Friday, October 18News That Matters

Month: August 2022

ભાજપ ગુજરાતમાં દારૂ વેંચાવી 20 હજાર કરોડનું કમિશન અને ચૂંટણી ફંડ મેળવે છે:-ગોપાલ ઇટાલિયા

ભાજપ ગુજરાતમાં દારૂ વેંચાવી 20 હજાર કરોડનું કમિશન અને ચૂંટણી ફંડ મેળવે છે:-ગોપાલ ઇટાલિયા

Gujarat, Most Popular, National
વાપીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા દ્વારા વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇટાલીયાએ વેપારીઓના વિવિધ પ્રશ્નોની રજૂઆતો સાંભળી ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ ભાજપ વર્ષે 20 હજાર કરોડનું કમિશન લઈ દારૂ વેંચાવે છે. અને ચૂંટણી ફંડ મેળવે છે. વાપીમાં વેપારીઓ સાથે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ સંવાદ કાર્યક્રમ થકી વિવિધ પ્રશ્નો, રજૂઆતો સાંભળી હતી. જે બાદ મીડિયા સાથે વાતચીત કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનું સ્પષ્ટ માનવું છે કે, ગુજરાતમાં દારૂબંધીનો કડકમાં કડક અમલ થાય. ભાજપ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વર્ષે 20 હજાર કરોડનું કમિશન અને ચૂંટણી ફંડ આ દારૂ વેંચાવીને મેળવે છે. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં એક ટીપું પણ દારૂ ન મળે તેવી વ્યવસ્થા કરશે. ગોપાલ ઇટાલીયાએ આજના સંવાદ કાર્ય...
વાપી નજીક છીરીના 2 બિહારી યુવાનોએ મુંબઈની હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી 5 કરોડ માંગ્યા, પોલીસે દબોચી લીધા!

વાપી નજીક છીરીના 2 બિહારી યુવાનોએ મુંબઈની હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી 5 કરોડ માંગ્યા, પોલીસે દબોચી લીધા!

Gujarat, National
જો તમે પાંચ કરોડ રૂપીયા નહી આપો તો સેવન સ્ટાર હોટેલ ધ લલીતમાં અલગ-અલગ પાંચ જગ્યા ઉપર બોમ્બ લગાવીને ઉડાવી દઇશું. એવી ફોન પર ધમકી આપનાર 2 બિહારી ઈસમોની સામે મુંબઈ પોલીસે ગુન્હો નોંધ્યો હતો. જેની જાણ વલસાડ પોલીસને કરતા બંન્ને ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપી નજીક છીરી ગામમાં એક ચાલમાં રહેતા અને છૂટક મજૂરી કરતા બિહારના 27 વર્ષીય વિક્રમકુમાર શશીભુષણ સીંગ તથા સીમકાર્ડ ડીસ્ટીબ્યુટર તરીકે નોકરી કરતા 19 વર્ષીય યેશુકુમાર ઓમપ્રકાશ સીંગ નામના બે યુુવકોએ શોર્ટ ટર્મ મની મેળવવા માટે મુંબઇની ધ લલિત હોટેલમાં ફોન કરી 5 કરોડની રકમ નહિ આપે તો હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. વિક્રમકુમાર શશીભુષણ સીંગ અને યેશુકુમાર ઓમપ્રકાશ સીંગને ઝડપી લીધા....... જે અંગે હોટેલના સિકયુરીટી એકઝીકયુટીવ પરેશ રામચંદ્ર બાવદાને સહારપુર પોલીસ સ્ટેશન, અંધેરી ઇસ્ટ ખાતે ફરીય...
હૈદરાબાદ-રાજસ્થાન વચ્ચે ચાલતા ગાંજા ના નેટવર્કનો પર્દાફાશ, વલસાડ રૂરલ પોલીસે 20.96 લાખના 178 કિલો ગાંજા સાથે 1ની ધરપકડ કરી

હૈદરાબાદ-રાજસ્થાન વચ્ચે ચાલતા ગાંજા ના નેટવર્કનો પર્દાફાશ, વલસાડ રૂરલ પોલીસે 20.96 લાખના 178 કિલો ગાંજા સાથે 1ની ધરપકડ કરી

