Friday, December 27News That Matters

Month: July 2022

હવામાન વિભાગની ‘રેડ એલર્ટ’ આગાહી ‘મૌસમ-એ-વર્ષા’ લઈને આવી, જિલ્લા-સંઘપ્રદેશમાં સાર્વત્રિક અઢીથી 10 ઇંચ વરસાદ

હવામાન વિભાગની ‘રેડ એલર્ટ’ આગાહી ‘મૌસમ-એ-વર્ષા’ લઈને આવી, જિલ્લા-સંઘપ્રદેશમાં સાર્વત્રિક અઢીથી 10 ઇંચ વરસાદ

Gujarat, Most Popular, National
વાપી :- હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મેઘરાજાએ પણ આ આગાહી પાળી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 26 કલાકમાં સરેરાશ અઢી ઇંચથી 10 ઇંચ સુધીનું આકાશી પાણી વરસાવ્યું છે. જિલ્લાના નદી-નાળા છલકાયા છે. સર્વત્ર મેઘાવી માહોલ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મધુબન ડેમમાંથી દમણગંગા નંદીમાં નવા નીર આવ્યા છે. જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 26 કલાકમાં તમામ તાલુકામાં સારો વરસાદ વરસ્યો છે. સારા વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી છે. જિલ્લામાં છેલ્લા 26 કલાકમાં (ગુરુવાર સવારના 6 વાગ્યાથી શુક્રવાર સવારના 8 વાગ્યા સુધી) નોંધાયેલ વરસાદની વિગતો જોઈએ તો, કપરાડા તાલુકામાં સૌથી વધુ 249mm વરસાદ વરસ્યો છે. વાપીમાં 170mm વરસાદ વરસ્યો છે. જ્યારે પારડીમાં 150mm, ધરમપુર માં 143mm, વલસાડમાં 105mm અને ઉમરગામ માં 62mm વરસાદ વરસ્યો છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 1...
ચટાઈના વેપારી બની આવેલા ગઠિયાઓ 65.94 લાખના દાગીના લઈ રફ્ફુચક્કર?

ચટાઈના વેપારી બની આવેલા ગઠિયાઓ 65.94 લાખના દાગીના લઈ રફ્ફુચક્કર?

Gujarat, National
વાપીમાં વરસાદી માહોલ વચ્ચે મુખ્ય બજારમાં આવેલ પુષ્પમ જવેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ 65,94,340 રૂપિયાની કિંમતનું દોઢ કિલો સોનુ, 20 કિલો ચાંદી અને ડાયમંડ સેટની ચોરી કરી રફ્ફુચક્કર થઈ જતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ચોર ટોળકીએ ચટાઈના વેપારી બની નજીકની દુકાન ભાડે રાખી દીવાલમાં બાકોરું પાડી આ ચોરીને અંજામ આપ્યો હોવાની પ્રાથમિક વિગતો મળી છે. જ્યારે, સમગ્ર મામલે વાપી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. વાપીમાં ગુરુવારે વહેલી સવારે જવેલર્સની દુકાનમાં લાખોના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીમાં મુખ્ય બજારમાં આવેલ પુષ્પમ જવેલર્સ નામની દુકાનમાં વહેલી સવારે દુકાન માલિકે દુકાન ખોલી ત્યારે દુકાનમાં તમામ સમાન વેરવિખેર પડ્યો હતો. અને દુકાનમાં રાખેલા સોના ચાંદીના દાગીના ગાયબ હતાં. વધુ તપાસ કરતા દુકાનમાં એક બાકોરું પડેલું હતું. એટલે દુકાન માલિકે તાત્કાલિક વાપી ટાઉન પોલીસને ...
મધુબન ડેમના રુલ લેવલને જાળવવા દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે 20,000 ક્યુસેક પાણી

મધુબન ડેમના રુલ લેવલને જાળવવા દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે 20,000 ક્યુસેક પાણી

Gujarat, National
દક્ષિણ ગુજરાત સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ છે. ત્યારે, સીઝનમાં પ્રથમ વખત મધુબન ડેમમાં નવા નિરની આવક ને જાળવવા 3 દરવાજા 1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી દમણગંગા નદીમાં 20000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગુરુવારે બપોરે 1 વાગ્યા આસપાસથી પ્રથમ તબક્કામાં 11000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. વલસાડ જિલ્લાનો અને સંઘપ્રદેશનો સૌથી મોટો ડેમ ગણાતા મધુબન ડેમમાં નવા નિરની આવક થતા જળ સપાટી 70.95 મીટરે પહોંચી છે. ડેમનું આ રુલ લેવલ જાળવવા આ વર્ષની સીઝનમાં પ્રથમ વખત 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 3 દરવાજા 1મીટર સુધી ખોલી પ્રથમ તબક્કામાં 11000 ક્યુસેક પાણી છોડવામાં આવશે જે વધારીને 20 હજાર ક્યુસેક સુધી લઈ જવામા આવશે. મધુબન ડેમના ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસતો હોય ડેમમાં હાલ 15859 ક્યુસેક નવા નિરની આવક થઈ રહી છે. જેને 75.95 મીટરના ...
વાપીમાં મુખ્ય બજારમાં આવેલ જવેલર્સની દુકાનમાં ત્રાટકયા તસ્કરો, લાખોના દાગીનાની ચોરી?

