કપરાડાના ઓઝરડા ગામે ઝેરી સાપના ડંખની સામે જીવન રક્ષક બની 108 એમ્બ્યુલન્સ સેવા
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઓઝરડા ગામે ખેતરમાં દૂધી તોડવા ગયેલ મહિલાને ઝેરી સાપ કરડ્યા બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા 108ની ટીમે તાત્કાલિક મદદરૂપ બની મહિલાનો જીવ બચાવી લીધો હતો.
ઘટના અંગે 108 તરફથી આપેલી વિગતો મુજબ શુક્રવારે અંદાજીત 8:24 AM વાગ્યાની આસપાસ 108 નંબર ઉપર ઇમરજન્સી માટે કોલ આવ્યો હતો કે, ઓઝરડા ગામે સેગુ ફલીયુ ખાતે રહેતા પારુબેન રાવજીભાઈ વાઘાત નામની 40 વર્ષીય મહિલા સવારે 07 વાગે ખેતર માં દુધી તોડવા ગયા હતા ત્યારે ઝેરી સાપે ડંખ દીધો હતો.
સાપના ઝેરને કારણે હાલત ક્રિટિકલ હતી..........
જે જાણકારી મળ્યા બાદ નજીકમાં રહેલી કપરાડા-3 (માંડવા) લોકેશન ની 108 એમ્બ્યુલન્સના EMT પ્રિયંકાબેન પટેલ અને સાથી પાયલોટ નિલેશભાઈ સ્થળ પર 108 એમ્બ્યુલન્સ લઈને પહોંચ્યા હતા. પારુબેન રાવજીભાઈ વાઘાતની હાલત ખૂબ જ ક્રિટિકલ હતી. આંખે ઝાંખપણુ, હલનચલનમાં તકલીફ, ચક્કર, ન...