Friday, October 18News That Matters

Month: July 2022

એક તરફ વાપીમાં વિકાસ વરસાદી પાણી અને ખાડામાં પડ્યો છે. ત્યારે, બીજી તરફ 2 દાયકાની વંદે ગુજરાત વિકાસ યાત્રા!

એક તરફ વાપીમાં વિકાસ વરસાદી પાણી અને ખાડામાં પડ્યો છે. ત્યારે, બીજી તરફ 2 દાયકાની વંદે ગુજરાત વિકાસ યાત્રા!

Gujarat, Most Popular, National
વાપીમાં દર વર્ષ ની સરખામણીએ આ વર્ષે ચોમાસામા રસ્તાઓની હાલત વધુ ખરાબ થઈ છે. અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના બનાવો બની રહ્યા છે.ત્યારે ગુજરાતના 2 દાયકાના વિકાસની ઝાંખી રજૂ કરતી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ વાપીમાં પહોંચ્યો છે. વાપીમાં PWD સર્કિટ હાઉસ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ લાભાર્થીઓને સરકારી યોજનાના વિવિધ લાભો નું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે વાપીમાં હાલ ચોમાસામાં વિકાસ વરસાદી પાણી અને ખાડામાં પડ્યો હોય પાલિકા પ્રમુખે તમામ ઓળીયોઘોળીયો GUDC પર નાખી દઈ હાથ ખંખેરી લીધા હતાં. વાપીમાં હાલ તમામ મુખ્ય માર્ગો વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે. તમામ મુખ્ય માર્ગો ખાડામાર્ગ બન્યા છે. એ ઉપરાંત રેલવે ગરનાળા સહિત અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા, શાળાઓમાં પાણી ભરાવાની...
વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદ, મધુબન ડેમના 10 દરવાજા 4 મીટર ખોલતા દમણગંગા નદીમાં ઘોડાપુર

વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદ, મધુબન ડેમના 10 દરવાજા 4 મીટર ખોલતા દમણગંગા નદીમાં ઘોડાપુર

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સોમવારે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. વાપી સહિત તમામ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. તો, મધુબન ડેમના તમામ દરવાજા 4 મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા દમણગંગા વિયર છલકાઈને વહી રહ્યો છે.  વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડ નજીકથી પસાર થતી ઓરંગા નદીમાં પુર આવતા કિનારાના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો, વાપી નજીકથી પસાર થતી દમણગંગા પણ હાલ ઓવરફ્લો થઈને બેકાંઠે વહી રહી છે. મધુબન ડેમના ઉપરવાસમાં સાંબેલાધાર વરસાદ વરસતો હોય ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં 1.52 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમનું લેવલ...
વલસાડમાં NDRF ની ટીમે એક બાળક સહિત મહિલા અને પુરુષોનું રેસ્ક્યુ કર્યું

વલસાડમાં NDRF ની ટીમે એક બાળક સહિત મહિલા અને પુરુષોનું રેસ્ક્યુ કર્યું

Gujarat, National
 વડોદરા ખાતેની NDRF ની બટાલિયન 6 ની આપદા પ્રબંધનમાં કુશળ ટુકડીએ વલસાડ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવની ઉમદા કામગીરી કરી છે. દળના પ્રવક્તાએ આપેલી જાણકારી અનુસાર આ ટીમે બચાવના સાધનો સાથે જ્યાં પાણી ભરાયાં હતાં એ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને તે દરમિયાન પાણીમાં ફસાયેલા 4 પુરુષ, એક મહિલા અને બાળક મળી કુલ 6 લોકોને બચાવી લીધા હતા.   આ ઉપરાંત તેરિયાવાડ, ભાગડાખુર્દ અને ભાગડાવાડ વિસ્તારમાં ભરાયેલા પાણીને અનુલક્ષીને 13 પુરુષ અને 30 મહિલાઓનું ઊંચાણવાળા સલામત વિસ્તારોમાં સ્થળાંતર કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં થયેલા ભારે વરસાદને પૂરની પરિસ્થિતી સર્જાવાની ભીતીને ધ્યાનમાં રાખી કલેક્ટરે તુરંત એક્શન મોડમાં આવી નગરપાલિકાની 6 ટીમ અને  NDRFની 1 ટીમ નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી માટે મોકલી હતી, જેમાં NDRF ની...
વલસાડ જિલ્લાના પુર પ્રભાવિત વિસ્તારોમાં NDRF વડોદરા ટીમની સફળ બચાવ કામગીરી