વાપીમાં મુખ્ય બજારમાં આવેલ જવેલર્સની દુકાનમાં ત્રાટકયા તસ્કરો, લાખોના દાગીનાની ચોરી?

Gujarat, Most Popular, National
વાપીમાં મુખ્ય બજારમાં આવેલ પુષ્પમ જવેલર્સ નામની દુકાનમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી થતા ફફડાટ ફેલાયો છે. ચોર ટોળકીએ જવેલર્સની દુકાનમાંથી લાખોની ચોરી કરી હોવાની જાણકારી મળતા પોલીસે ઘટના સ્થળે ધસી જઇ તપાસ હાથ ધરવા સાથે ચોર ટોળકીને દબોચી લેવા પ્રયાસ શરૂ કર્યા છે.  વાપીમાં ગુરુવારે વહેલી સવારે જવેલર્સની દુકાનમાં લાખોના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીમાં મુખ્ય બજારમાં આવેલ પુષ્પમ જવેલર્સ નામની દુકાનમાં વહેલી સવારે દુકાન માલિકે દુકાન ખોલી ત્યારે દુકાનમાં તમામ સમાન વેરવિખેર પડ્યો હતો. અને દુકાનમાં રાખેલા સોના ચાંદીના દાગીના ગાયબ હતાં. વધુ તપાસ કરતા દુકાનમાં એક બાકોરું પડેલું હતું. એટલે દુકાન માલિકે તાત્કાલિક વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી. વરસાદી માહોલ વચ્ચે જવેલર્સની દુકાનમાં હાથફેરો કરનાર ચોર ટોળકીએ ચોરીને અંજામ આપવા પુષ્પમ જવેલર્સની પાછળના ભ...
વાપી રેલવે અંડરપાસમાં સ્કૂલ બસ ફસાઈ, બસમાં સવાર વિદ્યાર્થીઓને સમયસર બહાર કઢાયા

વાપી રેલવે અંડરપાસમાં સ્કૂલ બસ ફસાઈ, બસમાં સવાર વિદ્યાર્થીઓને સમયસર બહાર કઢાયા

Gujarat, Most Popular, National
વાપીમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 40mm વરસાદ વરસતા રેલવે ગરનાળામાં કમર સુધીના પાણી ભરાયા હતાં. પાણીમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની બસ ફસાઈ હતી. જેમાં શાળાએ જવા નીકળેલા 20 જેટલા વિદ્યાર્થીઓ ને સમયસર બહાર કાઢવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. વાપીમાં વરસી રહેલા ધોધમાર વરસાદમાં રેલવે ગરનાળામાં કમર સુધીના પાણી ભરાયા હોવા છતાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની બસના ડ્રાઇવરે પાણીમાંથી બસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બસ પાણીમાં જ ફસાઈ ગઈ હતી. જેને કારણે સ્કૂલમાં શાળાએ જવા નીકળેલા વિદ્યાર્થીઓને સમય સર બસની બહાર કાઢવાની નોબત આવી હતી. શાળાએ જવા નીકળેલા 20 જેટલા વિદ્યાર્થીઓ ને સમયસર બહાર કાઢવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી તો, ભારે વરસાદમાં રેલવે ગરનાળામાં કમર સુધીના પાણી ભરાતા વાપી ચલા ઓવરબ્રિજ પર અને તેને જોડતા ગીતાનગર, ગુંજન, ઈમરાન નગર, આ...
સંઘપ્રદેશ પ્રદેશ દમણમાં વરસાદની એન્ટ્રી થતાની સાથે જ રસ્તા ધોવાઈ ગયા છે, 

