ગિફ્ટ સીટી ભારતનું સૌથી મોટું આર્થિક વ્યવસાયનું કેન્દ્ર બનશે, રસ્તાઓ પર પડેલા 80 ટકા ખાડાઓમાં ભરાઈ ગયા છે :- નાણાપ્રધાન કનું દેસાઈ
વાપી નગરપાલિકા વિસ્તારમાં 1.91 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ પ્રોજેકટનું ખાત મુહરત કરવા આવેલા નાણાપ્રધાન કનું દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતે સૌર ઊર્જા ક્ષેત્રે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગિફ્ટ સીટી સમગ્ર ભારતનું સૌથી મોટુ આર્થિક વ્યવસાયનું કેન્દ્ર બનશે. હાલમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓમાં 70 થી 80 ટકા ખાડા ભરાઈ ગયા છે.
ડિસ્ટ્રિબ્યુશન ઇનફ્રાસ્ટ્રક્ચર શિક્ટિંગ સ્કીમ (DISS) અંતર્ગત વાપી નગરપાલિકામાં વીજ પુરવઠો પૂરો પાડતાં બે 11KV ઓવરહેડ ફીડરોને અંડરગ્રાઉન્ડ કરવા માટેના પ્રોજેકટનું નાણાપ્રધાન કનું દેસાઈના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનું દેસાઈએ જણાવ્યું હતું કે, ગાંધીનગર નજીક આકાર લેનાર ગિફ્ટ સીટી સમગ્ર ભારતનું સૌથી મોટુ આર્થિક વ્યવસાયનું કેન્દ્ર બનશે. અહીં વિદેશની યુનિવર્સિટીઓ આવશે. એટલે દેશના વિદ્યાર્થીઓ વિદેશ જવાને બદલે ગુજરાતમાં જ ગિફ્ટ સીટી ખાતે વિવિધ ફાઇન...