વલસાડ જિલ્લાના પુર પ્રભાવિત વિસ્તારોમાં NDRF વડોદરા ટીમની સફળ બચાવ કામગીરી

Gujarat, National
સવારે 6 વાગ્યાથી જિલ્લા વહીવટી તંત્રએ સ્થળ પર હાજર રહી નગરપાલિકાની 6 ટીમ અને NDRFની 1 ટીમ સતત સ્થળાંતર અને રેસ્ક્યુ કરી રહી છે. જ્યાં સુધી પરિસ્થિતી પાણી ન ઉતરે ત્યાં સુધી એમને સલામત સ્થળે રાખવામાં આવશે અને ઘરવખરીને થયેલા નુકશાનનો સર્વે કરવા માટે ટીમ પણ મોકલવામાં આવશે.  લીલાપોર ખાતે ઔરંગા નદીમાં રેતી કાઢતા મજૂરો નદીની મધ્યે ફસાતા NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બે લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. આ ઉપરાંત એક વ્યક્તિનું આરોગ્ય કથળતા તેમને પણ સલામત રીતે બહાર લાવી વધુ સારવાર માટે હોસ્પિટલ મોકલાયા હતા. આ બચાવ કામગીરી વેળાએ વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાશ્મીર નગર ખાતે પાણીમાં ફસાયેલા ત્રણ લોકોનું  NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું વલસાડ નગરપાલિકા દ્વારા 6 ટીમ બનાવી નગરપાલિકા વિસ્તારના જુદા જુદા સ્થળ પર સ્થળાંતરની કામગ...
ઔરંગા નદીમાં પૂર આવતા વલસાડ વહીવટીતંત્ર એક્શન મોડમાં, NDRF દ્વારા બચાવ કામગીરી કરાઈ, 350 જેટલા લોકોનું સ્થાળાંતર કરાયું

ઔરંગા નદીમાં પૂર આવતા વલસાડ વહીવટીતંત્ર એક્શન મોડમાં, NDRF દ્વારા બચાવ કામગીરી કરાઈ, 350 જેટલા લોકોનું સ્થાળાંતર કરાયું

Gujarat, National
વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં થયેલા ભારે વરસાદને પૂરની પરિસ્થિતી સર્જાવાની ભીતીને ધ્યાનમાં રાખી કલેક્ટરે તુરંત એક્શન મોડમાં આવી નગરપાલિકાની 6 ટીમ અને  NDRFની 1 ટીમ નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી માટે મોકલી હતી,  વહીવટીતંત્ર અને જિલ્લાના વિભાગોને સુચારૂ કામગીરી કરવા સુચના આપી હતી. ઔરંગા નદીમાં આવેલા પૂરને કારણે વલસાડ શહેરના નદી કિનારે આવેલા બરૂડિયાવાડ, કાશ્મીર નગર, લીલાપોર, તરિયાવાડ, મોગરાવાડી છતરિયા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સાવચેતીના પગલારૂપે વહીવટીતંત્ર દ્વારા NDRFની સહાયથી આશરે 350 જેટલા લોકોને સલામત સ્થળે સ્થાળાંતરિત કરાયા હતા. વલસાડ પારડી પ્રાથમિક શાળા ખાતે સ્થાળાંતરિત કરેલા લોકોને આરોગ્ય સેવા તેમજ ફૂડ પેકેટની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ પૂરગ્રસ્ત વિસ...
દિવ પાલિકામાં 15 વર્ષે ભાજપ સત્તારૂઢ, દમણ ભાજપ કાર્યાલય પર મનાવ્યો વિજ્યોત્સવ

