વાપી GIDC પોલીસ મથકમાં નોંધાઇ સદિયા સામે ધાકધમકી-જાનથી મારી નાખવાની ફરિયાદ
વાપી નજીક કોચરવા ગામે રહેતો અને વાપી GIDC માં મારામારી, ધાકધમકી આપવાના તેમજ પૈસા વસૂલી, જમીન પડાવવી જેવા ગુન્હામાં સંડોવાયેલ શરદ ઉર્ફે સદીયો દયાળ પટેલ અને તેના સાગરીતો સામે ક્રેનનો ધંધો કરતા તેમના જ ફળિયાના યુવકને જાનથી મારી નાખવાની ધમકી અને ઢીક્કા મુકી નો માર માર્યો હોવાની ફરિયાદ GIDC પોલીસ મથકમાં નોંધાઇ છે.
વાપી GIDC પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ વાપી GIDC વિસ્તારમાં ફોરકલીપ અને ક્રેનથી લોડીંગ અનલોડીંગનું કામ કરતા હરિઓમ ફોરકલીપ એન્ડ ક્રેન સર્વિસના માલિક નિતિન ધીરૂ પટેલે ફરિયાદ નોંધાવી છે કે, તે વાપી GIDCમાં આવેલી અલગ અલગ કંપનીઓમાં 8 વર્ષથી લોડિંગ અનલોડીંગનું કામ કરે છે. જ્યારે સદીયો ઉર્ફે શરદ પટેલ છેલ્લા દોઢ વર્ષથી ક્રેન લઈ અલગ અલગ કંપનીઓમાં કામ કરતા અન્ય ક્રેન સર્વિસના માલિકોને ડરાવી ધમકાવી કંપનીઓના કોન્ટ્રાકટ છીનવી રહ્યો છે.
હાલમાં નીતિન પટેલ પણ જે કંપ...