Friday, October 18News That Matters

Month: July 2021

બલિઠા બાયપાસ : વાપીમાં ટ્રાફિકનું ભારણ હળવું કરવાનો આ છે અફલાતૂન આઈડિયા

બલિઠા બાયપાસ : વાપીમાં ટ્રાફિકનું ભારણ હળવું કરવાનો આ છે અફલાતૂન આઈડિયા

Gujarat, National
વાપી :- વાપીમાં દિવસો દિવસ ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. વાપી GIDCના ઔદ્યોગિક એકમો, સેલવાસ-દમણ અને મુંબઈ અમદાવાદ તરફનો વાહન વ્યવહાર વાપીમાં ટ્રાફિક સમસ્યા માટે મુખ્ય કારણ છે. ત્યારે વાપીમાં આ સમસ્યા હલ કરવા માટેનો એક એફલાતુંન આઈડિયા છે. જેનો અમલ થાય તો વાપીમાં ટ્રાફિક સમસ્યાને હળવી કરી શકાય તેમ છે. વાપીમાં ઔદ્યોગિક એકમોને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ફુલ્યો ફાલ્યો છે. હાઇવે પર સર્વિસ રોડ પર મોટા મોટા ટોલા પાર્ક કરી દેવાને કારણે સલવાવથી ગુંજન સુધીનો સર્વિસ રોડ પાર્કિંગ રોડ બન્યો છે. એ ઉપરાંત વાપી ચારરસ્તા, VIA ચાર રસ્તા, ભડકમોરા, ચણોદમાં વાહન લઈને જવું એટલે માથાનો દુખાવો છે. એવી જ વાપી ટાઉનની હાલત છે. વાપી દમણ માર્ગ પર રેલવે બ્રિજ દિવસના પિક અવર સમયમાં મોટેભાગે વાહનોની કતારોથી જામ રહે છે. આ તમામ સમસ્યા અંગે વર્ષોથી નિવેડો લાવવાની ગુલબાંગો પોકારવામાં આવે છે. પરંતુ વહીવટી તંત્ર અને ...
2022માં Chandrayaan-3 લોન્ચ થવાની સંભાવના–ડૉ. જિતેન્દ્ર સિંહ

2022માં Chandrayaan-3 લોન્ચ થવાની સંભાવના–ડૉ. જિતેન્દ્ર સિંહ

Gujarat, National, Science & Technology
PIB Ahmedabad કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) Science & Technology, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) Earth Sciences; MoS PMO, Personnel, Public Grievances, Pensions, Atomic Energy and Space (પૃથ્વી વિજ્ઞાન, પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, લોક ફરિયાદ, પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ) ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે Chandrayaan-3નો 2022ના ત્રીજા ત્રિમાસિક દરમિયાન સામાન્ય કાર્ય પ્રવાહ માનતા લોન્ચ કરવાની સંભાવના છે.  28મી જુલાઈએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં આ વાત ડૉ. જીતેન્દ્ર સિંહે કહી હતી. તેમણે વિસ્તાર પૂર્વક કહ્યું હતું કે ચંદ્રયાન-3ને સાકાર કરવાની કાર્ય પ્રગતિમાં છે. ચંદ્રયાન-3 ની રૂપરેખાંકનનું અંતિમ સ્વરૂપ, ઉપ-સિસ્ટમની રજૂઆત, એકીકરણ, અંતરિક્ષ યાન સ્તરની વિગતવાર તપાસ અને પૃથ્વીના પ્રણાલીના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે કેટલાક ખાસ પરીક્ષણો સામેલ છે. ...
Save Water-River Link જેવા કાગળ પરના પ્રોજેકટને કારણે દક્ષિણ ગુજરાતની નદીઓમાંથી ચોમાસામાં વેડફાય છે અબજો લીટર પાણી

Save Water-River Link જેવા કાગળ પરના પ્રોજેકટને કારણે દક્ષિણ ગુજરાતની નદીઓમાંથી ચોમાસામાં વેડફાય છે અબજો લીટર પાણી

