Thursday, December 5News That Matters

Month: November 2022

વાપી નજીક હાઇવે પર ભડભડ સળગી BMW:- સલામત સવારી માટે 3 BMW કાર ખરીદી ને ત્રણેય આગમાં સ્વાહા થતા સુરક્ષા પર ઉઠ્યા સવાલ!

વાપી નજીક હાઇવે પર ભડભડ સળગી BMW:- સલામત સવારી માટે 3 BMW કાર ખરીદી ને ત્રણેય આગમાં સ્વાહા થતા સુરક્ષા પર ઉઠ્યા સવાલ!

Gujarat, National
વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર એક BMW કારમાં અચાનક આગ લાગતા હાઇવે પર ટ્રાફિક જામ સહિત અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં કાર ચાલકનો બચાવ થયો હતો. કાર ચાલક ગોયમાંના યુવકે જણાવ્યું હતું કે 2 વર્ષમાં તેમની આ ત્રીજી BMW કાર છે જે અચાનક આગમાં સ્વાહા થઈ છે. સુરક્ષા માટે લોકો લાખોની કાર લે છે પરંતુ જે રીતે ત્રણેય કારમાં આગની ઘટના બની છે તે જોતા આ કાર કેટલી સુરક્ષિત કહેવાય તે અંગે કંપનીમાં કંમ્પ્લેઇન કરીશ. વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર DD03-H-0077 નંબર ની દમણ પાર્સિંગની એક BMW કારમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર જવાનોને કરતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગની જ્વાળાઓમાં આગ સંપૂર્ણ ખાખ થઈ હતી. ઘટના અંગે મળતી વિગતો મુજબ મૂળ પારડી તાલુકાના ગોયમાં ગામના વતની એવા પ્રેગ્નેશ અમરત પટેલ તેમની DD03-H-...
ઉમરગામ બેઠક પર ભાજપ-કોંગ્રેસનો ચૂંટણી જંગ રમણલાલ પાટકર વર્સીસ રાકેશ રાય ની તરફ ફંટાઈ જતા આપ-કોંગ્રેસના ઉમેદવારો નામ માત્રના મુરતિયા?

ઉમરગામ બેઠક પર ભાજપ-કોંગ્રેસનો ચૂંટણી જંગ રમણલાલ પાટકર વર્સીસ રાકેશ રાય ની તરફ ફંટાઈ જતા આપ-કોંગ્રેસના ઉમેદવારો નામ માત્રના મુરતિયા?

Gujarat, National
ગુજરાતની 182 વિધાનસભા પૈકી સૌથી છેલ્લી વિધાનસભા એટલે 182- ઉમરગામ (અ.જ.જા.) બેઠક છે. ચૂંટણી 2022માં આ બેઠક પર કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે. આ બેઠક પર એક પણ અપક્ષ ઉમેદવાર નથી. તમામ 6 ઉમેદવારો પક્ષના સિમ્બોલ પર ચૂંટણી લડી રહ્યા છે. તમામ ઉમેદવારો મતદારોનું ગણિત ગણી તેઓને રીઝવવા માટે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ બેઠક પર મુખ્યત્વે ભાજપના રમણલાલ પાટકર જ સતત 3 ટર્મ (2007, 2012, 2017)અને એ પહેલાં 2 ટર્મ (1995,1997) એમ 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. (વર્ષ 2002માં આ બેઠક પર કોંગ્રેસના શંકર વારલીએ જીત મેળવી પાટકરને હાર આપી હતી.) આ છઠ્ઠી વખતની જીત મેળવવાના મદમાં રમણ પાટકરે કોંગ્રેસના નેતા રાકેશ રાય સાથે પંગો લઈ લેતા હવે આ બેઠક  ભાજપ-કોંગ્રેસના ચૂંટણી જંગને બદલે રમણલાલ પાટકર વર્સીસ રાકેશ રાય ની પ્રતિષ્ઠા ના જંગ માં ફેરવાઈ ગઈ છે. એટલે આપ-કોંગ્રેસના ઉમેદવારો નામ માત્રના મુરતિયા બની ચૂંટણી લ...
કપરાડા બેઠક પર કોંગ્રેસની આશા જીવંત બનતા ભાજપના જીતુ ચૌધરી માટે જોખમ? આપ ના આદિવાસી નેતા લોકપ્રિયતા ટકાવવાની મથામણમાં?