Gujarat, National
વલસાડ રૂરલ પોલીસની ટીમે મુંબઈ સુરત તરફના હાઇવે ઉપરથી 20,96,800ની કિંમતનો 178.180 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો લઈને RJ-30-CA-7070 નંબરની કારમાં 2 ઈસમો હૈદરાબાદ થી રાજસ્થાન તરફ જતા હતાં. રૂરલ પોલીસે હાઇવે ઉપર ટ્રાફિક જામ કરી નાકા બાંધી કરી કારને અટકાવી ગાંજાના જથ્થા સાથે કારમાં સવાર એક ઇસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક ઇસમ ફરાર થઇ ગયો હતો. જેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાએ વિગતો આપી હતી કે, તેમની સૂચના મુજબ વલસાડ રૂરલ પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.પવાર પોલીસ સ્ટાફ સાથે મિલકત સંબંધી તથા પ્રોહીબિશન ગુનાઓ અટકાવવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન નેશનલ હાઇવે નંબર 48 પર પારનેરા, ચણવઇ ઓવર બ્રીજના છેડે મુંબઇ તરફથી સફેદ કલરની કાર નંબર RJ30-CA-7070 આવતા કારને રોકવા ઇશારો કર્યો હતો. જો કે, કાર ચાલક કનૈયાલાલ ઉર્ફે કાના જગદિશચન્દ્ર જાટ (ચૌધરી)એ કાર...
વાપીમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં 30 મહિના જૂની પાણીની બોટલો આપતા વેપારીઓમાં કચવાટ!

વાપીમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં 30 મહિના જૂની પાણીની બોટલો આપતા વેપારીઓમાં કચવાટ!

Gujarat, National
વાપીમાં 24મી ઓગસ્ટના સાંજે 5 વાગ્યે ગોપાલ ઇટાલિયાએ વાપીના વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત વેપારીઓ માટે પાર્ટીના ડૉ. રાજીવ પાંડે દ્વારા પાણી અને અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 30 મહિના જૂની વાસી પાણીની બોટલો પાણી પીવા માટે આપતા વેપારીઓમાં કચવાટ જોવા મળ્યો હતો. વાપીમાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજવાડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમ નિયત સમય કરતાં 2 કલાક મોડો શરૂ થયો હતો. જેમાં ઉપસ્થિત વેપારીઓની તરસ છીપાવવા આમ આદમી પાર્ટીના ગત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર મેળવી ચૂકેલા ડૉ. રાજીવ પાંડે દ્વારા પાણીની બોટલો આપવામાં આવી હતી. IKSA બ્રાન્ડની અને still natural mineral water from the Himalayas એવા સ્લોગન સાથેની આ બોટલનું પાણી પીતી વખતે જ્યારે વેપારીઓનું ધ્યાન તેના પર લખેલ તારીખ પર જતાં બોટલ પર...
ડિજિટલ ન્યૂઝના યુગમાં પણ અખબારનું મહત્વ છે અકબંધ! વિદ્યાર્થીનીએ અખબારનો ડ્રેસ પહેરીને આપ્યો સંદેશ!

ડિજિટલ ન્યૂઝના યુગમાં પણ અખબારનું મહત્વ છે અકબંધ! વિદ્યાર્થીનીએ અખબારનો ડ્રેસ પહેરીને આપ્યો સંદેશ!

Gujarat, National
આજના ડિજિટલ ન્યૂઝના યુગમાં પણ છાપા(અખબાર)નું મહત્વ ઘટ્યું નથી. આ સંદેશ વાપીમાં એક શાળામાં યોજાયેલ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં અખબારમાંથી બનાવેલ ડ્રેસ પહેરીને આવેલ વિદ્યાર્થીનીએ આપ્યો હતો. વાપીની એક શાળામાં વિદ્યાર્થીઓ માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક બાળકોએ અવનવા ડ્રેસમાં સજ્જ થઈ ભાગ લીધો હતો. જો કે તમામ બાળકોએ પહેરેલા ડ્રેસમાં એક બાળકી અખબારમાંથી બનાવેલ ડ્રેસ પહેરીને અખબાર બનીને આવી હતી. અખબારમાંથી બનાવેલ ડ્રેસ પહેરીને ડ્રેસ કોમ્પિટિશનમાં ઉપસ્થિત રહેલી વિદ્યાર્થીનીએ આજના ડિજિટલ ન્યૂઝના યુગમાં પણ અખબારનું મહત્વ અકબંધ હોવાનો સંદેશ આપ્યો હતો. હુડા સલીમ પઠાણ નામની આ વિદ્યાર્થીનીના આ યુનિક ડ્રેસને જોઈ ઉપસ્થિત સૌએ સરાહના કરી હતી....
‘ઇન્ટરનેશનલ સિનિયર સીટીઝન ડે’ નિમિત્તે વલસાડ રૂરલ પોલીસે વૃદ્ધાશ્રમમાં જઇ વડીલોની વ્યથા સાંભળી, ગરબે રમ્યા!

