વાપીના મોરાઈ ગામે “વિરાંજલી” એક શામ શહીદો કે નામ કાર્યક્રમમાં જુના જનસંઘી મનુભાઈ દેસાઈના પરિવારનું સન્માન કરાયું
વાપી નજીક મોરાઈ ગામે વાપી ભાજપ યુવા મોરચા દ્વારા "વિરાંજલી" એક શામ શહીદો ને નામ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈ, પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરી સહિત જિલ્લા ભાજપના આગેેેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેશમાં આઝાદીના 75માં અમૃતવર્ષ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત 23મી માર્ચથી શહિદ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના યુવાનોમાં દેશદાઝની ભાવના કેળવાય, આઝાદી માં યોગદાન આપનાર વીર સપૂતોને યાદ કરી શકાય તે ઉદેશય આ કાર્યક્રમનો હતો.
વાપી નજીક મોરાઈ ગામે વાપી તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા શહિદ સપ્તાહની ઉજવણી અંતર્ગત "વિરાંજલી" એક શામ શહીદો ને નામ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં આઝાદીના 75માં અમૃતવર્ષ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત 23મી માર્ચથી શહિદ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના યુવાનોમાં દેશદાઝની ભાવના કેળવ...