કપરાડા બેઠક પર કોંગ્રેસની આશા જીવંત બનતા ભાજપના જીતુ ચૌધરી માટે જોખમ? આપ ના આદિવાસી નેતા લોકપ્રિયતા ટકાવવાની મથામણમાં?

Gujarat, National
ગુજરાતની 182 વિધાનસભા પૈકી 181- કપરાડા (અ.જ.જા.) બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. આ 7 ઉમેદવારો પૈકી 1 અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. વર્ષોથી કોંગ્રેસના ગઢ તરીકે જાણીતી આ બેઠક પર ભાજપે કોંગ્રેસના જ ઉમેદવાર જીતુ ચૌધરીને ભાજપમાં ખેંચી ગત 2017 પછી 2020માં પેટા ચૂંટણી યોજી જીતુભાઇ ચૌધરીની વિજયયાત્રાને અવિરત રાખી હતી. જે બાદ જીતુ ચૌધરી ને ભાજપ સરકારે રાજ્યના પાણી પુરવઠા પ્રધાનનો હવાલો સોંપતા કોંગ્રેસમાં રહી વિકાસના કામો નહિ થવાની હૈયાવરાળ ઠાલવતા જીતુ ચૌધરીએ ભાજપમાં રહી રસ્તા, પાણી, આરોગ્યના વાયદા પુરા કર્યા છે. જે બાદ હાલમાં ભાજપે 2022માં ફરી જીતુ ચૌધરી ને રિપીટ કર્યા છે. જેમની સામે કોંગ્રેસે વસંત પટેલને તો, આમ આદમી પાર્ટીએ આદિવાસી નેતા ગણાતા જયેન્દ્ર ગાંવિત ને મેદાને ઉતાર્યા છે. કપરાડા બેઠક મુખ્યત્વે કોંગ્રેસ તરફી મતદારો ધરાવતી બેઠક હોય કોંગ્રેસે આ બેઠક ફરી અંકે કરવા જોરશોરથ...
પારડી બેઠક પર ભાજપના કનુભાઈનું કામ ભલે બોલે પરંતુ, હજુ પણ પારાવાર સમસ્યાઓનો નિવેડો આવ્યો નથી. 

પારડી બેઠક પર ભાજપના કનુભાઈનું કામ ભલે બોલે પરંતુ, હજુ પણ પારાવાર સમસ્યાઓનો નિવેડો આવ્યો નથી. 

Gujarat, National
ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠક પૈકીની 180- પારડી બેઠક પર 6 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. જે 6 ઉમેદવારોમાંથી 2 અપક્ષ ઉમેદવાર છે. જો કે આ બેઠક પર ગુજરાતની ભાજપ સરકારના નાણા-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ નો હવાલો સાંભળતા કનું દેસાઈ ને ભાજપે હેટ્રિક નોંધાવવા રિપીટ કર્યા છે. કનું દેસાઈ આ બેઠક પર 2 વખત ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા છે. 10 વર્ષના તેમના આ કાર્યકાળમાં 9 વર્ષ એવા હતા જેમાં તેમણે કોઈ મહત્વના કામ કર્યા નથી. પરંતુ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બન્યા બાદ તેમણે 1 વર્ષમાં જ તે કસર પુરી દેતા કામ કરી બતાવ્યા છે. કનુભાઈએ વાપી-પારડી શહેરની અનેક સમસ્યાઓનો અંત લાવી સુખકારીના કામ કરી બતાવ્યા છે. એટલે આ સીટ પર તેઓ ત્રીજી વખત જંગી મતની લીડ સાથે ચૂંટાશે તેવું મનાય રહ્યું છે.  પારડી બેઠક હેઠળ વાપી શહેર, વાપી GIDC, પારડી શહેર અને બંને તાલુકાના મળીને 43 જેટલા ગામનો સમાવેશ થાય છે...
વલસાડ બેઠક પર આમ આદમી પાર્ટીના વાવાઝોડાએ મતદારોનો ભાજપ પરથી ભરોસો ડગમગાવ્યો? કોંગ્રેસ હાંસિયામાં?