દિવ પાલિકામાં 15 વર્ષે ભાજપ સત્તારૂઢ, દમણ ભાજપ કાર્યાલય પર મનાવ્યો વિજ્યોત્સવ

Gujarat, National
સંઘપ્રદેશ દિવમાં યોજાયેલ નગરપાલિકા ચૂંટણીમાં 6 બેઠક બિનહરીફ મેળવ્યા બાદ બાકીની 7 બેઠકો પર પણ ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ત્યારે દિવ પાલિકાના વિજયનો સંઘપ્રદેશ દમણમાં ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ઉપસ્થિત રહી ફટાકડા ફોડી, એકબીજાને મોઢું મીઠું કરાવી વિજ્યોત્સવ મનાવ્યો હતો. સંઘપ્રદેશ દીવ નગરપાલિકાની ચૂંટણીમાં શનિવારે મતગણતરીમાં તમામ 13 બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું છે. દીવના ઈતિહાસમાં પહેલીવાર કોઈ એક પક્ષને 100 ટકા સફળતા મળી છે. 15 વર્ષ બાદ સત્તામાં વાપસી કરનાર ભાજપે કોંગ્રેસનો સફાયો કર્યો છે. 6 બેઠક બિન હરીફ થયા બાદ 7 જુલાઈના રોજ મતદાન થયું હતું. જેની શનિવારે મત ગણતરી હાથ ધરાતા તમામ સાત બેઠકો પર ભાજપે જંગી જીત મેળવી છે. છેલ્લા 15 વર્ષથી દીવમાં કોંગ્રેસની સત્તા હતી, પરંતુ કોંગ્રેસને ક્યારેય 100 ટકા સફળતા મળી ન હતી. ભાજપે પાલિકાની તમામ 13 બેઠક ઉપર જ...
વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં પાણીનું લેવલ વધ્યું, કપરાડામાં સાંબેલાધાર વરસાદ!

વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં પાણીનું લેવલ વધ્યું, કપરાડામાં સાંબેલાધાર વરસાદ!

Gujarat, National
છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમમાં પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે. શનિવારે 12 કલાકમાં કપરાડામાં 123mm વરસાદ વરસ્યો છે. મધુબન ડેમમાં 6 દરવાજા ખોલી 21,893 ક્યુસેક પાણી છોડવાનું યથાવત રહ્યું છે. વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં તેમજ દમણ માં શનિવારે પણ મેઘસવારી કાયમ રહી હતી. જિલ્લામાં અને સંઘપ્રદેશમાં સતત વરસાદી હેલી વરસતી રહી હતી. જે અંગે જિલ્લા કન્ટ્રોલ રૂમ તરફથી મળતી વિગતો મુજબ સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ સાંબેલાધાર 123mm વરસાદ વરસ્યો છે. ધરમપુર તાલુકામાં 108 mm વરસાદ વરસ્યો છે. વાપીમાં 59mm વરસાદ વરસ્યો છે. તો, પારડી માં 45 mm, જ્યારે વલસાડમાં માત્ર 23mm અને ઉમરગામ કોરું ધાકોર રહેતા માત્ર 2mm વરસાદ નોંધાયો છે. આ તરફ સં...
વાપીમાં ખાડામાં ફેરવાયેલ રસ્તાઓની મરામત કામગીરી શરૂ, જનઆંદોલન મુલત્વી રહેશે!

વાપીમાં ખાડામાં ફેરવાયેલ રસ્તાઓની મરામત કામગીરી શરૂ, જનઆંદોલન મુલત્વી રહેશે!