Gujarat, National, Science & Technology
વલસાડ :- દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ વલસાડ જિલ્લામાં તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ચોમાસાની ઋતુ એટલે મબલખ આકાશી પાણી વરસવાની ઋતુ. જો કે અનેક નાનીમોટી નદીઓ, ઝરણાં અને ડેમ ચોમાસામાં આ વિસ્તારમાં છલકાયા વિના રહેતા નથી. આ બધું જ પાણી તે બાદ જળસંચયના યોગ્ય આયોજનના અભાવે દર વર્ષે અરબસાગર માં ભળી જાય છે. આ વર્ષે પણ આવું અબજો લીટર પાણી દરિયામાં વહી ગયું છે. અને વહી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના નવસારીની પૂર્ણાં નદીથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની તુમ્બ નદી સુધીમાં અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા, દારોઠા જેવી ડઝનથી વધુ નદીઓ દક્ષિણ ગુજરાતની બારેમાસ વહેતી નદીઓ છે. આ નદીઓ ચોમાસા દરમ્યાન ગાંડીતુર બને છે. અને તેમાં વહેતુ અબજો લીટર પાણી દર વર્ષે અરબસાગરમાં ભળી જાય છે. એમાં પણ ડાંગ, વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વરસાદી પાણી મેળવતા ગુજરાતના મહત્વના પ્રદેશ છે. ...
ગુજરાતના કચ્છના રણમાં આવેલું ધોળાવીરા ભારતનું 40મું World Heritage સ્થળ

ગુજરાતના કચ્છના રણમાં આવેલું ધોળાવીરા ભારતનું 40મું World Heritage સ્થળ

Gujarat, National, Science & Technology
PIB Ahmedabad :- ભારતે રજૂ કરેલા ગુજરાતના કચ્છના રણમાં આવેલાં હડપ્પન નગર ધોળાવીરાને Unesco ના World Heritage List-વિશ્વ ધરોહર યાદીમાં અંકિત કરવામાં આવ્યું છે. ભારતે જાન્યુઆરી 2020માં World Heritage center ને ધોળાવીરા- એક હડપ્પા નગર માટે નૉમિનેશનનું ડૉઝિયર સુપરત કર્યું હતું. આ સ્થળ 2014થી યુનેસ્કોની હંગામી યાદીમાં હતું. ધોળાવીરા એ આજથી ત્રીજી કે મધ્ય બીજી સહસ્ત્રાબ્દી પૂર્વેની એટલે કે 3500 વર્ષો પૂર્વેની દક્ષિણ એશિયાની સારી રીતે સચવાયેલી બહુ જૂજ શહેરી વસાહતોમાંની એક એવું હડપ્પા નગર છે.     ધોળાવીરા :- એક હડપ્પા નગરી, એ આજથી ત્રીજી કે બીજી સહસ્ત્રાબ્દીની મધ્યે એટલે કે લગભગ 3500 વર્ષો પૂર્વેની દક્ષિણ એશિયાની સારી રીતે સચવાયેલી બહુ જૂજ શહેરી વસાહતોમાંની એક છે. અત્યાર સુધીમાં શોધાયેલ 1000થી વધુ હડપ્પા સ્થળોમાં એ છઠ્ઠું સૌથી મોટું સ્થળ છે અને 1500થી વધુ વર્ષો સુધી એમાં વ...
UNESCO દ્વારા ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સ્થળ તરીકે જાહેર કરાયું, વડાપ્રધાન મોદીએ ટ્વિટથી ખુશી વ્યક્ત કરી

UNESCO દ્વારા ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સ્થળ તરીકે જાહેર કરાયું, વડાપ્રધાન મોદીએ ટ્વિટથી ખુશી વ્યક્ત કરી

Gujarat, National, Science & Technology
PIB Ahmedabad :- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં હડપ્પા યુગના શહેર, ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સ્થળ ઘોષિત કરવા અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે અહીં અવશ્ય જવું જોઈએ, ખાસ કરીને એ લોકોએ જેઓ ઈતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વમાં રસ ધરાવે છે. યુનેસ્કો દ્વારા કરાયેલા ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કહ્યું;   “આ સમાચારથી ખૂબ ખુશી થઈ. ધોળાવીરા એક મહત્વપૂર્ણ શહેરી કેન્દ્ર હતું અને આપણા અતીત સાથે આપણા સૌથી મહત્વના સંપર્કોમાંનું એક છે. અહીં જરૂર જવું જોઈએ, ખાસ કરીને એ લોકોએ જેઓ ઈતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વમાં રૂચિ ધરાવે છે. હું મારા વિદ્યાર્થી જીવનના દિવસોમાં પ્રથમવાર ધોળાવીરા ગયો હતો અને હું એ સ્થળથી મંત્રમમુગ્ધ થઈ ગયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મને ધોળાવીરામાં વારસાના અને જીર્ણોદ્ધારને સંબંધિત પાસાઓ પર કામ કરવ...
મીઠાઈ પીરસવાની પરંપરાએ ઉકેલી નાખ્યો હત્યાનો ભેદ, જમાઈ જ નીકળ્યો હત્યારો