વલસાડ બેઠક પર આમ આદમી પાર્ટીના વાવાઝોડાએ મતદારોનો ભાજપ પરથી ભરોસો ડગમગાવ્યો? કોંગ્રેસ હાંસિયામાં?

Gujarat, National
178- વલસાડ બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનું યુધ્ધ ખેલાઇ રહ્યું છે. આ ચૂંટણી માં ભાજપે તેમના 2 ટર્મના જુના જોગી ભરત પટેલને ત્રીજી વાર હેટ્રિક માટે રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે કમલ પટેલને તો, આમ આદમી પાર્ટીએ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચાં ને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. વલસાડ બેઠક પહેલેથી જ ભાજપની સિક્યોર બેઠક મનાતી આવી છે. પરંતુ જેમ ક્રિકેટમાં જીત ટીમ ના પ્રદર્શન પર રહે છે. અને પરિણામ અચાનક પલ્ટી જાય એવી ધારણા વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર માટે છે. વલસાડ બેઠક પર 1,33,422 પુરુષ મતદારો, 1,30,854 સ્ત્રી મતદારો મળી કુલ 2,64,278 મતદારો છે. વલસાડ બેઠક પર ભાજપના ભરત પટેલના કાર્યકાળ દરમ્યાન રોડ, ગટર, આરોગ્ય, શિક્ષણ, રોજગારી જેવી મહત્વની તમામ યોજનાઓનો લાભ મળ્યો છે. જો કે વલસાડ બેઠકમાં દરિયા કાંઠાનો વિસ્તાર કહેવતો, નાની દાંતી, મોટી દાંતી, તિથલ બીચ સહિતના કાંઠા વિસ્તારમ...
ધાર્મિક વિવાદોવાળી ધરમપુર બેઠક પર કોંગ્રેસને ઝાકારો આપ્યા બાદ ભાજપથી અસંતુષ્ટ આમ મતદારો માટે કોણ ખાસ આપ કે અપક્ષ?  

ધાર્મિક વિવાદોવાળી ધરમપુર બેઠક પર કોંગ્રેસને ઝાકારો આપ્યા બાદ ભાજપથી અસંતુષ્ટ આમ મતદારો માટે કોણ ખાસ આપ કે અપક્ષ?  

Gujarat, National
ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠક પૈકીની વલસાડ જિલ્લાની 178- ધરમપુર (અ.જ.જા.) બેઠક ગત કેટલાક વર્ષોથી સતત ધાર્મિક વિવાદને કારણે ગુજરાતના સમાચાર માધ્યમોમાં ન્યૂઝ આઈટમ બનતી રહી છે. સ્થાનિક આદિવાસીઓએ તેમના દેવ તુલ્ય જળ, જંગલ, જમીનને લઈને અનેકવાર આંદોલનો કર્યા છે. સ્થાનિક સમાજની લાગણી દુભાઈ તેવા બયાનો પર અનેકવાર લોકો રસ્તા પર આવ્યા છે. પોલીસ સ્ટેશનનો ઘેરાવ હોય કે કચેરીઓમાં આવેદનપત્ર આપવાના આવા અનેક બનાવો ધરમપુર માં પાછલા 5 વર્ષમાં બન્યા છે. જેમાં ભાજપના નેતાએ કે કોંગ્રેસના નેતાએ માત્ર પોતાના જ રોટલા શેકયા હોવાનો ગણગણાટ રહેતો હતો. તો, વિવિધ સામાજિક મુદ્દે હાલના અપક્ષ ઉમેદવારે આંદોલનોમાં સક્રિય ભાગ ભજવી પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે આ વિધાનસભા બેઠક પર 2022ની ચૂંટણીને લઈ 9 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 3 અપક્ષ ઉમેદવારો છે. જ્યારે 6 ઉમેદવારો અલગ અલગ પક્ષ ના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યા છે...
વલસાડમાં પરેશ રાવલે મોદી સરકારના ભરપેટ વખાણ કરી રાહુલ ગાંધી, અરવિંદ કેઝરીવાલ પર આકરા પ્રહાર કર્યા

