Thursday, December 5News That Matters

Month: April 2022

વલસાડમાં આઠ મહિના અગાઉ કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ જપ્ત કરી સીલ કરેેેલી ગોલ્ડન કેમિકલ કંપનીમાં આગ લાગી!

વલસાડમાં આઠ મહિના અગાઉ કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ જપ્ત કરી સીલ કરેેેલી ગોલ્ડન કેમિકલ કંપનીમાં આગ લાગી!

Gujarat, National
વલસાડ તાલુકાના કુંડી હાઇવેના ઓવરબ્રિજ પાસે આવેલી ગોલ્ડન કેમિકલ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે વલસાડ અને અતુલ  કંપનીના ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર બે કલાકના ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.   આઠ મહિના અગાઉ MD ડ્રગ્સ પકડાયા બાદ સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર વલસાડ તાલુકાના કુંડી ઓવરબ્રિજ હાઈવે ઉપર આવેલ શરદ પટેલની ગોલ્ડન કેમિકલ નામની બંધ કંપનીમાં આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી ગઇ હતી. આ કંપનીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયા બાદ પોલીસે કંપનીને સીલ કરી દીધી હતી ત્યારે બપોરે અચાનક કંપનીમાં આગ લાગી હતી. આગના વિકરાળ સ્વરૂપમાં આખી કંપની બળી ને ખાખ થઈ ગઈ હતી. આજુબાજુના લોકો એ આગ પર કાબુ મેળવવા માટે પાણીનો છંટકાવ કર્યો હતો પણ આગ ન બુઝાતા સ્થાનિકોએ વલસાડ ફાયર બ્રિગેડ ની ટીમને ફોન કર્યો હતો ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર ક...
ઉમરગામ નજીક રેલવે ટ્રેક પર પથ્થર મૂકવાની ઘટના બાદ તપાસનો ધમધમાટ, બાન્દ્રા વાપી પેસેન્જર ટ્રેનના એન્જીનનું કેટલ ગાર્ડ તૂટી જતા નુકસાન થયું હતું.

ઉમરગામ નજીક રેલવે ટ્રેક પર પથ્થર મૂકવાની ઘટના બાદ તપાસનો ધમધમાટ, બાન્દ્રા વાપી પેસેન્જર ટ્રેનના એન્જીનનું કેટલ ગાર્ડ તૂટી જતા નુકસાન થયું હતું.

Gujarat, National
વલસાડ જિલ્લામાં ત્રણેક મહિના પહેલા અતુલ નજીક રેલવે ટ્રેક પર સિમેન્ટનો થાંભલો મૂકી ટ્રેનને પાટા પરથી ઉતારવાની ગંભીર ઘટના બાદ ઉમરગામ નજીક રેલવે ટ્રેક પર પથ્થર મૂકી ફરી ટ્રેન ને ઉથલાવવવાની ઘટનાનું પુનરાવર્તન થતા પોલીસે અને રેલવે વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ રેલવે સ્ટેશન નજીક બુધવારે કોઇ ઇસમે રેલવેના પાટા ઉપર પથ્થર મૂકી દેતા ત્યાંથી પસાર થતી બાન્દ્રા-વાપી પેસેન્જર ટ્રેન સાથે અકસ્માત થયો હતો. જેમાં એન્જીનનું કેટલ ગાર્ડ તૂટી જતા બનાવ અંગે લોકો પાયલોટે રેલવે સ્ટેશનને જાણ કરી હતી. બનાવ અંગે અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ હતી. ઘટના અંગે વાપી રેલવે સ્ટેશને આરપીએફમાં ફરજ બજાવતા રાકેશકુમાર શર્માએ બુધવારે વાપી રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, બાન્દ્રા-વાપી પેસેન્જર ટ્રેનના એન્જીન સાથે ઉમરગામ રેલવે સ્ટેશનથી મુંબઇ તરફ જતા ટ્રેક પર એક...
વાપી નગરપાલિકા ગીતાનગર વિસ્તારના મુખ્ય માર્ગને પહોળો કરશે સામાન્ય સભામાં વિપક્ષને સહકાર આપવા અપીલ!

વાપી નગરપાલિકા ગીતાનગર વિસ્તારના મુખ્ય માર્ગને પહોળો કરશે સામાન્ય સભામાં વિપક્ષને સહકાર આપવા અપીલ!