સંઘપ્રદેશ પ્રદેશ દમણમાં વરસાદની એન્ટ્રી થતાની સાથે જ રસ્તા ધોવાઈ ગયા છે, 

Gujarat, National
દમણના તીન બત્તીથી મશાલ ચોકને જોડતા અને તીન બત્તીથી ટાઉન તરફ બસ ડેપોને જોડતા રોડ પર પ્રથમ જ વરસાદમાં ખાડાની ભરમાર જોવા મળી રહી છે, એક તો ઘણા દિવસોની લોક ફરિયાદ ઉઠ્યા બાદ તંત્રએ આ માર્ગનું સમારકામ હાથ ધર્યું હતું, અને તેમાં પણ કોન્ટ્રાક્ટરોએ વેઠ ઉતારતા પ્રથમ જ ચોમાસામાં આખા માર્ગની દશા બેઠી ગઈ છે,  રોડના સમારકામ પાછળ ખર્ચવામાં આવેલા લાખો રૂપિયા પાણીમાં વહી ગયા છે, સિઝનના સામાન્ય વરસાદમાં જ રોડ ઉબડખાબડ થઈ જતા વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, હવે આ જ ખખડધજ માર્ગ પર આવનારા ચાર મહિના કેમ વિતાવવા તેની ચિંતા પણ વાહન ચાલકોમાં પ્રસરી રહી છે, આમ પણ દમણના સી ફ્રન્ટ રોડ અને કોસ્ટલ હાઇવે છોડીને બાકીના તમામ આંતરિક રસ્તાઓ પહેલેથી જ બિસ્માર રહે છે, પીડબ્લ્યુડીના અધિકારીઓ ક્યારેક મૂડમાં હોય તો  રસ્તા પર ડામર પાથરીને હાથ ખંખેરી નાખતા હોય છે, જેથી જાહેર જનતાને બે ત્રણ મહિના શ...
દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા દેશી ડાંગરનું ધરું તૈયાર કરી ખેડૂતોને વિતરણ કરાયુ 

દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા દેશી ડાંગરનું ધરું તૈયાર કરી ખેડૂતોને વિતરણ કરાયુ 

Gujarat, National
 સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચોમાસાને ધ્યાનમાં રાખી સરકારી ડેમોસ્ટ્રેશન ફાર્મ માં તૈયાર કરેલ ડાંગરનું ધરું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ દેશી બિયારણમાંથી તૈયાર કરેલ ડાંગર વધુ ઉત્પાદન સાથે સારી આવક અપાવે છે. દાદરા નગર હવેલીમાં દર વર્ષે ચોમાસામાં ડાંગર ની ખેતી કરવામાં આવે છે. એ માટે ખેડૂતો બિયારણ કેન્દ્ર પરથી બિયારણ ખરીદી તેનું ધરું તૈયાર કરી તે બાદ વાવણી-રોપણી શરૂ કરે છે. હાલમાં પણ મોટાભાગના ખેડૂતોએ બિયારણની ખરીદી કરી ધરું તૈયાર કર્યા બાદ રોપણી ની શરૂઆત કરી દીધી છે. ત્યારે જે ખેડૂતો ને બિયારણની ઘટ પડી હોય તેવા ખેડૂતો ને દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ સરકારી ફાર્મમાં તૈયાર કરેલ ધરૂનું વિતરણ કરે છે. ખેતી વિભાગના અધિકારી સુરેશભાઈ ભોયાએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં ખેડૂતો જે ધરું માટે બિયારણ નાખે છે તે વરસાદ ના પડતા અને વધારે પડતા વરસાદને કારણે ધરું ઉગ્યુંના હોય અને બિયાર...
દમણમાં 2016માં વિકલાંગ મહિલા સાથે બળાત્કાર કરનાર 2 આરોપીઓને 20 વર્ષની સજા 

દમણમાં 2016માં વિકલાંગ મહિલા સાથે બળાત્કાર કરનાર 2 આરોપીઓને 20 વર્ષની સજા 

Gujarat, National
દમણમાં વર્ષ 2016 માં કચીગામની ચાલમાં રાતે 1 વાગ્યાના સુમારે રૂમમાં એક સાથે 5 થી 6 લોકો ઘાતક હથિયારો સાથે ધસી જઇ લૂંટ અને ચોરીની સાથે વિકલાંગ મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટનાથી ચકચાર મચી હતી. આ પ્રકરણમાં હવે આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારાઇ છે. કચીગામની ચૌલમાં રહેતી વિકલાંગ મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ગત 19/10/2016 ના રોજ રાત્રે તેઓ પતિ નાઇટ ડયુટી માટે કંપનીમાં ગયો હતો ત્યારે તે રૂમમાં દરવાજો બંધ કરીને એકલી સુતી હતી. તે દરમ્યાન રાતે 1 વાગ્યાના સુમારે તેના રૂમમાં 5 થી 6 લોકો ઘાતક હથિયારો સાથે ઘુસી ગયા હતાં અને તે તમામ ઇસમોએ એક પછી એક ફરિયાદી પર હથિયારના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. અને દાગીના લૂંટીને ભાગી ગયા હતા. આ સંદર્ભે કોસ્ટલ પોલીસ સ્ટેશન, મોટી દમણમાં આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં ગુનેગારોની ઓળખ ...
વાપીમાં ખાડામાં ફેરવાયેલ રસ્તાએ વાહન ચાલકના હાડકા ભાંગ્યા! સોમવાર સુધીમાં રસ્તાઓનુ મરામત કામ નહીં થાય તો જનઆંદોલન!

