Saturday, December 21News That Matters

Month: June 2021

લો બોલો! DFCCIL 20 દિવસમાં રેલવે ઓવરબ્રિજ બનાવી શકે છે પરંતુ, રેલવે ગરનાળુ 90 દિવસે પણ નથી બનાવી શક્યા

લો બોલો! DFCCIL 20 દિવસમાં રેલવે ઓવરબ્રિજ બનાવી શકે છે પરંતુ, રેલવે ગરનાળુ 90 દિવસે પણ નથી બનાવી શક્યા

Gujarat, National
સંજાણ : - વલસાડ શહેર નજીકના રેલવે ઓવરબ્રિજને 20 દિવસમાં પૂર્ણ કરી લેવાની વાહવાહી લૂંટતા DFCCILના જ કોન્ટ્રકટર સંજાણના 229 નંબરના રેલવે ગરનાળાને 90 દિવસે પણ પૂરું કરી શક્યા નથી. જેને કારણે વાહનચાલકોએ કાદવ કિચડમાંથી પસાર થવું પડે છે.   હાલમાં વલસાડ જિલ્લામાં ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ દ્વારા વેસ્ટર્ન રેલવે ટ્રેક પર અનોખી કન્સ્ટ્રકશન ટેક્નિકથી 20 દિવસમાં ઓવરબ્રિજ પૂરો કરવા માટે અધિકારીઓ, કોન્ટ્રકટરો અખબારોમાં વાહવાહી મેળવી રહ્યા છે. ત્યારે રેલવે વિભાગના અધિકારીઓએ અને કોન્ટ્રાક્ટરોએ સંજાણ ગરનાળા પ્રત્યે બેદરકારી દાખવી છે. એક તરફ દૈનિક 24 કલાકમાં પસાર થતા 20 હજાર વાહનો ચાલકો માટે 20 દિવસમાં વલસાડ શહેર નજીકના રેલવે ઓવરબ્રિજ પૂરો કરવાની નેમ DFCCIL એ સેવી છે. તો, 24 કલાકમાં અંદાજીત 10,000 વાહનચાલકોની અવરજવર વાળા સંજાણ - ઉદવા માર્ગ પરના 229 નંબરના ગરનાળાને મુદ્...
વાપીમાં ભડકમોરા માર્ગ પર તંત્રએ કર્યું  Asphalt Paintings(ડામરનું પેઇન્ટિંગ) રાહદારીઓના ચપ્પલો ચોંટ્યા

વાપીમાં ભડકમોરા માર્ગ પર તંત્રએ કર્યું Asphalt Paintings(ડામરનું પેઇન્ટિંગ) રાહદારીઓના ચપ્પલો ચોંટ્યા

Gujarat, National
વાપી :- વાપીના ભડકમોરા વિસ્તારમાં ચંદ્રલોકથી ભડકમોરા નાકા સુધીના અડધો કિલોમીટરના વાપી - સેલવાસ માર્ગ પર ડામર પીગળી જતા વાહનચાલકો - રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં. જે અંગે હાઇવે ઓથોરિટીએ જણાવ્યું હતું કે તંત્ર તરફથી આ Asphalt Paintings કરવામાં આવ્યું છે. એટલે ત્રણેક દિવસ આ સમસ્યા રહેશે. વાપીમાં મંગળવારે અજીબોગરીબ ઘટનાએ રાહદારીઓ-વાહનચાલકો ને પરેશાની માં મુક્યા હતાં. વાપીના ભડકમોરા વિસ્તારમાં ચંદ્રલોકથી ભડકમોરા નાકા સુધી અડધો કિલોમીટરના રસ્તા પરનો ડામર પીગળી ગયો હતો. જેણે માર્ગના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી કરી હતી. જો કે આ અંગે હાઇવે ઓથોરિટીના DEE નવનીત પટેલ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તંત્ર તરફથી આ સ્થળે Asphalt Paintings કરવામાં આવ્યું છે. એટલે ત્રણેક દિવસ આ સમસ્યા રહેશે. જેના પર તંત્ર દ્વારા પાવડર છાંટવાની કામગીરી પણ હાથ ધરી છે. એટલે તે બાદ તે સામાન...
દક્ષિણ ગુજરાત-સંઘપ્રદેશમાં વરુણદેવે વરસાવ્યું વ્હાલ, 5 દિવસ વહેલા થયું આગમન

દક્ષિણ ગુજરાત-સંઘપ્રદેશમાં વરુણદેવે વરસાવ્યું વ્હાલ, 5 દિવસ વહેલા થયું આગમન

Gujarat, National
વાપી :- દક્ષિણ ગુજરાત સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં વરુણદેવનું વહેલું આગમન થયુ છે. મંગળવાર-બુધવારે મેઘરાજાની પધરામણી થતા ધરતીપુત્રોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. અસહ્ય તાપની પીડા સહન કરતા નગરજનો ઠંડકનો એહસાસ કરી રહ્યા છે. સમગ્ર પંથકમાં 30 કલાકમાં અડધાથી 3 ઇંચ જેટલો વરસાદ વરસતા નદી-નાળા છલકાયા છે. જિલ્લાના સૌથી મોટા મધુબન ડેમમાં 5056 ક્યુસેક નવા નીર આવ્યાં છે.  દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશમાં મેઘરાજાના વહેલા આગમનથી જેમ નદીનાળા છલકાયા છે. તે સાથે જ નદી, તળાવ, ડેમમાં નવા નીર આવ્યાં છે. જિલ્લાના સૌથી મોટા ડેમ ગણાતા મધુબન ડેમમાં 5056 ક્યુસેક પાણીની નવી આવક થઈ છે. 462 ક્યુસેક પાણી દમણગંગા વિયરમાં ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ડેમની જળસપાટી 68.30 મીટરે સ્થિર રહી છે. વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લા...
મુંબઈથી અંકલેશ્વર 11.23 લાખનો દારૂ આઈશર ટેમ્પોમાં ભરીને જતા MP ના ડ્રાઇવર-ક્લીનર વાપીમાં ઝડપાયા

