Friday, January 31News That Matters

Month: July 2022

सरीगांव इंडस्ट्रीज में तथाकथित पत्रकार को पड़ी मार…!  

सरीगांव इंडस्ट्रीज में तथाकथित पत्रकार को पड़ी मार…!  

Gujarat, National
वलसाड में वापी, सरीगांव, उमरगांव इंडस्ट्रीज जॉन माना जाता है। यंहा काफी सारी औद्योगिक इकाइयां है। जिस में सरीगांव GIDC मैं एक कंपनी के बाहर निकल रहे प्रदूषित पानी का न्यूज़ बनाने गए you tube चेनल के पत्रकार को कंपनी संचालक ने पिट डाला।  इस तथाकथित मामले में सूत्रों के हवाले से मिली खबर अनुसार एक यूट्यूब चैनल के पत्रकार बनके जो आदमी कंपनी के बहार नाले में बह रहे प्रदूषित पानी का मोबाइल में वीडियो बना रहा था। उसने कंपनी सिक्युरिटी के साथ और कंपनी के कर्मचारी के साथ कंपनी के अंदर जा के शूटिंग करने की बहस की थी। सुनने में ये भी आया है कि इस आदमीने कंपनी संचालक को GPCB की भी धौस दी थी। जिस के बाद कंपनी मैनेजर के साथ कार में बैठ के फालतू बकवास करते हुए खबर नही चलाने के 1 लाख रुपये मांगे थे। मिली जानकारी में इस भाईसाब ने कंपनी संचालक के साथ उसके साथ और भी पत्रकार है। और प...
दमन में हुआ MARATHON और TUG of WAR स्पर्धा का शानदार आयोजन

दमन में हुआ MARATHON और TUG of WAR स्पर्धा का शानदार आयोजन

Gujarat, Most Popular, National
संघ प्रदेश दादरा नगर हवेली तथा दमण एवं दीव प्रशासन द्वारा आज़ादी का अमृत महोत्सव के उपलक्ष्य में संघ प्रदेश के क्रीड़ा संस्कृती विकास हेतु, दमन मैराथन और टग ऑफ़ वॉर स्पर्धा का आयोजन लाइट हाउस बिच पर किया था। मैराथन स्पर्धा में  800 प्रतिभागियों ने सहभाग लिया एवं टग ऑफ़ वॉर स्पर्धा में 25 टीम ने भाग लिया। मैराथन और टग ऑफ़ वॉर स्पर्धा  का परिणाम निम्नलिखित अनुसार है टग ऑफ़ वॉर स्पर्धा........ पुरुष विजेता – हेड ऑफ़ स्पोर्ट्स  उपविजेता – अस्पि Xl महिला विजेता – हेड ऑफ़ स्पोर्ट्स  उपविजेता – माछी महाजन  मैराथन स्पर्धा  - पुरुष विजेता – सान्तू कुमार उपविजेता – सत्यनारायण यादव तीसरा स्थान-अशीम कुमार  महिला विजेता – श्वेता उपविजेता –मितल पाटिल तीसरा स्थान-अर्चना कलोजिया बॉयज अंडर 19  विजेता – गौरव पाल उपविजेता –देवांग तन्देल तीसरा स्थान-बंटी कुमार गर्ल्स अंडर 19  विजेता – श्रुत...
વાપી પાલિકામાં રસ્તા પર પડેલા ખાડા માટે કોંગ્રેસના 12 કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ખાડાઓમાં વૃક્ષારોપણ કર્યું

વાપી પાલિકામાં રસ્તા પર પડેલા ખાડા માટે કોંગ્રેસના 12 કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ખાડાઓમાં વૃક્ષારોપણ કર્યું

