- ભાજપે જોખમ જોતા રિપીટ થિયરી અમલમાં મૂકી? 

વિધાનસભા ચૂંટણી 2022 :- ભાજપે જોખમ જોતા રિપીટ થિયરી અમલમાં મૂકી? 

Gujarat, National
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં આખરે ભાજપે નો-રિપીટ થિયરીને કોરાણે મૂકી મોટાભાગના ઉમેદવારોને રિપીટ કર્યા છે. ત્યારે, વલસાડ જિલ્લામાં તમામ પાંચેય બેઠક પર જુના જોગીઓને રિપીટ કરી મતદારોને મોટો આંચકો આપ્યો છે. ભાજપની આ રિપીટ થિયરીને જોઈ ભાજપના નેતાઓએ આપ અને કોંગ્રેસ તરફી મતદારોનો જુવાળ જોઈ કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળ્યું હોવાની ચર્ચા મતદારોમાં ઉઠી છે.  વલસાડ જિલ્લામાં 178 ધરમપુર, 179 વલસાડ, 180 પારડી, 181 કપરાડા અને 182 ઉમરગામ એમ કુલ 5 વિધાનસભા બેઠકો છે. આ તમામ બેઠકો ભાજપના કબ્જામાં છે. ત્યારે આ વખતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ તમામ બેઠકો પર એના એજ જુના નેતાઓને ફરી ટીકીટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપ ડરી ગઈ હોવાનો એહસાસ મતદારોને કરાવ્યો છે. તમામ બેઠકમાં ધારાસભ્યના ઉમેદવારો રિપીટ થયા.....   વલસાડ જિલ્લામાં ભાજપે 178 ધરમપુરમાં અ...
પારડી વિધાનસભા બેઠકના પર ભાજપે કનું દેસાઈને ત્રીજી વખત ટીકીટ આપતા પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરી ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો

પારડી વિધાનસભા બેઠકના પર ભાજપે કનું દેસાઈને ત્રીજી વખત ટીકીટ આપતા પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરી ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો

Gujarat, National
વાપી :- ગુજરાતની 182 વિધાનસભા પર યોજાનાર ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ-આપ પાર્ટીએ તેમના ઉમેદવારો જાહેર કર્યા છે.  ત્યારે ઉમેદવારો જાહેર કરવાની રેસમાં ભાજપે વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠક પર રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈને ત્રીજી વખત ટીકીટ આપી છે. ધારાસભ્યની ઉમેદવારી માટે ટીકીટ મેળવનાર કનું દેસાઈએ તેમના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન રેલી યોજી પારડી મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.   પારડી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા પૂર્વે કનું દેસાઈએ પોતાના સમર્થકોનું અભિવાદન ઝીલ્યું હતુઁ. જે બાદ ભાજપ કાર્યકરોની જંગી રેલી સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. ભાજપના પારડી વિધાનસભાના ઉમેદવાર કનું દેસાઈએ 12:39 ના વિજય મુહરત માં પોતાનું નામાંકન ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે તેમણે પોતાની જીતનો દાવો કર્યો હતો. અને ગત ટર્મથી પણ વધુ મતે વિજય મળશે તેવો વિશ્વાસ વ્યક્...
વાપી નજીક રાતા ખાતે અત્યાધુનિક કમ્યુનિટી હોલનું સિંધી સમાજે કર્યું ભૂમિપૂજન

વાપી નજીક રાતા ખાતે અત્યાધુનિક કમ્યુનિટી હોલનું સિંધી સમાજે કર્યું ભૂમિપૂજન

Gujarat, National
વલસાડ જિલ્લામાં અને સેલવાસ, દમણમાં ધંધા રોજગાર માટે વર્ષોથી સ્થાઇ થયેલા સિંધી સમાજે વાપી નજીક રાતાં ખાતે દોઢ થી 2 કરોડના ખર્ચે નિર્માણ થનાર અત્યાધુનિક કમ્યુનિટી હોલનું ભૂમિપૂજન કર્યું હતું. કાર્યક્રમમાં વાપી, દમણ, સેલવાસમાં રહેતા સિંધી સમાજના લોકો અને ઉદ્યોગકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. વાપીમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો અને ધાર્મિક તહેવારો ઉજવતા સિંધી સમાજે મહત્વના સંકલ્પ સાથેનું સોપાન સર કર્યું છે. વાપી સિંધી એસોસિએશન દ્વારા વાપી નજીક રાતાં ખાતે 400 મીટરમાં અંદાજિત 2 કરોડના ખર્ચે બનનાર બે મંજીલા કમ્યુનિટી હોલનું જાણીતા ઉદ્યોગપતિઓ, સમાજના આગેવાનોના હસ્તે ભૂમિપૂજન કર્યું હતું. આ અંગે સિંધી એસોસિએશન ના પ્રમુખ પિન્કી ખીમનાની એ જણાવ્યું હતું કે, તેમનો સમાજ ખૂબ જ નાનો સમાજ છે. પરંતુ તેઓ તેમના દરેક તહેવાર ઉજવી તેમની ભાષા અને સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. ત્યારે તેમના સમાજ માટ...
ઉમરગામ વિસ્તારમાંથી ગુમ થયેલ ત્રણ સગીર વયની બાળકીઓને પોલીસે ગણતરીના કલાક માં જ શોધી પરિવારને સુપ્રત કરી

ઉમરગામ વિસ્તારમાંથી ગુમ થયેલ ત્રણ સગીર વયની બાળકીઓને પોલીસે ગણતરીના કલાક માં જ શોધી પરિવારને સુપ્રત કરી

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસે ઉમરગામ વિસ્તારમાંથી ગુમ થયેલ 3 સગીર બાળકીઓને ગણતરીની કલાકોમાં જ સુરત રેલવે સ્ટેશનેથી હેમખેમ પરત લાવી પરિવારને સુપ્રત કરવા સાથે મહત્વની સફળતા મેળવી છે. આ અંગે વાપી ડિવિઝન વિભાગ ના DYSP બી. એન. દવે એ વિગતો આપી હતી કે, ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ અલગ અલગ પરિવાર અને જ્ઞાતિ ની 3 સગીર વયની બાળાઓ ગુમ થઇ હતી. જે બાબતે તેમના વાલીઓએ પોલીસ મથક ખાતે આવી જાણ કરી હતી. જેથી ઉમરગામ પોલીસ મથકે PI પી. એ. વળવીએ તાત્કાલીક ગુનો રજીસ્ટ્રર કરી બાળાઓને શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી. એક સાથે 3 સગીર બાળાઓ ગુમ થઈ હોય એ ઘટનાને ગંભીર ગણી ગુમ થયેલ બાળાઓને શોધવા માટે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદિપસિંહ ઝાલા, તથા નાયબ પોલીસ અધિક્ષક બી.એન.દવે, વાપી વિભાગની સુચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ તમામ ટીમો દ્રારા હ્યુમન રિર્સોસીંગ અને ટેકનિકલ ર...