જાણો…! દેશી દારુ… કેવી રીતે બની જાય છે લઠ્ઠો… અને કેમ સર્જાય છે લઠ્ઠાકાંડ……
રાજ્યમાં થયેલા નકલી દારૂના કાંડમાં (લઠ્ઠા કાંડ) 36 લોકોના મૃત્યુ થયા છે. શરાબ પ્યાસીઓને દારૂના નામે કેમિકલ આપી ઠગવામાં આવતા હતા, પરંતુ તે ખેલ ઉલ્ટો પડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં 50થી વધુ લોકોની તબિયત ખરાબ થઈ છે. હજૂ પણ મોતનો આંકડો વધી શકે છે, ત્યારે આપને જણાવીશું કે, શું છે આ દેશી દારુ? અને કેવી રીતે તે લઠ્ઠો બની જાય છે. જાણો તે અંગેની કેટલીક જાણી-અજાણી વાતો.....
સમગ્ર ગુજરાતનું એવુ ભાગ્યે જ કોઇ ગામ હશે કે જ્યાં દેશી દારુના બંધાણીઓ નહી હોય. તો ગુજરાતના તમામ શહેરોમાં દેશી દારુની હજારો ભઠ્ઠીઓ બેરોકટોક ધમધમી રહી છે. બોટાદ જિલ્લાના રોજીદ, ચોકડી, નભોઈ ગામ, અમદાવાદના ધંધુકા સહિતના લોકો આ કથિત કેમિકલકાંડનો ભોગ બન્યા છે.
આ તમામ ગામોમાં દેશી દારૂની આડમાં કેમિકલ વેંચવામાં આવતું હતું. આ મિથેનોલ આલ્કોહોલ નામના કેમિકલમાં પાણી ભેળવીને શરાબની લતે ચડેલાઓને આપવામાં આ...