ભાજપના નારાજ કાર્યકરના આક્ષેપ, બુલેટ ટ્રેનમાં ગયેલી જમીનના ઓછા ભાવ મામલે વિરોધ કરવા જતાં ભાજપના કાર્યકરો ધમકી આપે છે
ઉમરગામ બેઠકના ઝરોલી ગામના માજી ઉપસરપંચ ધીરજ પટેલે ભાજપથી છેડો ફાડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યા હતા કે, બુલેટ ટ્રેન પ્રોજેકટ માં ઉમરગામના ગામડાઓના જમીન માલિકોને નજીવું વળતર મળ્યું હોય એ મામલે રજુઆત કરવા છતાં ભાજપના ધારાસભ્યએ તેમને માત્ર ધક્કા ખવડાવ્યા છે.અને હવે વિરોધ કરીએ છીએ તો ધમકીઓ મળે છે.
ઉમરગામ વિધાનસભા બેઠકની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવાર નરેશ વળવીએ પત્રકાર પરિષદ બોલાવી હતી. ત્યારે આ પત્રકાર પરિષદ દરમિયાન ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયેલા ઝરોલી ગામના માજી ઉપસરપંચ અને ભાજપના શક્તિ કેન્દ્રના કાર્યકરે ભાજપ પર અને ગત ટર્મના ધારાસભ્ય રમણલાલ પાટકર પર ગંભીર આક્ષેપ કર્યા હતા.
ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર ઝરોલી ગામના માજી ઉપસરપચ અને ભાજપના શક્તિકેન્દ્રના કાર્યકર રહી ચૂકેલા ધીરજ રણછોડભાઈ પટેલે આક્ષેપ કર્યા હતા કે, બુલેટ ટ્રેન પ્રોજે...