Friday, October 18News That Matters

Month: July 2022

નારગોલ ગ્રામ પંચાયત દ્વારા વિનામૂલ્યે કચરાપેટી વિતરણ કરવામાં આવી

નારગોલ ગ્રામ પંચાયત દ્વારા વિનામૂલ્યે કચરાપેટી વિતરણ કરવામાં આવી

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ નારગોલ ગામ મત્સ્ય બંદર ધરાવવા સાથે સુંદર રમણીય દરિયા કિનારો ધરાવે છે. ત્યારે ગામની સ્વચ્છતા અને સુંદરતા જાળવવા કચરાપેટી વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં સ્થાનિકો કચરાપેટી લેવા માટે પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા. ઉમરગામ તાલુકાના નારગોલ ગામે ગ્રામ પંચાયત દ્વારા વિનામૂલ્યે કચરાપેટી વિતરણ કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના જાણીતા નારગોલ ગામને વધુ સ્વચ્છ બનાવવા માટે ગ્રામ પંચાયત નારગોલ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ગુરુવારના સવારે 11:00 કલાકે સરપંચ સ્વીટી યતીન ભંડારીની આગેવાની હેઠળ કચરાપેટી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નિમિત્તે ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ધાંગડા, તાલુકા પંચાયત સભ્ય દક્ષાબેન ધોડી, ઉપસરપંચ સંધ્યાબેન મહેર, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી કમ મં...
ઉમરગામ-નારગોલ દરિયા કિનારે ચોમાસામાં થઈ રહ્યું છે વ્યાપક દરિયાઈ ધોવાણ

ઉમરગામ-નારગોલ દરિયા કિનારે ચોમાસામાં થઈ રહ્યું છે વ્યાપક દરિયાઈ ધોવાણ

Gujarat, Most Popular, National
ચોમાસાની મોટી ભરતીના કારણે ઉમરગામ તાલુકાના નારગોલ, સરોન્ડા, તડગામ જેવા ગામોમાં વ્યાપક પ્રમાણમાં દરિયાઈ ધોવાણ થવા પામ્યું છે જેમાં કેટલાક રહેણાંક વિસ્તાર તેમજ વન વિભાગ હસ્તકની જમીનમાં વાવેલા વૃક્ષોને ભારે નુકસાની થવા પામી છે.  આ અંગે મળતી વિગતો મુજબ છેલ્લા એક અઠવાડિયાથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસતા સમગ્ર ઉમરગામ તાલુકામાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી. આજ સમયે દરિયાની ભરતી પણ મોટી હોવાના કારણે દરિયાઈ પટ્ટી પર આવેલ નારગોલ, સરોડા, તડગામ જેવા ગામોમાં કાંઠાનું ધોવાણ વ્યાપક બન્યું છે. નારગોલની ગામની વાત કરીએ તો નારગોલ માછીવાડ વિસ્તારમાં દરિયાઈ ધોવાણના કારણે ખૂબ મોટી નુકસાની સ્થાનિક લોકોને વેઠવી પડી છે. માછીમારી પ્રવૃત્તિ માટે વપરાતી જમીન દરિયાની અંદર ગરકાવ થઈ ચૂકી છે. નારગોલથી લઈ તડગામ સુધી આવેલ વન વિભાગની જમીન ઉપર દરિયાઈ મોજાએ સામ્રાજ્ય સ્થાપિત કરતા સેકડોની સંખ્યામાં શ...
દરિયાઈ ભરતી સાથે તણાઈને આવેલ પ્લાસ્ટિકનો કચરો જોઈ પર્યાવરણ પ્રેમીઓ ચિંતિત 