વલસાડમાં પરેશ રાવલે મોદી સરકારના ભરપેટ વખાણ કરી રાહુલ ગાંધી, અરવિંદ કેઝરીવાલ પર આકરા પ્રહાર કર્યા

Gujarat, National
વલસાડ વિધાનસભાની ચૂંટણી -2022 ના પ્રચાર પ્રસાર માટે વલસાડ આવેલા અભિનેતા પરેશ રાવલે ભાજપના ઉમેદવાર ભરત પટેલ ના સમર્થન માં ગુંદલાવ કોચર ફળીયા ખાતે જંગી જાહેર સભા સંબોધી હતી. પરેશ રાવલ કોંગ્રેસના રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેઝરીવાલ પર આકરા પ્રહારો કરી મોદી સરકારના ભરપેટ વખાણ કર્યા હતાં.   ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાજીની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ વિધાનસભાની ચૂંટણી -2022 ના પ્રચાર પ્રસાર ને ભારે જન સમર્થન મળી રહ્યું છે. જે અંતર્ગત હિન્દી ફીલ્મ જગતના પ્રસિધ્ધ અભિનેતા પરેશ રાવલે ભરત પટેલ ના સમર્થન માં ગુંદલાવ કોચર ફળીયા ખાતે જંગી જાહેર સભા સંબોધી હતી જાહેર સભા સંબોધતા તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે 2...
વાપીમાં ભાજપે કનુલાલની બાઇક રેલીમાં કેસરીયા હેલ્મેટ વહેંચ્યા પણ શરમના માર્યા કાર્યકરોએ પહેર્યા જ નહીં?

વાપીમાં ભાજપે કનુલાલની બાઇક રેલીમાં કેસરીયા હેલ્મેટ વહેંચ્યા પણ શરમના માર્યા કાર્યકરોએ પહેર્યા જ નહીં?

Gujarat, National
ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. સભાઓ, ડોર ટૂ ડોર ચૂંટણી પ્રચાર સાથે પક્ષોના ઉમેદવારો બાઇક રેલી કાઢી પ્રચારમાં જોડાયા છે. વાપીમાં પણ પારડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કનું દેસાઈએ ખુલ્લી જીપ માં સવાર થઈ ભવ્ય બાઇક રેલીનું આયોજન કર્યું હતું. જો કે બાઇક રેલીમાં કેસરિયા કલરની મોદીના ફોટો સાથેની હેલ્મેટ પણ સુરક્ષા ના ભાગ રૂપે કાર્યકરો કમ બાઇક સવારોને અપાઈ હતી. પરંતુ શરમના માર્યા મોટા ભાગના કાર્યકરોએ હેલ્મેટ તો લીધી હતી પરંતુ પહેરવાનું ઉચિત સમજ્યું નહોતું. વાપીમાં કોપરલી રોડ પર પેપીલોન હોટેલ ખાતે ભાજપના ઉમેદવાર કનું દેસાઈના મધ્યસ્થ કાર્યાલયથી વાપી નગરપાલિકા, વાપી નોટિફાઇડ વિસ્તારમાં ભવ્ય બાઇક રેલી સાથે ચૂંટણી પ્રચારનું અયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં પારડી વિધાનસભાના ઉમેદવાર કનું દેસાઈ અને ભાજપના ચૂંટણી ઇન્ચાર્...
UP સરકારના કેબિનેટ મિનિસ્ટર અને નિશાદ (NISHAD) પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે કોંગ્રેસ સરકારને રાવણ રાજ સાથે તો મોદી સરકારને રામરાજ્ય સાથે સરખાવી

