વાપીની હરિયા હોસ્પિટલમાં શરૂ થશે કિડની ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર, દેશમાં અઢી લાખ દર્દીઓ છે
વાપીની હરિયા હોસ્પિટલમાં આગામી એક થી 3 મહિનામાં નિયમિત કિડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. આ સુવિધા મળવાથી કિડનીની બિમારીથી પિડાતા દર્દીઓને મુંબઈ કે અમદાવાદ સુધી જવું નહી પડે અને મેટ્રો શહે૨ જેવી જ હોસ્પિટલની સુવિધા અહી ઉપલબ્ધ થશે.
આ અંગે રોટરીયન કલ્યાણ બેનર્જીએ જણાવ્યું હતું કે અમે છેલ્લા એક વર્ષથી હરિયા હોસ્પિટલ વાપીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગની સ્થાપના માટે કામ કરી રહ્યા છીએ. હવે અમારા ડૉક્ટરો અને સ્ટાફની ટીમની મહેનતથી અમે તે હાંસલ કર્યું છે. હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવા માટે જરૂરી પરવાનગી મળી છે. તેમણે ઉમેર્યું કે અમે રેનલ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ માટે ડોકટરો અને સ્ટાફની ટીમને તાલીમ આપી છે. ફુલટાઇમ નેફ્રોલોજિસ્ટ અને યુરોલોજિસ્ટ પેથોલોજી, બાયોકેમિસ્ટ્રી રેડિયોલોજી અને ઇન્ટેન્સિવિસ્ટ સહિત અન્ય વિભાગો ઉપલબ્ધ છે.
આ સેન્ટરમાં 400થ...