દરિયાઈ ભરતી સાથે તણાઈને આવેલ પ્લાસ્ટિકનો કચરો જોઈ પર્યાવરણ પ્રેમીઓ ચિંતિત 

Gujarat, Most Popular, National
ઉમરગામ તાલુકાના દરિયા કિનારે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો ફેલાયેલો જોવા મળી રહ્યો છે દરિયાઈ ભરતી સાથે તણાઈને આવેલ પ્લાસ્ટિકના કચરો જોઈ પર્યાવરણ પ્રેમીઓ ચિંતિત જોવા મળી રહ્યા છે. ભારત સરકાર દ્વારા પર્યાવરણના હિત માટે જાહેર આરોગ્યના હિત માટે અને પગલાં લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. વધતા જતા પ્લાસ્ટિકના વપરાશના કારણે પર્યાવરણ ઉપર માઠી અસર થઈ રહી છે. દર વર્ષે ચોમાસાની ઋતુના શરૂઆતમાં વરસાદી રેલમાં નદી કોતરો થઈ અને ગામ શહેરોનો કચરો દરિયાની અંદર પ્રવેશતો હોય છે જેમાં પ્લાસ્ટિકનો કચરો દરિયા કિનારે ભરતી સાથે આવતો હોય છે જે કેટલાક વર્ષોથી ખૂબ જ મોટા પ્રમાણમાં ઉમરગામ તાલુકાના નારગોલ, ઉમરગામ, મરોલી, જેવા વિસ્તારના દરિયા કિનારે જોવા મળતો હોય છે જે આ વર્ષે પણ પ્લાસ્ટિકનો કચરો નારગોલ, ઉમરગામ, તડગામ, સરોડા, મરોલી સહ...
ગામની સુરક્ષા માટે બહાર ગામથી આવતા અજાણ્યા લોકોને ઓળખ કાર્ડ આપવાની નારગોલ પંચાયતની અનોખી પહેલ

ગામની સુરક્ષા માટે બહાર ગામથી આવતા અજાણ્યા લોકોને ઓળખ કાર્ડ આપવાની નારગોલ પંચાયતની અનોખી પહેલ

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે ગ્રામ પંચાયત નારગોલ દ્વારા બહાર ગામથી આવતા અજાણ્યા લોકોને ઓળખ પત્ર આપવાની કામગીરીને વેગ અપાયો છે. ગ્રામ પંચાયત સરપંચ સ્વીટી યતીન ભંડારીની આગેવાની હેઠળ ગામના આગેવાનોના હસ્તે બહાર ગામથી આવતા લોકોને ઓળખ પત્ર આપવામાં આવ્યા હતાં.  ગ્રામ પંચાયત નારગોલ દ્વારા 2007 થી અવિરત ચાલી રહેલ ENTRY WITH I-CARD YOJNA ના વખાણ ખુદ તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યા હતા. ગામમાં કોઈ બહારના વ્યક્તિ આવી ગામની અંદર કોઈ ચોરી, લૂટ કે અન્ય ગુનાહિત પ્રવૃતિને અનજામ નહીં આપે તેની પૂરતી તકેદારી માટે ગ્રામ ગ્રામ પંચાયત નારગોલ દ્વારા વર્ષ 2006-07 માં તત્કાલિન સરપંચ યતીનભાઈ બી. ભંડારીના નેતૃત્વમાં “ગ્રામ સુરક્ષા સમિતિ”ની રચના કરવામાં આવી હતી જેમાં સ્થાનિક યુવાન યુવતીઓને ગ્રામ સુરક્ષા સમિતિના સ્વયં સેવક તરીકે ભરતી કરવામાં આવી હતી. ...
વાપીના દરેક મુખ્ય સ્થળને CCTV કેમેરાથી કરાશે સજ્જ, કાયદો વ્યવસ્થા જાળવવા તીસરી આંખ બનશે વધુ સતેજ

વાપીના દરેક મુખ્ય સ્થળને CCTV કેમેરાથી કરાશે સજ્જ, કાયદો વ્યવસ્થા જાળવવા તીસરી આંખ બનશે વધુ સતેજ

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લાના વાપીમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે 70 જેટલા CCTV લગાડવામાં આવ્યા બાદ વધુ 80 જેટલા CCTV લગાડવામાં આવશે. જે અંગે ગુરુવારે વલસાડ જિલ્લા પોલીસવડાએ VIA ના હોદ્દેદારો, પાલિકા પ્રમુખની હાજરીમાં VIA ખાતે એક પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ વાપી GIDC પોલીસ સ્ટેશન ખાતે તે અંગે ચર્ચા કરી હતી. પ્રતીકાત્મક તસ્વીર, સોર્સ:- ગૂગલ ઇમેજ વલસાડ જિલ્લામાં વાપી ઔદ્યોગિક વસાહત સૌથી મોટી વસાહત છે. સાથે જ વાપી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની સરહદને અડીને આવેલો પાલિકા તેમજ ઔદ્યોગિક વિસ્તાર છે. ગુજરાત મહારાષ્ટ્રને જોડતો નેશનલ હાઇવે પણ વાપીની માધ્યમથી પસાર થાય છે. ત્યારે આ સમગ્ર વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે, દરેક ગંભીર ઘટના પર તીસરી આંખની નજર રહે, તે માટે તમામ મુખ્ય રસ્તાઓ, ચોક, ભીડવાળા વિસ્તારમાં 70 જેટલા CCTV કેમેરા લગાડવામાં આવ્યાં છે. જો કે પરપ્રાંતીય વસ્તીથી ઉભરાતી વાપી ઔદ...
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓને કારણે ટાયર ફાટવાની ઘટનાઓમાં વધારો