UP સરકારના કેબિનેટ મિનિસ્ટર અને નિશાદ (NISHAD) પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે કોંગ્રેસ સરકારને રાવણ રાજ સાથે તો મોદી સરકારને રામરાજ્ય સાથે સરખાવી

Gujarat, National
ઉત્તરપ્રદેશમાં NDA ની એલાયન્સ પાર્ટી એવી નિશાદ (Nirbal Indian Shoshit Hamara Aam Dal) (NISHAD) પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. સંજય કુમાર નિશાદ હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતમાં રવિવારે વાપી ખાતે ઉત્તરપ્રદેશ ના હિન્દી ભાષી મતદારો સાથે મુલાકાત કરી ગુજરાતમાં ભાજપને મત આપી ફરી સત્તા પર લાવવા અપીલ કરી હતી. તેમજ ભાજપ અને નિશાદ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં કરેલા વિકાસની ગાથા રજૂ કરી હતી. કોંગ્રેસ-આમ આદમી પાર્ટીની સરકારને રાવણ રાજ્ય અને મોદી સરકારને રામરાજ્ય સાથે સરખાવી હતી. તો, વાપીના સંજય શુકલાને રાષ્ટ્રિય સચિવના પદ પર નિયુક્ત કરતી પણ જાહેરાત કરી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ને લઈ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી તેમના સ્ટાર પ્રચારકોને ગુજરાતમાં મોકલી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે, ઉત્તરપ્રદેશમાં NDA ની એલાયન્સ પાર્ટી એવી નિશાદ (Nirbal Indian ...
UP માં NDA ની ઘટકદલ નિશાદ પાર્ટીના અધ્યક્ષ ડૉ. સંજયકુમાર નિશાદ ગુજરાતની ચૂંટણીમાં ભાજપ ને જીત અપાવવા 4 દિવસ કરશે ચૂંટણી પ્રચાર 

UP માં NDA ની ઘટકદલ નિશાદ પાર્ટીના અધ્યક્ષ ડૉ. સંજયકુમાર નિશાદ ગુજરાતની ચૂંટણીમાં ભાજપ ને જીત અપાવવા 4 દિવસ કરશે ચૂંટણી પ્રચાર 

Gujarat, National
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ હાલ તમામ પક્ષો સ્ટાર પ્રચારકો સાથે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે આ વિધાનસભા ચૂંટણી ભાજપ કોઈપણ હિસાબે જીતવા માગતી હોય તેમણે સ્ટાર ચુંટણી પ્રચારકોને મેદાનમાં ઉતારી જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જે અંતર્ગત ઉત્તર પ્રદેશમાં NDA ની ઘટક દલ મનાતી નિષાદ પાર્ટીના અધ્યક્ષ ડૉ. સંજય નિશાદ ચાર દિવસ ગુજરાતના વિવિધ શહેરોમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરશે.  જેના આયોજનને ધ્યાનમાં રાખીને નિષાદ પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ સંજય શુક્લા દ્વારા વાપી અને તેની આસપાસના વિસ્તારમાં વસતા યુપીના લોકોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરાઈ રહી છે. તેમજ ડૉ સંજય નિશાદના ચૂંટણી પ્રચારમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. આ અંગે વધુમાં નિષાદ પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ એવા સંજય શુક્લાએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં નિષાદ પાર્ટી NDA ની ઘટક પાર્ટી છે. નિશાદ પાર્ટી...