Gujarat, National
વાપી નગરપાલિકા વિસ્તારમાં વરસેલા ભારે વરસાદમાં રસ્તાઓની હાલત ખાડામાં પરિણમી છે. વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે, વાપી શહેર કોંગ્રેસ સમિતિ અને મહિલા સમિતિ દ્વારા વોર્ડ નંબર 8 માં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે નવાઈની વાત એ હતી કે વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના 6 પુરુષ અને 6 મહિલા કાર્યકરો મળી માત્ર 12 કાર્યકરો જ ઉપસ્થિત રહ્યા હતાં. વાપી કોંગ્રેસ દ્વારા વાપીના પાલિકા વિસ્તારમાં આવેલ ચલારોડ, વાપી મચ્છી માર્કેટ, વાપી મેઈન બજાર રોડ, સ્ટેશન રોડ સહિત તમામ મુખ્ય માર્ગો પર વિરોધ પ્રદર્શન કરી રસ્તાઓમાં પડેલા ખાડાઓમાં વૃક્ષારોપણ કર્યું હતું. કોંગ્રેસના આગેવાન અને પાલિકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વાપીની જનતા રસ્તા પર ખાડા પડી ગયેલ હોવાથી ભારે ત્રાહિમામ પોકારી રહી છે. તેના વિરોધમાં વૃક્ષારોપણ કરીને વ...
સેલવાસમાં મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર બિહારની ચાદર ગેંગને પકડી ડુંગરા પોલીસે 9.27 લાખના મોબાઈલ ફોન અને રોકડ કબ્જે કરી

સેલવાસમાં મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર બિહારની ચાદર ગેંગને પકડી ડુંગરા પોલીસે 9.27 લાખના મોબાઈલ ફોન અને રોકડ કબ્જે કરી

Gujarat, Most Popular, National
સેલવાસ બસ સ્ટેશનની સામે આવેલ હોટલની બાજુમા એક મોબાઇલની દુકાનમાં મોબાઈલ ફોનની ચોરી કરી વાપી સેલવાસની બસમાં ભાગી રહેલ બિહારની ચાદર ગેંગના એક ચોરને પકડી ડુંગરા પોલીસે 9.27 લાખના 59 મોબાઈલ, 71,580 રૂપીયા રોકડા સહિત કુલ 10,04,080 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસને ચોર પાસેથી ચોરી કરાયેલ મોબાઇલ ફોન નેપાળમા વેચાણ કરવાની મોડસ ઓપરન્ડી ધરાવતા હોવાની વિગતો મળી છે. આ અંગે ડુંગરા પોલીસે બહાર પાડેલ અખબારી યાદી મુજબ પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રીપાલ શેષમાના જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા ખાસ એકશન પ્લાન તૈયાર કરી પરીણામલક્ષી કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારોને સૂચના આપી હતી. જે સુચના અન્વયે 16મી જુલાઈના ડુંગરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દાદરા ચેકપોસ્ટ ઉપર ફરજ ઉપર હતા. દરમ્યા...
આ વૃક્ષની કલાકૃતિની જેમ, ખાડાઓમાં ધબાય નમઃ થતા વાહનચાલકોની કૃતિઓ બનાવી સરકારને સંદેશ આપી શકાય કે નહીં?

આ વૃક્ષની કલાકૃતિની જેમ, ખાડાઓમાં ધબાય નમઃ થતા વાહનચાલકોની કૃતિઓ બનાવી સરકારને સંદેશ આપી શકાય કે નહીં?

Gujarat, Most Popular, National
વરસાદમાં ધ્વસ્ત થયેલા વૃક્ષમાંથી કલાકૃતિ બનાવી પર્યાવરણ નો સંદેશ આપી શકાય તો, વરસાદમાં રોડ પર પડેલા ખાડાઓમાં ધબાય નમઃ થતા વાહનચાલકો ની કૃતિઓ બનાવી સરકારને સંદેશ આપી શકાય કે નહીં? આ સવાલ એવા 2-4 મિત્રોએ કર્યો છે. જેને સમાચાર માટે ફોન કરી પૃચ્છા કરી.... જો કે ભૂકંપના આંચકા જેવા આ સવાલ સાથે વળી ઉમેર્યું કે આ વાત એટલે યાદ આવી કે હાલમાં દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદમાં નેશનલ હાઇવે હોઈ કે સ્ટેટ હાઇવે કે પછી પાલિકા-ગ્રામ્ય માર્ગો, તમામ માર્ગો હાલ બિસ્માર બન્યા છે. મસમોટા ખાડાઓ વાહનોને નુકસાન તો પહોંચાડે છે. પણ સાથે સાથે વાહનચાલકોના જીવ પણ લઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાં આ વર્ષે વરસાદમાં હાઇવે પરના ખાડાઓ લગભગ 4 લોકો માટે કાતિલ ખાડા બન્યા છે. તો અસંખ્ય વાહનચાલકો માટે ઘાયલ કરી હોસ્પિટલના બિછાને પહોંચાડનાર સાબિત થયા છે. બિસ્માર રસ્તાઓએ લોકોના મનમાં રસ્તામાં ખાડા છે કે ખાડા માં રસ્તો છે તે...