‘ઇન્ટરનેશનલ સિનિયર સીટીઝન ડે’ નિમિત્તે વલસાડ રૂરલ પોલીસે વૃદ્ધાશ્રમમાં જઇ વડીલોની વ્યથા સાંભળી, ગરબે રમ્યા!

Gujarat, National
વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો દ્વારા વલસાડ જિલ્લાના અટાર ગામે આવેલ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત ઘરડા ઘર વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટીઝનોની શુભેચ્છા મુલાકાત લઈ ઇન્ટરનેશનલ સિનિયર સીટીઝન ડે ની શુભેચ્છા પાઠવી. મીઠાઈ ખવડાવી તેમની સમસ્યાઓથી વાકેફ થઈ ગરબે રમ્યા હતાં. ઇન્ટરનેશનલ સિનિયર સિટીઝન ડે નિમિતે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. પવાર, પુરુષ-મહિલા સ્ટાફ, GRD જવાન રોબિન હૂડ આર્મીના વોલેન્ટિયર દ્રારા વલસાડ જિલ્લાના અટાર ગામે આવેલ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત ઘરડા ઘર વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટીઝનોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઘરડાઘર ખાતે પહોંચેલા તમામે સિનિયર સિટીઝનોને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું, આ પ્રસંગે પોલીસે પરિવારથી દૂર એકલા રહેતા વૃદ્ધ વડીલો સાથે વાતચીત કરી તેમની અંગત ઘરેલુ સમસ્યા અંગે સંવાદ કર્યો હતો. પોલીસે વડીલ...
વલસાડ જિલ્‍લાના નેતાઓએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રસ્તાના ખાડા, ટ્રાફિક, અકસ્માતોની રજુઆત કરવાને બદલે ક્ષુલ્લક અને જૂની સમસ્યાઓની રજુઆત કરી!

વલસાડ જિલ્‍લાના નેતાઓએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રસ્તાના ખાડા, ટ્રાફિક, અકસ્માતોની રજુઆત કરવાને બદલે ક્ષુલ્લક અને જૂની સમસ્યાઓની રજુઆત કરી!

Gujarat, National
વલસાડ જિલ્લામાં નેતાઓ કેવી સમસ્યાઓને પ્રાધાન્ય આપે છે. પ્રજાના વિકાસ માટેના કેવા પ્રશ્નોની રજુઆત કરવી જોઈએ તેમની કેટલી ગતાગમ છે. તે હાલમાં જ વલસાડ જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ જિલ્‍લા સંકલન- વ- ફરિયાદ સમિતિની બેઠકમાં જોવા મળી છે. બેઠકમાં ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, સામાજીક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ ધવલ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત વહીવટીતંત્ર ના અધિકારીઓ હાજર રહ્યા હતાં. જેઓએ જિલ્‍લાના વિવિધ પ્રશ્નોની રજૂઆતો અને તેની સમીક્ષા કરી હતી. જો કે બેઠકમાં એકપણ પ્રતિનિધીએ હાલમાં બિસ્માર બનેલા રસ્તાઓની વહેલી તકે મરામત થાય, ખરાબ રસ્તાઓ માત્ર વરસાદને કારણે જ ખરાબ થયા કે હલકી કક્ષાના મટીરીયલ વાપરવાને કારણે થયા, ટ્રાફિકનો હલ કેવી રીતે લાવવો તેવો એક પણ પ્રશ્ન પૂછી આ અંગે કોઈ જ પુછાણું લીધું નહોતું. બેઠકમાં ઉંમરગામના ધારાસભ્‍ય રમણલ...
ભુજમાં આકાર લઈ રહેલ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ અને દેશના પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્કના બાંધકામમાં કરોડોનો ભ્રષ્ટાચાર?

ભુજમાં આકાર લઈ રહેલ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ અને દેશના પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્કના બાંધકામમાં કરોડોનો ભ્રષ્ટાચાર?