મીઠાઈ પીરસવાની પરંપરાએ ઉકેલી નાખ્યો હત્યાનો ભેદ, જમાઈ જ નીકળ્યો હત્યારો

Gujarat, National
વાપી :- વાપીના ગીતાનગર વિસ્તારમાં આવેલ સરવૈયા નગરની D બિલ્ડીંગમાં 23મી જુલાઈએ ધોળે દિવસે 65 વર્ષીય અમીના ખાતુંન નામની મુસ્લિમ વૃદ્ધાને તેના જ ઘરમાં મોતને ઘાટ ઉતારી હત્યારો ફરાર થઈ ગયો હતો. આ હત્યાનો ભેદ વલસાડ પોલીસે 3 જ દિવસમાં ઉકેલી નાખી હત્યારાને દબોચી લીધો છે. હત્યારો તેમના જ પુત્રની દીકરીનો પતિ એટલે કે જમાઈ છે. હત્યારા મોહંમદ અનિશે મહિલાને મોતને ઘાટ ઉતારી ઘરમાંથી 4.33 લાખની લૂંટ કરી હતી.     શુક્રવારે 23મી જુલાઈએ વાપીના સરવૈયા નગરના D બિલ્ડીંગમાં આવેલ ફ્લેટના કિચનમાં 65 વર્ષીય વૃદ્ધા અમીના ખાતુંન મોહંમદ રઝાનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનાના 3જા દિવસે જ વલસાડ જિલ્લા પોલીસે હત્યા અને લૂંટનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ વિગતો આપી હતી કે આ હત્યા મૃતક અમીના ખાતુંનની પૌત્રી ના પતિ અને જમાઈ એવ...
ICGએ 12 ક્રુમેમ્બરોનું રેસ્ક્યુ કરેલા MV કંચન નામના જહાજના માલિકને પ્રદૂષણ મામલે નોટિસ, દરિયા કિનારેથી GMDSS મળ્યું

ICGએ 12 ક્રુમેમ્બરોનું રેસ્ક્યુ કરેલા MV કંચન નામના જહાજના માલિકને પ્રદૂષણ મામલે નોટિસ, દરિયા કિનારેથી GMDSS મળ્યું

Gujarat, National
નારગોલ :- બુધવારે હજીરાથી મૅગ્લોર સ્ટીલ કોઈલ ભરીને નીકળેલાં જહાજ MV કંચનના એન્જીનમાં ખરાબી સર્જાતા તેમાં ફસાયેલા 12 મેમ્બરોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના MV હર્મિઝ દ્વારા રેસ્ક્યુ કરાયા હતાં. બુધવારે રાત્રે 12 કૃમેમ્બરોને રેસ્ક્યુ કર્યા બાદ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માલવણ બીચ પરથી ગુરુવારે મરીન પોલીસને 2 લાઈફ સેવિંગ રબ્બર બોટ અને GMDSS (GLOBAL MARINE DISTRESS AND SAFETY SYSTEM) નામનું ઇમર્જન્સી સિગ્નલનું ઉપકરણ મળી આવ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનામાં જહાજના માલિકને દરિયામાં ઓઈલનું પ્રદુષણ ફેલાવવા બદલ કલમ 356 J હેઠળ નોટિસ પાઠવવામાં આવી છે. ઉમરગામ તાલુકાના નારગોલ બંદર નજીક દરિયામાં ગુજરાતનું MV કંચન નામનું જહાજ ફસાયું હતું. 50 નોટિકલ માઇલના ઝડપે ફૂંકાતા પવન અને 3.5 મીટર ઉછળતા મોજામાં ફસાયેલા જહાજના 12 કૃમેમ્બરોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવાયા છે. જેની ખ...
વલસાડ ભાજપના નમુનાએ બીજા નમુનાને ઓળખવા સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો મેસેજ

વલસાડ ભાજપના નમુનાએ બીજા નમુનાને ઓળખવા સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો મેસેજ