વાપી પાલિકાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, શનિ-રવિ પાણી પુરવઠો રહેશે બંધ

Gujarat, National
વાપી નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. પાણીની લાઈનમાં લીકેજ થતા તેની મરામત કરવાની નોબત આવી હોય શનિવાર બપોર બાદ થી લઈને રવિવાર સુધી જાહેર જનતાને પાણી પૂરું પાડી શકાશે નહીં.    આ અંગે વાપી  નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાપી નગરપાલિકા વિસ્તારમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડતી GRP લાઈનમાં દમણગંગા નદી નજીક સ્મશાન ભૂમિના સર્વિસ રોડ પર 900MM ડાયા GRP લાઈનમાં લીકેજ હોવાથી 16મી જુલાઈ બપોર થી લઈને 17મી જુલાઈ રવિવાર સુધી વાપીનો પાણી પુરવઠો બંધ રહેશે.   હાલ જે સ્થળે પાણીની પાઇપલાઇન માં લીકેજ થયું છે. ત્યાં 2 JCB ની મદદથી ખોદકામ કરી પાઇપલાઇન સાંધવાની કામગીરી હાથ ધરાઈ છે. મળતી વિગતો મુજબ અહીં ત્રણેક દિવસ પહેલા આ લીકેજ થયું હતું. જે દરમ્યાન ભારે વરસાદ હોય મરામતની કામગીરી કરી શકાય નહોતી. 3 દિવસમાં મોટાપાયે પાણીનો વેડફાટ કર...
વલસાડમાં દારૂની મહેફિલ સાથે બર્થ ડે પાર્ટીમાં વ્યસ્ત 27 નબીરાઓ પર પોલીસની તવાઈ

વલસાડમાં દારૂની મહેફિલ સાથે બર્થ ડે પાર્ટીમાં વ્યસ્ત 27 નબીરાઓ પર પોલીસની તવાઈ

Gujarat, National
વલસાડ જિલ્લાના વેલવાછ ગામમાં આવેલ એક મરઘાં ફાર્મમાં બર્થ ડે પાર્ટીની આડમાં ચાલતી હતી દારૂની મહેફિલ, રૂરલ પોલીસે રંગમાં ભંગ પાડી એક સગીર સહિત 27 નબીરાઓને 11 વાહનો 25 મોબાઇલ એક તલવાર મળી કુલ 4.66 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.  વલસાડ જિલ્લાના રૂરલ પોલીસ હદ વિસ્તારમાં LCBની ટીમે કાંજણહરિ ગામમાં વરસાદના વધામણા કરવા માટે સરપંચ દ્વારા આપવામાં આવેલી દારૂની પાર્ટીમાં એક સગીર સહિત 41 લોકો સામે કાયદાકીય કાર્યવાહીની ચકચારી ઘટના બાદ ફરી એક વાર વલસાડ રૂલર પોલીસની ટીમેં વેલવાછ અને કાકાડમતી ગામની વચ્ચે આવેલા કુંડી ફળિયાના એક મરઘા ફાર્મમાં બર્થડે પાર્ટીની આડમાં ચાલતી દારૂની મહેફિલમાંથી એક સગીર સહિત 27 યુવકોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા છે. વલસાડ રૂરલ પોલીસની ટીમેં બાતમીના આધારે કાકડમતી અને વેલવાછ વચ્ચે આવેલા અરવિંદભાઈ છનાભાઈ પટેલના મરઘાં ફાર્મમાં રેઇડ કરી હતી. જ્યાં આશિષ ...
વલસાડ બાદ નવસારીના પુર ગ્રસ્ત લોકો માટે વાપીની જમીયત ઉલમાએ ટ્રસ્ટ દ્વારા રિલીફ કીટ રવાના કરાઈ

વલસાડ બાદ નવસારીના પુર ગ્રસ્ત લોકો માટે વાપીની જમીયત ઉલમાએ ટ્રસ્ટ દ્વારા રિલીફ કીટ રવાના કરાઈ