Gujarat, Most Popular, National, Science & Technology
વર્ષ 2001માં 26મી જાન્યુઆરી એ આવેલ ભૂકંપમાં મૃત્યુ પામેલા 13,805 મૃતાત્માઓની કાયમી યાદમાં ભુજના ભૂજિયા ડુંગર પર કરોડોના ખર્ચે સ્મૃતિવનનું નિર્માણ થઇ રહ્યું છે. (અંદાજિત 400 કરોડના ખર્ચે) આ સ્મૃતિ વન અને દેશનું પ્રથમ અર્થકવેક મેમોરિયલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ છે. જો કે, હાલમાં આ પ્રોજેકટ તાકીદે પૂર્ણ કરવાની સૂચના મળ્યા બાદ અને આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી ખુદ ભુજ આવી તેનું ઉદ્ઘાટન કરવાના હોય તેજ ગતિએ કામ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. જો કે મોદીના ડ્રિમ પ્રોજેકટ ને પૂર્ણ કરવાની લ્હાયમાં રીતસરનો ભ્રષ્ટાચાર આચરી તકલાદી બાંધકામ થઈ રહ્યું હોવાની પોલ ખુલી છે.   કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપના એકવીસમાં વર્ષે ભુજીયા ડુંગરના સાંનિધ્યમાં રૂ. 400 કરોડના ખર્ચે સ્મૃતિવન આકાર લઈ રહ્યું છે. ભુજ શહેરના ભુજીયા ડુંગરની તળેટીમાં નિર્માણ પામી રહેલ આ મહત્વના પ્રોજેકટને સ્મૃતિ વન એવું ન...
ભુજમાં આકાર લઈ રહેલ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ અને દેશના પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્કના બાંધકામમાં કરોડોનો ભ્રષ્ટાચાર?

ભુજમાં આકાર લઈ રહેલ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ અને દેશના પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્કના બાંધકામમાં કરોડોનો ભ્રષ્ટાચાર?

Gujarat, Most Popular, National, Science & Technology
વર્ષ 2001માં 26મી જાન્યુઆરી એ આવેલ ભૂકંપમાં મૃત્યુ પામેલા 13,805 મૃતાત્માઓની કાયમી યાદમાં ભુજના ભૂજિયા ડુંગર પર કરોડોના ખર્ચે સ્મૃતિવનનું નિર્માણ થઇ રહ્યું છે. (અંદાજિત 400 કરોડના ખર્ચે) આ સ્મૃતિ વન અને દેશનું પ્રથમ અર્થકવેક મેમોરિયલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ છે.    જો કે, હાલમાં આ પ્રોજેકટ તાકીદે પૂર્ણ કરવાની સૂચના મળ્યા બાદ અને આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી ખુદ ભુજ આવી તેનું ઉદ્ઘાટન કરવાના હોય તેજ ગતિએ કામ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. જો કે મોદીના ડ્રિમ પ્રોજેકટ ને પૂર્ણ કરવાની લ્હાયમાં રીતસરનો ભ્રષ્ટાચાર આચરી તકલાદી બાંધકામ થઈ રહ્યું હોવાની પોલ ખુલી છે.     કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપના એકવીસમાં વર્ષે ભુજીયા ડુંગરના સાંનિધ્યમાં રૂ. 400 કરોડના ખર્ચે સ્મૃતિવન આકાર લઈ રહ્યું છે. ભુજ શહેરના ભુજીયા ડુંગરની તળેટીમાં નિર્માણ પામી રહેલ આ મહત્વના...
વાપીમાં SSRCNમાં યોજાયો લેમ્પ લાઈટનિંગ સમારોહ, 60 BSc અને 40 GNM વિદ્યાર્થીઓએ નર્સિંગના લીધા શપથ

વાપીમાં SSRCNમાં યોજાયો લેમ્પ લાઈટનિંગ સમારોહ, 60 BSc અને 40 GNM વિદ્યાર્થીઓએ નર્સિંગના લીધા શપથ

Gujarat, National
વાપીની સાન્દ્રા શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગના પ્રથમ વર્ષની BSc નર્સિંગની 19મી બેચ અને પ્રથમ વર્ષની જનરલ નર્સિંગ અને મિડવાઇફરી (GNM) વિદ્યાર્થીઓની બેચનો લેમ્પ લાઈટનિંગ શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં 60 BSc નર્સિંગ અને 40 Diploma in Nursingના વિદ્યાર્થીઓએ નર્સિંગ વ્યવસાયનો સંકલ્પ લીધો હતો.  20મી ઓગસ્ટ 2022ના રોજ વાપીમાં શ્રીમતી સાંદ્રાબેન શ્રોફ જ્ઞાનધામ શાળાના ઓડિટોરિયમ ખાતે સાન્દ્રા શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગના 100 વિદ્યાર્થીઓનો લેમ્પ લાઈટનિંગ સમારોહ યોજાયો હતો. સમારોહમાં સંસ્થાના સ્થાપક અને અધ્યક્ષ સાન્દ્રાબેન શ્રોફ, રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઇ, રોટરી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન કલ્યાણ બેનર્જી, હરિયા એલ જી રોટરી હોસ્પિટલના ચીફ ફિઝિશયન ડૉ. એસ.એસ. સિંઘ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમની શરૂઆત તમામે દીપ પ્રાગટય દ્વારા કરી હતી. જેમાં નર્સિંગ કોલેજ સ્...