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓને કારણે ટાયર ફાટવાની ઘટનાઓમાં વધારો

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લામાં ભારે વરસાદમાં વાહનોમાં થતા નુકસાનની ફરિયાદો ઉઠી છે. ધસમસતા પાણીના પ્રવાહમાં એકાદ બે વાહનો ફસાતા તેમના એન્જીનની મરામત તેમજ ઇલેક્ટ્રિક પાર્ટ્સ ડેમેજ થવાના કિસ્સા વચ્ચે માર્ગ પરના ખાડાઓએ વાહનચાલકોને ટાયરના વધુ ખર્ચ કરાવ્યા છે. હાઇવે પરના ખાડાઓએ વાહન ચાલકો ને 1200થી 50000 સુધીનો ખર્ચ કરાવ્યો છે. આ અંગે વાહનચાલક આશિષ ચોખાવાલાએ વસવસો ઠાલવતા જણાવ્યું હતું કે, હાઇવે પર પડેલા મસમોટા ખાડાઓને કારણે તેમની કારના 2 ટાયર ફાટી ગયા છે. જે બંને આઉટ ઓફ વોરંટી પિરિયડ હોય સીધો 16 હજારનો ખર્ચ થયો છે. તેના જેવા અન્ય અસંખ્ય વાહન માલિકો છે. જેમને માટે આ ખર્ચ અસહ્ય બન્યો છે. એટલે સરકારે આવા ખાડા માર્ગોનું વહેલી તકે સમારકામ કરવું આવશ્યક છે. ટોલ પ્લાઝા વાળા વાહનોનો ટોલ લે છે તો વાહન ચાલકોને સારા રસ્તાની સુવિધા પૂરી પાડવી જોઈએ. રસ્તા પર પડેલા ખાડા ને કારણે પરિવાર સાથે લાંબી મુસાફરી પર નીકળતા...
વલસાડ હાઇવે પર વરસાદમાં ખાડા માર્ગ બનેલા રસ્તાઓને કારણે વાહનમાં થતા નુક્સાનમાં વધારો

વલસાડ હાઇવે પર વરસાદમાં ખાડા માર્ગ બનેલા રસ્તાઓને કારણે વાહનમાં થતા નુક્સાનમાં વધારો

Gujarat, Most Popular, National
વરસાદમાં ખાડા માર્ગ બનેલા રસ્તાઓને કારણે વાહનમાં થતા નુક્સાનમાં વધારો નોંધાયો છે. વલસાડ જિલ્લામાં 4,10,313 દ્વિચક્રી વાહનો, 1,20,598 કાર, 35,234 ગૂડ્સ કેરિયર અને અન્ય વાહનો મળી અંદાજિત 6,24,134 RTO રજીસ્ટર્ડ વાહનો છે. જેના માટે વલસાડ જિલ્લાના આંતરિક માર્ગો અને નેશનલ હાઇવે પર વરસાદમાં પડેલા ખાડા ખર્ચના ખાડા બન્યા છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 17 દિવસમાં સરેરાશ 75 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેને કારણે તમામ ધોરીમાર્ગો અને આંતરિક રસ્તાઓનું ધોવાણ થયું છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે રસ્તા પર પડેલા ખાડાઓના કારણે જિલ્લાના વાહનોમાં થતા નુક્સાનમાં 30 ટકા જેટલો વધારો થયો છે. વલસાડ જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદમાં તમામ મુખ્ય માર્ગો અને નેશનલ હાઇવે ખાડા માર્ગ બન્યા છે. જિલ્લામાં સરેરાશ 75 ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તા પરના ખાડા જીવલેણ બનવા સાથે ખર્ચના ખાડામાં ઉતારનારા સાબિત...
વાપીના બિસ્માર માર્ગોનું દિલ્હીથી આવેલા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે ના રિજનલ ઓફિસરે નિરીક્ષણ કર્યું!

વાપીના બિસ્માર માર્ગોનું દિલ્હીથી આવેલા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે ના રિજનલ ઓફિસરે નિરીક્ષણ કર્યું!