Gujarat, National
વલસાડ :- વલસાડ જિલ્લામાં બુધવારે ભાજપના કાર્યકરો અને અન્ય લોકોને ભાજપના કાર્યકર મહેશ ભટ્ટે 2 એવા મેસેજ શેર કર્યા છે કે, આ મેસેજને લઈને સોશ્યલ મીડિયામાં આ મેસેજ ટૉક ઓફ ધ ટાઉન બન્યો છે. જો કે મેસેજ કોણે કોને ઉદ્દેશીને કર્યો છે. તે અંગે જેટલા મોઢા તેટલી વાતો થઈ રહી છે. અને એક પીઢ અનુભવી કાર્યકર પર ભાજપના કાર્યકરો અને જનતા થું-થું કરી રહી છે. વલસાડ જિલ્લાના ભાજપના કાર્યકરોના પર્સનલ વોટ્સએપ ગ્રૂપ પર અને કેટલાક સોશ્યલ ગ્રૂપ પર મોકલેલ આ મેસજ અહીં એ જ રીતે કોપી કરેલ છે. તેમજ તેના સ્ક્રીન શોટ્સ પણ મુક્યા છે. 🙏 *આભાર*  *એ* *સૌનો* *હૃદય* *થી*  🙏  *આભાર*  *,*  🙏      મને       *દુઃખ* આપનારા ઓનો,  *મજબૂત*  થયો  હું  તેઓને  કારણે  *,*   *આભાર*  *,* 🙏     મને  *છેતરનારા* ઓનો ,   *જ્ઞાન*  મળ્યુ nમને તેઓના  કારણે  *,*  આભાર ,  🙏     મારી      *નિંદા* કરનારા ઓનો ,  *ખીલ્યું*  મારૂં ...
DRDO ने Surface-to-air missile Akash-NG का सफल परीक्षण किया

DRDO ने Surface-to-air missile Akash-NG का सफल परीक्षण किया

Gujarat, National, Science & Technology
PIB Delhi :- Defence Research & Development Organisation (DRDO) ने दिनांक 21 जुलाई, 2021 को ओडिशा के तट के करीब एकीकृत परीक्षण रेंज (ITR) से सतह से हवा में मार करने वाली नई पीढ़ी आकाश मिसाइल/New generation surface-to-air missile (Akash-NG) का सफलतापूर्वक परीक्षण किया। उड़ान का परीक्षण भूमि आधारित प्लेटफॉर्म से दोपहर करीब 12:45 बजे किया गया, जिसमें मल्टीफंक्शन रडार, कमांड, कंट्रोल एंड कम्युनिकेशन सिस्टम और तैनाती विन्यास में भाग लेने वाले लांचर जैसी सभी हथियार प्रणालियां थीं। नई पीढ़ी की सतह से हवा में मार करने वाली मिसाइल मिसाइल प्रणाली को रक्षा अनुसंधान एवं विकास प्रयोगशाला (DRDL), हैदराबाद द्वारा अन्य DRDO प्रयोगशालाओं के सहयोग से विकसित किया गया है। इस प्रक्षेपण को भारतीय वायु सेना के नुमाइंदों ने देखा। उड़ान डेटा को हासिल करने के लिए ITR ने Electro optical tracking syst...
my GOV ने युवा भारतीय लेखकों और साहित्यकारों के पोषण के लिए ऑनलाइन प्रतियोगिता का आयोजन किया है

my GOV ने युवा भारतीय लेखकों और साहित्यकारों के पोषण के लिए ऑनलाइन प्रतियोगिता का आयोजन किया है

Gujarat, National
PIB Delhi :- युवा मस्तिष्क को सशक्त बनाने और भारत में एक सीखने का ईकोसिस्टम बनाने के लिए जो भविष्य में नेतृत्व की भूमिकाओं के लिए युवा शिक्षार्थियों का पोषण कर सके, नेशनल बुक ट्रस्ट (NBT), शिक्षा मंत्रालय के सहयोग से इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्रालय (MEITY) के तहत माई गॉव प्लेटफॉर्म, युवा लेखकों के लिए प्रधानमंत्री की मेंटरशिप योजना के तहत दुनिया भर से युवा और महत्वाकांक्षी भारतीय लेखकों की भागीदारी के लिए एक ऑनलाइन प्रतियोगिता का आयोजन कर रहा है। ऑनलाइन प्रतियोगिता 4 जून 2021 को शुरू की गई थी और यह 31 जुलाई 2021 तक जारी रहेगी।   युवा लेखकों के लिए प्रधानमंत्री की मेंटरशिप योजना देश के युवाओं में काफी पसंद की जा रही है। इस योजना का हिस्सा बनने के लिए, कई इच्छुक और उभरते लेखक अपनी प्रविष्टियां जमा करने और सरकार की इस अनूठी पहल से लाभान्वित होने के लिए आगे आ रहे हैं...