Gujarat, National
વાપીના ભડકમોરાથી ચણોદ ગેટ સુધી અને ચણોદથી કરવડ સુધીના તમામ રસ્તાઓમાં ચોમાસા દરમ્યાન ખાડાઓથી ખરાબ થયેલ હોય તે રસ્તાઓનું સમારકામ કરી તેમજ પેવર બ્લોક લગાડવાનું કામ તાત્કાલીક કરવામાં નહી આવશે તો ખાડામાં વૃક્ષારોપાણ કરી રસ્તા રોકો આંદોલન કરવાની સામાજિક કાર્યકર ભીમરાવ કટકે દ્વારા વલસાડ નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટાવિભાગને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી. જે સંદર્ભે નેશનલ હાઇવે ઓથોરિટી સબ ડિવિઝન વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી છે. અને મરામતનું કામ પ્રગતિ માં હોવાની લેખિત જાણકારી આપી છે. વલસાડ, સબ ડિવિઝન, નેશનલ હાઇવે ઓથોરિટી ના નાયબ કાર્યપાલક ઇજનેરે આ સંદર્ભે એક લેખિત પત્ર પાઠવતા જણાવ્યું છે કે, સદર રસ્તા પર કરવડ થી વાપી જીઆઇડીસી ચાર રસ્તા પરના ખાડાઓને મેટલપેચ વર્ક તથા જેસીબીથી પુરવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. વધુમાં સદર રસ્તા પર તાત્કાલીક મરામત માટે પેવર બ્લો...
વાપીના ઉંમર ફારૂક નામના મુસ્લિમ બિરાદરે ઇદ ની કુરબાની માટે તૈયાર કર્યો 132 કિલોનો ઉંચી નસલનો બકરો!

વાપીના ઉંમર ફારૂક નામના મુસ્લિમ બિરાદરે ઇદ ની કુરબાની માટે તૈયાર કર્યો 132 કિલોનો ઉંચી નસલનો બકરો!

Gujarat, Most Popular, National
વાપી : વાપીમાં રહેતા ઉમર ફારૂક નામના મુસ્લિમ બિરાદરે તેમના ઘરે જ બકરી ઇદની કુરબાની માટે 132 કિલોનો બકરો તૈયાર કર્યો છે. ઉંમર ફારૂક નો પરિવાર વર્ષોથી આ રીતે પોતાના ઘરે જ સારી નસલના બકરા પાળે છે. તેઓને બકરા પાળવાનો શોખ છે. હાલમાં તેમની પાસે હિમાચલના વિલાયતી ઘેટાં સહિત રાજસ્થાન, પંજાબ, ગુજરાતના સારી નસલના 25 ઘેટાં-બકરા છે. જ્યારે બકરી ઇદની કુરબાની માટે કુલ 8 બકરાને જાતે જ પાળીને મોટા કર્યા છે.  દેખાવે તગડો લાગતો આ બકરો વાપીના ઉંમરફારૂક નામના મુસ્લિમ પરિવારનો છે. જેનું વજન 132 કિલો છે. જેને ખાસ કુરબાની માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઇદ માં અપાતી કુરબાની અને તે માટે પોતાના બાળકની જેમ બકરાને મોટો કરવા અંગે ઉમરફારૂકે જણાવ્યું હતું કે, જેમાં પોતાનાપણા નો ભાવ હોય જેની કુરબાની હંમેશા દિલમાં રહી જાય એ જ સાચી કુરબાની છે. એટલે તેમનો પરિવાર વર્ષોથી આ રીતે પોતાના ઘરે જ બકરાને દીકરાની જેમ પાળી ને...
દક્ષિણ ગુજરાત, સંઘપ્રદેશમાં મેઘમહેર યથાવત, મધુબન ડેમના 6 દરવાજા ખોલી 21894 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું.

દક્ષિણ ગુજરાત, સંઘપ્રદેશમાં મેઘમહેર યથાવત, મધુબન ડેમના 6 દરવાજા ખોલી 21894 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું.

Gujarat, Most Popular, National
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ સેલવાસ-દમણમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. જિલ્લામાં સવાર 6થી બપોરના 12 સુધીમાં સાર્વત્રિક અડધાથી 3 ઇંચ વરસાદ વરસ્યો છે. તમામ તાલુકામાં સિઝનનો કુલ વરસાદ સરેરાશ 34 ઇંચથી 38 ઇંચ નોંધાયો છે. તો, મધુબન ડેમના 6 દરવાજા ખોલી 21894 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.     વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. તો, મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર સુધી ખોલી 21894 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લામાં 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સાર્વત્રિક વરસાદને કારણે કપરાડા-ધરમપુર તાલુકામાં કેટલાક કોઝવે પર પાણી ફરી વળતા ગામલોકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરી વિસ્તારમાં પણ નિચાણવાળા વિસ્તારમાં પાણી...