વાપીમાં ખાડામાં ફેરવાયેલ રસ્તાએ વાહન ચાલકના હાડકા ભાંગ્યા! સોમવાર સુધીમાં રસ્તાઓનુ મરામત કામ નહીં થાય તો જનઆંદોલન!

Gujarat, Most Popular, National
વાપીમાં ચોમાસા દરમ્યાન ડુંગરી ફળિયા વિસ્તારમાં એક વાહન ચાલક રસ્તા પર પડેલા ખાડામાં ગબડી પડ્યો હતો. યુવકને પેટ, છાતીના ભાગે ઇજાઓ સાથે પગમાં ફ્રેક્ચર આવતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો છે. તો,  વાપીના ભડકમોરાથી ચણોદ તરફના અને ચણોદ થી કરવડ તરફના માર્ગની 11મી જુલાઈ સોમવાર સુધીમાં મરામત કરવામાં નહિ આવે તો જન આંદોલન કરવાની ચીમકી સાથે વલસાડ નેશનલ હાઇવે ઓથોરિટીના કાર્યપાલક એન્જીનીયરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.  વાપીમાં ભડકમોરાથી ચણોદ ગેટ સુધી અને ચણોદથી કરવડ સુધીના તમામ રસ્તાઓ ચોમાસા દરમ્યાન ખાડામાર્ગમાં ફેરવાયા છે. જેને કારણે વાહનચાલકો પારાવાર મુશ્કેલી સાથે ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા છે. કેટલાક અકસ્માત નો ભોગ બની રહ્યા છે. ત્યારે ગત રાત્રે ડુંગરી ફળિયા વિસ્તારમાં એક યુવક રસ્તાના આ મસમોટા ખાડામાં ગબડી પડ્યો હતો. જેમાં યુવકને પેટ-છાતીના ભાગે ઇજાઓ થઈ હતી. તેમજ પગના ભાગે ફ્રેક્ચર થયું હત...
બેંકમાં નિર્દોષ લોકોને છેતરવાના પ્રયાસમાં દમણ પોલીસે ત્રણ લોકોને રંગેહાથ ઝડપ્યા  

બેંકમાં નિર્દોષ લોકોને છેતરવાના પ્રયાસમાં દમણ પોલીસે ત્રણ લોકોને રંગેહાથ ઝડપ્યા  

Gujarat, National
બેંકમાં નાણાં જમા કરાવવા કે લેવા આવતા લોકોને નોટ ગણતા આવડતું ના હોય રકમની અદલબદલ કરવાની લાલચ આપી એક 500ની નોટ અને તેની નીચે રદ્દી કાગળ મૂકી છેતરપીંડી આચરતી ગેંગના 3 લોકોને દમણ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસે આપેલી વિગતો મુજબ દમણના કાલરિયા આઉટ પોસ્ટમાં હોમગાર્ડ (ડ્રાઈવર) તરીકે નોકરી કરતા હેમેન્દ્ર અરવિનભાઈ સોલંકી ગત 01/07/2022 ના રોજ તેમના અંગત કામથી સોમનાથ, દમણ ખાતે બેંક ઓફ ઈન્ડિયામાં ગયા હતા.  દરમિયાન બે અજાણ્યા શખ્સો તેની પાસે આવ્યા અને ત્યાં ઉભેલા તેના મિત્ર પાસે ઘણા પૈસા છે. પણ તે અભણ છે, ગણતરી કેવી રીતે કરવી તે જાણતો નથી. તેની સાથે પૈસાની આપ-લે કરીશું તેમ જણાવ્યું હતું. હેમેન્દ્ર હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હોય અને અગાઉ આ વિસ્તારમાં સમાન ગુનાનો અનુભવ હોય તેમણે તાત્કાલિક કાલરીયા આઉટ પોસ્ટના ફરજ બજાવતા સ્ટાફને સ્થળ પર બોલાવ્યા હતા. જ્યારે પોલીસ સ્ટાફે આ મામલ...