વલસાડ જિલ્લાના પારડી ખાતે ભાજપનો સક્રિય કાર્યકર્તાઓને લાઇવ સંબોધન અને કાર્ડ વિતરણ કાર્યક્રમ, ભગવા ટોપીમાં સજ્જ જોવા મળ્યા કાર્યકર્તાઓ!
વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ વલસાડ જીલ્લા ભાજપ પ્રભારી શિતલબેન સોનીની ઉપસ્થિતિમાં તથા જીલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાના માર્ગદર્શન હેઠળ પારડીના ધીરૂભાઇ નાયક સત્સંગ હોલ ખાતે વલસાડ જીલ્લાના કાર્યકર્તાઓને લાઇવ સંબોધન અને કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કાર્યકરોને ભગવા રંગની ટોપીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
ભગવા ટોપીમાં હોલ કેસરિયા રંગમાં જોવા મળ્યો હતો. જો કે હોલમાં મહાનુભાવોના સંબોધન વખતે હોંશે હોંશે ટોપી પહેરી બેસેલા કાર્યકરોમાં કેટલાકે ગણતરીની હાજરી આપી બહાર નીકળી ટોપી ખિસ્સામાં મૂકી ચાલતી પકડી હતી. કેટલાકે શરમના માર્યા પણ કાર્યક્રમ સ્થળની બહાર નીકળતા જ ટોપી ખિસ્સામાં મૂકી દીધી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ ભાજપની ઐતિહાસિક સાફલ્યા ગાથા વર્ણવી ન...