Gujarat, National
વાપી નગરપાલિકામાં 30 મી એપ્રિલે પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભામાં પ્રમુખ કાશ્મીરા શાહ, ચીફ ઓફિસર, કારોબારી ચેરમેનની અધ્યક્ષતામાં ઉપસ્થિત સભ્યો સમક્ષ ગત સામાન્ય સભાના વિવિધ કામોને બહાલી અપાઈ હતી. જો કે કેટલાક વિસ્તારમાં પાણીની તંગી ઉભી થવા મામલે તેમજ મિલકત વેરામાં કરેલા 10 ટકાના વધારા માટે વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. વાપી નગરપાલિકાના સભા ખંડમાં યોજાયેલ સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈ અને ચીફ ઓફિસર શૈલેષ પટેલે નગરસેવકો સાથે વિકાસના કામો અંગે ચર્ચા કરી મહત્વના કામોને બહાલી આપી હતી. જેમાં હાલમાં મિલ્કતવેરામાં 10 ટકાનું રિબેટ આપ્યા બાદ 10 ટકા ટેક્સમાં વધારો કરી દેવાની વાત ને લઈને વિપક્ષી નેતા ખંડું ભાઈ પટેલે વિરોધ નોંધાવ્યો હતો. જો કે પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને જણાવ્યું હતું કે આ વધારો 6 વર્ષ બાદ સરકારના ઓડિટ આધારે કરવામાં ...
પોર્ટુગલના નકલી પાસપોર્ટ સાથે મુંબઈથી લંડન અને ત્યાથી પોર્ટુગલ જવાની પેરવી કરતા દમણના યુવકને ATSની ટીમે ઝડપી પાડ્યો

પોર્ટુગલના નકલી પાસપોર્ટ સાથે મુંબઈથી લંડન અને ત્યાથી પોર્ટુગલ જવાની પેરવી કરતા દમણના યુવકને ATSની ટીમે ઝડપી પાડ્યો

Gujarat, National
વિદેશ જવાના મોહમાં અનેક યુવાનો નકલી પાસપોર્ટ બનાવીને કે અન્ય કોઈ કિમીયા શોધીને વિદેશ જવાની કોશિશ કરતા હોય છે. જેમાં ક્યારેક પોલીસ કે અન્ય એજન્સીના હાથે ઝડપાયા બાદ જેલની હવા ખાવી પડે છે. આવા જ એક દમણના ભેજાબાજ યુવાનની ગુજરાત ATS ની ટીમે ધરપકડ કરી છે. ગુજરાત ATSની ટીમે પોર્ટુગલના નકલી પાસપોર્ટ સાથે દમણથી મુંબઈ અને મુંબઈથી લંડન થઈ પોર્ટુગલ જવાની તૈયારી કરતા શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.  ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી કે, દમણનો શખ્સ પોર્ટુગલના નકલી પાસપોર્ટ સાથે દમણથી રોડ માર્ગે મુંબઇ એરપોર્ટ પહોંચી ત્યાંથી ફ્લાઈટમાં લંડન જવાનો છે. જ્યાથી પોર્ટુગલ જશે. જે બાતમી આધારે ગુજરાત ATSની ટીમે દમણ- મુંબઈ રોડ ઉપરથી ગણેશ ટંડેલ નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. દમણ ખાતે રહેતા અને પોર્ટુગલનો નકલી પાસપોર્ટ ધારક ગણેશ ટંડેલ દમણથી મુંબઇ એરપોર્ટ અને ત્યાંથી લંડન બાદ ...
વલસાડ સીટી પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારના મોગરવાડી માં 5 સ્થળે તાળા તૂટયા

વલસાડ સીટી પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારના મોગરવાડી માં 5 સ્થળે તાળા તૂટયા

Gujarat, National
વલસાડ શહેરમાં ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગત રાતમાં વલસાડ સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મોગરવાડી માં એક સામટા 5 સ્થળે તાળા તૂટયા હતા. ચોરીની આ ઘટનામાં એક ઘરનાં CCTV પણ વાયરલ થયા હતાં. જેમાં 3 ચોર બિન્દાસ્ત એક ઘરમાં પ્રવેશ કરી 1.50 લાખની મતાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતાં. આ અંગે મળતી વિગતો મુજબ વલસાડ શહેરના સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોગરાવાડીના ગૌરી નગરના બે મકાનોમાં, નાથુભાઇ કોમ્પલેક્ષ, મગન કાકાની વાડી, રેલ્વે ગટર લાઇન એમ કુલ પાંચ મકાનોમા એકજ રાત્રે બંધ ઘરોનાં તાળા તોડી ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ચેલેન્જ ફેંકી હતી. ચોર ટોળકીની તસ્કરી કરતી ઘટના એક કોમ્પ્લેક્સ માં રાખવામાં આવેલ સીસીટીવી માં કેદ થઈ હતી. જેમાં 3 ચોર એક બંધ મકાનના મુખ્ય ગેટને કૂદી પેસેજમાં પ્રવેશ કરે છે. જે બાદ એક ચોર ગેટ પાસે નીચે બેસીને અવતાજતા લોકો પર નજર રાખે છે. જ્યારે 2 ચોર વિવિધ ઓઝારોની ...
વલસાડમાં ખનીજ વહન કરતા વાહનોનું ચેકીંગ હાથ ધરી 5.51 લાખનો દંડ વસુલ્યો, એક ક્વોરી સામે પણ તપાસ હાથ ધરી