Gujarat, National
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પુર રૂપી પાણીની કુદરતી આફતમાં વરસી છે. ત્યારે વાપીની જમીયત ઉલમાએ ટ્રસ્ટ પુરગ્રસ્તોના વહારે આવી છે. વલસાડમાં પુરગ્રસ્તોને અનાજ, પાણી, પ્લાસ્ટિકનું દાન કર્યા બાદ નવસારીમાં પુરગ્રસ્તો ને મદદરૂપ થવા શુક્રવારે સંસ્થા દ્વારા 100 અનાજની કીટ, દૂધ, પાણી, બિસ્કિટની કીટ તૈયાર કરી રવાના કરી હતી.  કહેવાય છે કે કોઈપણ કુદરતી આફત કે માનવસર્જિત આફતમાં મનુષ્ય બીજાને મદદરૂપ થતો રહેશે ત્યાં સુધી ઉપરવાળો મલિક પણ તેને મદદ કરતો રહેશે. કેમ કે જરૂરિયાતમંદ વ્યક્તિને મદદરૂપ થવું એ જ માનવતા ઇન્સાનિયત ની ખીદમત છે. ત્યારે હાલમાં જ વલસાડ જિલ્લામાં અને નવસારી જિલ્લામાં આવેલી પુર રૂપી કુદરતી આફત માં મોટી સંખ્યામાં લોકોએ પારાવાર મુશ્કેલી વેઠી છે. અનેક લોકોના ઘરનો તમામ સામાન અને જીવનભરની મૂડી પુરના પાણીમાં તણાઈ ગઈ છે. ત્યારે આવા પુરગ્રસ્તોની વહારે વાપીની જમીયત ઉલમાએ ટ...
વલસાડમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે, 3602 લોકોનું સ્થળાંતર

વલસાડમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે, 3602 લોકોનું સ્થળાંતર

Gujarat, Most Popular, National
પુરની સમસ્યામાંથી મુક્તિ મેળવવા પુલને 4 થી 5 મીટર ઉંચો બનાવવામાં આવશે.... વલસાડની જીવાદોરી સમાન ઔરંગા નદીમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પારવાર નુકશાન થયું હતું. જેથી ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વહીવટી તંત્ર સાથે પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સમીક્ષા બેઠક કરી હતી. જેમાં કુદરતી આપત્તિથી અસરગ્રસ્ત થયેલા લોકોનું જીવન ફરી ધબકતુ થાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.  છીપવાડ દાણા બજારમાં પણ ભારે ખાનાખરાબી થતા વેપારીઓ સાથે પણ મંત્રીએ મુલાકાત કરી સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. પુરના કારણે વલસાડમાં ભારે ખાનાખરાબી સર્જાતા રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ જમીની સ્થિતિ શું છે તે જાણવા માટે પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. બાદમાં વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક કરી હતી. વલસાડપારડીના કાશ્મીર નગર અને બરૂડિયાવાડમાં ...
અરબી સમુદ્રમાં ચક્રવાત, દમણ સહિત ગુજરાતના બંદર પર 3 નંબરનું સિગ્નલ

અરબી સમુદ્રમાં ચક્રવાત, દમણ સહિત ગુજરાતના બંદર પર 3 નંબરનું સિગ્નલ

Gujarat, Most Popular, National
ગુજરાત સહિત સંઘપ્રદેશ દમણમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અરબ સાગરમાં કચ્છના સમુદ્ર તરફથી લૉ પ્રેશર સાથે ચક્રવાત આગળ વધુ રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં 50 થી 65 કિમી ના ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે દમણ સહિત ગુજરાતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. તેમજ માછીમારો ને દરિયા નહીં ખેડવા સૂચના આપી છે. Government of India, Ministry of Earth Sciences India Meteorological Department, Meteorological Centre , અમદાવાદ દ્વારા આગામી 24 કલાકમાં અરબ સાગરમાં ભારે તોફાન સાથે 50 થી 65 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી માછીમારોએ દરિયો ખેડવો નહિ અને સચેત કરવા 3 નંબરનું સિગ્નલ દરિયા કાંઠે લગાવવાની સૂચના આપી છે. તમામ બંદરો પર સ્થાનિક ચેતવણી III (LCS - III) સિગ્નલ લગાવવામાં આવ્યું છે....... હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર ઉપર અને સૌરાષ...