DNH ના દૂધની ચોકીપાડામાં સ્થાનિકોએ 39 વર્ષ જુના રસ્તાની જાતે જ મરામત કરી “જાત મેહનત જિંદાબાદ”ના સૂત્રને સાર્થક કર્યું!
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દૂધની ગામે 39 વર્ષથી તંત્રને અનેક રજૂઆતો કર્યા બાદ પણ સ્મશાન માટે નો 400 મીટરનો માર્ગ ડામર માર્ગ નહિ બનાવી આપતા આખરે ગામલોકોએ જાતે જ આવાગમન માટે કાચો માર્ગ તૈયાર કરી ઘરે ઘરે રોડ...... અને ગરીબો ની બેલી સરકાર... ના બણગાં ફૂંકતા તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે.
દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તાર એવા દુધની ગામના ચોકીપાડા, દેવીપાડા, મેડસિંગી, જૈટી, ટોકરપાડા આ બધા ફળિયામા 5398 જેટલા લોકો વસવાટ કરે છે. ફળિયાના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમા મરણ પ્રસંગે સ્મશાનમા જવા માટે ઘણી જ સમસ્યા છે. ઘણા વર્ષો વીતી ગયા 1983થી 2022સુધી હાલ 39વર્ષ પુરા થયા છતા પણ દૂધની ચોકીપાડામા આવેલ સ્મશાનનો રોડ જે ચારસો મીટર છે તે હજી સુધી બન્યો નથી.
આ વિસ્તારમા રહેતા લોકોને અવારનવાર તકલીફનો સામનો કરવો પડે છે તે બાબતને ધ્યાનમા લઈને ગ્રામજનોએ એકજુટ થઇ એમના ઘર...