વલસાડમાં ખનીજ વહન કરતા વાહનોનું ચેકીંગ હાથ ધરી 5.51 લાખનો દંડ વસુલ્યો, એક ક્વોરી સામે પણ તપાસ હાથ ધરી

Gujarat, National
વલસાડ જિલ્લામાં કલેકટરના માર્ગદર્શન હેઠળ 3 પ્રાંત અધિકારીઓ, આઠ મામલતદાર સહિત જિલ્લાઆની તમામ મહેસુલી કચેરીઓના 60થી વધુ અધિકારીઓ, કર્મચારીઓની 8 ટીમની રચના કરી સમગ્ર વલસાડ જિલ્લાના ખનીજ ઉત્પાદન અને વહન કરતાં વિસ્તારોમાં તથા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ગેરકાયદેસર ખનિજ વહન કરતા વાહનો ની વહેલી સવારે પાંચ વાગ્યાથી આકસ્મિક ચકાસણી હાથ ધરી હતી. જેમાં વિવિધ કાયદાઓની જોગવાઇઓના ભંગ બદલ 5.51 લાખ રૂપિયાનો દંડ સ્થળ પરથી જ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ એક ક્વોરી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે ધરમપુર તાલુકાના નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે અખબારી યાદી બહાર પાડી વિગતો આપી હતી કે, વલસાડ જિલ્લાના 3 પ્રાંત અધિકારીઓ, આઠ મામલતદાર સહિત જિલ્લાઆની તમામ મહેસુલી કચેરીઓના 60થી વધુ અધિકારીઓ, કર્મચારીઓની 8 ટીમની રચના કરી શુક્રવારે વહેલી સવારે 5 વાગ્યાથી જિલ્લાના અલગ અલગ સ્થળો પર તે...
પારડી તાલુકાના ગોઈમાં ગામેં હાયપાવર પ્રોજેક્ટના વિરોધમા અનંત પટેલના પ્રહારો, આ સરકાર લુલી, બેહરી, આંધળી અને ચોર છે.

પારડી તાલુકાના ગોઈમાં ગામેં હાયપાવર પ્રોજેક્ટના વિરોધમા અનંત પટેલના પ્રહારો, આ સરકાર લુલી, બેહરી, આંધળી અને ચોર છે.

Gujarat, National
ગુરુવારે 28મી એપ્રિલે પારડી તાલુકાના ગોઈમાં ગામેં હાઇપાવર પ્રોજેક્ટના વિરોધમા મુખ્યમંત્રીને ઉદ્દેશીને પારડી મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક પ્રોજેક્ટ બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી. ઢોલ-નગારા-DJ ના તાલે હાથમાં વિરોધ ના બેનર અને સૂત્રો સાથે નીકળેલ વિરોધ રેલીમાં વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતાં. હાઈપાવર સ્ટેશનના વિરોધમાં રેલી સ્વરૂપે પારડી મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કરતી વખતે અનંત પટેલે જણાવ્યું હતું કે, તે ગુજરાત નોં ધારાસભ્ય છે. અને સમાજને પડતી મુશ્કેલીઓને વાચા આપવી તેની ફરજ છે. આદિવાસી લોકોની કોઈપણ સમસ્યા હશે તે ઉભો રહેશે અહીં પણ આદિવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. એને માટે લડત લડવાની આંદોલન કરવાની તેની ફરજ છે. અનંત પટેલે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આ સરકાર લુલી, બેહરી, આંધળી અન...
ઇન્ડિયાપાડામાં ત્રીનેશ્વર ખાતે 10.50 કરોડના 51 શક્તિપીઠના નિર્માણ માટે શિવમહાપુરાણ કથાનું આયોજન

ઇન્ડિયાપાડામાં ત્રીનેશ્વર ખાતે 10.50 કરોડના 51 શક્તિપીઠના નિર્માણ માટે શિવમહાપુરાણ કથાનું આયોજન