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લાના વાપીથી ધરમપુર તરફના તેમજ વાપીથી સેલવાસ તરફના નેશનલ હાઇવે નંબર 56ની દુર્દશાના મીડિયામાં આવેલા અહેવાલો બાદ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે નવી દિલ્હીના રિજનલ ઓફિસરે વાપી આવી બિસ્માર રસ્તાઓની મુલાકાત લીધી હતી. તેમજ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. અધિકારીએ બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરવા તાકીદ કરી હતી.  વલસાડ જિલ્લામાં ભારે વરસાદમાં તમામ મુખ્ય માર્ગોનું ધોવાણ થયું છે. એમાં પણ વાપી થી સેલવાસ તરફ અને વાપી-ચણોદ થી ધરમપુર તરફ જતા નેશનલ હાઇવે નંબર 56 ના ખાડાઓની તસવીરો મીડિયામાં અને સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ દિલ્હીના અધિકારીઓ જાગ્યા છે. મંગળવારે વાપીમાં મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે નવી દિલ્હીના રિજનલ ઓફિસરે મુલાકાત લીધી હતી. રિજનલ ઓફિસરે સ્થાનિક અધિકારીઓને સાથે રાખી રોડ પર પડેલા મસમોટા ખાડાઓનું નિરીક્ષણ કરી PWD સર્કિટ હાઉસ ખ...
सरीगांव इंडस्ट्रीज में कंपनी मैनेजर को धमकाने वाले तथाकथित पत्रकार के खिलाफ भिलाड थाने में शिकायत…!

सरीगांव इंडस्ट्रीज में कंपनी मैनेजर को धमकाने वाले तथाकथित पत्रकार के खिलाफ भिलाड थाने में शिकायत…!

Gujarat, Most Popular, National
वलसाड के सरीगांव GIDC मैं एक कंपनी के बाहर निकल रहे प्रदूषित पानी का न्यूज़ बनाने गए you tube चेनल के पत्रकार के खिलाफ  कंपनी मैनेजरने भिलाड थाने में शिकायत की है। इस तथाकथित मामले में शिकायतकर्ता ने बताया है की इमरान नाम के एक व्यक्तिने अपने आप को 7स्टार न्यूज़ चैनल का पत्रकार बताते हुए सर्वाइवल टेक्नोलॉजीस प्राइवेट लिमिटेड कंपनी के गेट के सामने फोटोग्राफी और वीडियो ग्राफी कर रहा था। जंहा उस को कंपनी सिक्युरिटी और मेंटेनेंस मेँनेजर के पूछने पर कंपनी प्रदूषित पानी छोड़ रही है। ऐसा कहते हुए उसको धमकाया और दादागीरी की थी। युवकने कंपनी के मालिक को देख लेने की और GPCB में प्रदूषित पानी छोड़ने की शिकायत करने की भी बात कही थी। जिस के बाद युवकने कंपनी एडमिन मेनेजर अश्विनी तिवारी से इस मामले में बात की और 1 लाख रुपये मांगे जो देने से मेँनेजरने इन्कार कर दिया तो, उसक...
લોકોના વિરોધ બાદ NHAI એ NH-48 પર 6 ટીમને કામે લગાડી ખાડા પુરાણ કામગીરી હાથ ધરી!

લોકોના વિરોધ બાદ NHAI એ NH-48 પર 6 ટીમને કામે લગાડી ખાડા પુરાણ કામગીરી હાથ ધરી!

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે હાલ ખાડા માર્ગ બન્યો છે. જેનો વલસાડ જિલ્લામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા 6 ટીમને કામે લગાડી ખાડા પુરાણ નું કામ હાથ ધર્યું છે. જો કે સુરત થી ભિલાડ સુધીના અંદાજિત 130 કિલોમીટરમાં રોજ 12 કિલોમીટરના માર્ગ પર કામગીરી કરે તો પણ 10 દિવસ પહેલા આ ખાડા પુરાણ પતવાનું નથી અને એટલા દિવસમાં હાઇવે પર બીજા વાહનોની નુકસાની સહન કરવી પડશે. નેશનલ હાઇવે નંબર 48 પર ખાડાના કારણે અકસ્માત વધ્યા છે. મસમોટા ખાડા વાહનોમાં નુકસાન પહોંચાડે છે સાથે જ વાહનચાલકોના જીવ લઈ રહ્યા છે. તો કેટલાકને હોસ્પિટલના બિછાને પહોંચાડી રહ્યા છે.વલસાડ-નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે પર પડેલા મસમોટા ખાડાને કારણે 4 જેટલા લોકો મૃત્યુને ભેટ્યા છે. અન્યો અકસ્માતમાં ઘાયલ થઈ રહ્યા છે. વાહનોના ટાયર ફાટવાના, પંક્ચર પડવા, વાહનોમાં નુક...