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લાના ભિલાડ નજીક આવેલ ઇન્ડિયા પાડા ખાતે ભક્તોની આસ્થાના પ્રતીક સમાં ત્રીનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં 10.50 કરોડના ખર્ચે 51 શક્તિપીઠ, ગૌશાળા, અન્નક્ષેત્ર, ધર્મશાળાના નિર્માણ માટે મંદિરના પૂજારી ગજું મહારાજ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા વિદ્વાન 4 પંડિતબંધુઓના મુખેથી આ સંગીતમય કથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત થઈ રહ્યા છે. ભિલાડ નરોલી માર્ગ પર આવેલ ઇન્ડિયા પાડા ખાતે શિવભક્ત ગજું મહારાજ દ્વારા ભવ્ય ત્રીનેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર ભોળાનાથના ભક્તો માટે દિવસોદિવસ આસ્થાના પ્રતીક તરીકે વિખ્યાત થઈ રહ્યું છે. ત્યારે અહીં જ 51 શક્તિઓનું શક્તિપીઠ બને, ભક્તો માટે રહેવાની વ્યવસ્થા સાથેની ધર્મશાળા બને, અન્નક્ષેત્ર બને, ગૌશાળા બને, કન્યાઓના શિક્ષણ માટે શિક્ષણ સંકુલ બને તેવા ઉદેશ્ય સાથે તેના નિર્માણ પહેલા 27...
ઇદ-ઉલ-ફિત્ર નિમિત્તે જમીયત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટ દ્વારા 400 જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટનું વિતરણ કર્યું

ઇદ-ઉલ-ફિત્ર નિમિત્તે જમીયત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટ દ્વારા 400 જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટનું વિતરણ કર્યું

Gujarat, National
  હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો પવિત્ર મહિનો છે. આ મહિનામાં દાનનો મહિમા છે. એ જ રીતે અન્ય ધર્મમાં વર્ષ દરમ્યાન એક મહિનો દાન નો મહિનો ગણવામાં આવે છે. હાલ મુસ્લિમ સમાજ માટે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે રમઝાનના માસ બાદ મનાવાતા ઇદ ઉલ ફિત્ર માં દરેક મુસ્લિમ પરિવાર ઉત્સાહભેર ઇદની નમાઝ પઢી ઉજવણી કરી શકે તેવા ઉદેશયથી વાપીના અફસાના માર્કેટ નજીક આવેલ મસ્જીદ એ ઉંમર ખાતે જમીયત ઉલમાં એ હિન્દ ટ્રસ્ટ વાપી દ્વારા 400 જરૂરિયાતમંદ મુસ્લિમ પરિવારોને રાશન કિટનું વિતરણ કર્યું હતું.     હાલમાં મુસ્લિમોનો પવિત્ર મહિનો રમઝાન ચાલી રહ્યો છે. આ મહિનામાં ગરીબો, અનાથ, વિધવા મહિલાઓને જરૂરી મદદ કરવાનું ફરમાન છે. ત્યારે, વાપીના અફસાના માર્કેટ નજીક આવેલ મસ્જીદ એ ઉંમર ખાતે જમીયત ઉલમાં એ હિન્દ ટ્રસ્ટ વાપી દ્વારા 400 જરૂરિયાતમંદ મુસ્લિમ પરિવારોને રાશન કિટનું વિતરણ કર્યું હતું. આ અંગે ટ્...
દમણના કોસ્ટગાર્ડ એર સ્ટેશનમાં દેખાયેલ દીપડાના CCTV ફૂટેજ વાયરલ થયા

દમણના કોસ્ટગાર્ડ એર સ્ટેશનમાં દેખાયેલ દીપડાના CCTV ફૂટેજ વાયરલ થયા

Gujarat, National
સંઘપ્રદેશ દમણમાં આવેલ દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન પાસે મંગળવારે સવારે દિપડો દેખાયો હતો. જેની પ્રશાસનને જાણ કરવામાં આવતા પ્રશાસને વન વિભાગ અને કોસ્ટ ગાર્ડ એર સ્ટેશનને ચાંપતી નજર રાખવાની સૂચના આપ્યા બાદ આ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર અવરજવર કરતા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરતી અખબારીયાદી બહાર પાડવામાં આવી છે. તો, દીપડાના CCTV ફૂટેજ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. દમણમાં દુણેઠા-દલવાડા માર્ગ પર કોસ્ટ ગાર્ડ નું એરસ્ટેશન આવેલ છે. આ એર સ્ટેશન ની ફરતે લોખંડની કાંટાળી ઝાળીમાંથી પ્રવેશ કરતો એક દીપડો કોસ્ટગાર્ડ કર્મચારીઓએ જોયો હતો. જે અંગે તાત્કાલિક અન્ય કર્મચારીઓને સાવચેત કરી વનવિભાગ અને કલેકટર કચેરીમાં જાણકારી આપી હતી. જે જાણકારી આધારે પ્રશાસને વનવિભાગ અને કોસ્ટગાર્ડને દીપડાની ગતિવિધિ પર નજર રાખવાની સૂચના આપી છે. તેમજ આ વિસ્તારમાં રહેતા અને અવરજવર કરતા નાગરિકોને, પ્રવાસીઓને ચેતવણી આપવામાં આ...