મુંબઈથી અંકલેશ્વર 11.23 લાખનો દારૂ આઈશર ટેમ્પોમાં ભરીને જતા MP ના ડ્રાઇવર-ક્લીનર વાપીમાં ઝડપાયા

Gujarat, National
વાપી : - વાપી GIDC પોલીસે વાપીમાં ખોડિયાર હોટેલ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર બાતમી આધારે 11.23 લાખના દારૂ ભરેલ 7 લાખના આઈશર ટેમ્પો અને તેના ડ્રાઇવર કલીનરની ધરપકડ કરી કુલ 18,25,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે વાપી DYSP વી. એન. પટેલે વિગતો આપી હતી કે વાપી GIDC પોલીસ સ્ટેશનના PI વી. જી. ભરવાડને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખોડીયાર હોટેલ નજીક મુંબઈ તરફથી એક આઈસર ટેમ્પો દારૂથી ભરાઈને આવી રહ્યો છે. આ ટેમ્પો સુરત-અંકલેશ્વર તરફ જવાનો છે. જે બાતમી આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી MH04 - GR - 8207 નંબરના આઇસર ટેમ્પોને અટકાવી તેમાં તપાસ કરતા ટેમ્પોમાંથી 215 બોક્સ વ્હિશ્કિ, 5358 બીયરના ટીન મળી કુલ 11,23,200 નો દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોના ડ્રાઈવર ફરીદ મુનશી શાહ અને ક્લીનર મતીન ગુલાબ નબી અન્સારીની ધરપકડ કરી ટેમ્પો સહિત કુલ 18,25,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ...
વલસાડ SOG એ ટેમ્પો, બાઇક, ટાયર ચોરનારા 2 ચોરને ઝડપી 7 વાહનચોરીનો ભેદ ઉકેલ્યો

વલસાડ SOG એ ટેમ્પો, બાઇક, ટાયર ચોરનારા 2 ચોરને ઝડપી 7 વાહનચોરીનો ભેદ ઉકેલ્યો

Gujarat
વાપી : - વાપી ડુંગરા વિસ્તારમાં વિનંતી નાકા પાસેથી SOG (સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ) ના PSI કે. જે. રાઠોડ અને PSI એલ. જી. રાઠોડની ટીમે 2 રીઢા ચોરની ધરપકડ કરી 7 વાહન ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. સાથે જ 2 ટેમ્પો, 2 બાઇક, વ્હીલ પ્લેટ સાથેના 5 ટાયર મળી કુલ 6,03,500 રૂપિયાનો મુદ્દામાલ કજે કર્યો છે. વલસાડ જિલ્લા વાપીમાં છેક મહારાષ્ટ્રથી ચોરેલા ટેમ્પોમાં ચોરી કરવા આવેલા 2 રીઢા ચોરને વલસાડ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે દબોચી લઈ 7 વાહન ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ અંગે DYSP વી. એન. પટેલે વિગતો આપી હતી કે, SGO ની ટીમ વાપીના ડુંગરા વિસ્તારમાં વિનંતી નાકા પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક છોટા હાથી લઈને ઉભેલા 2 શંકાસ્પદ ઇસમની પૂછપરછ કરી બંધ બોડીના ટેમ્પોમાં ચેક કરતા વ્હીલ પ્લેટ સાથેના 5 ટાયર મળી આવ્યાં હતાં. જેના બિલ માંગતા આરોપીઓ તે રજૂ કરી શક્યા નહોતા એ અરસામાં નજીકમાં પાર્ક અન્ય ટેમ્પોમાં તલાશી લેત...
હવે, સેલવાસ-દમણમાં પણ પ્રવાસીઓ ટ્રાઇબ્સ ઇન્ડિયા આઉટલેટમાંથી આદિવાસી ચીજવસ્તુઓ ખરીદી કરશે

હવે, સેલવાસ-દમણમાં પણ પ્રવાસીઓ ટ્રાઇબ્સ ઇન્ડિયા આઉટલેટમાંથી આદિવાસી ચીજવસ્તુઓ ખરીદી કરશે

Gujarat, National
સેલવાસ :- કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાં અને સંઘપ્રદેશ દમણમાં બે નવા ઇન્ડિયા આઉટલેટ (આદિજાતિ દુકાનો) નું  પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.  દેશના આદિવાસીઓની કલાને પ્રોત્સાહન આપી દેશ-વિદેશમાં આદિવાસી ચીજવસ્તુઓનું વેંચાણ કરી રોજગારી પુરી પાડતી ટ્રાઇબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલોપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (TRIFED) ના હવે દાદરા નગર હવેલી અને દમણમાં પણ 2 આઉટલેટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ ટ્રાઇફેડ સ્ટોર્સ દ્વારા કાપડ, આદિજાતિ પેઇન્ટિંગ્સ, વાંસ અને શેરડી હસ્તકલા, કાર્બનિક અને પ્રાકૃતિક ખોરાકના ઉત્પાદનો, આદિજાતિ ઝવેરાત, ધાતુનું કામ, માટીકામ, ગીર ગાય ઘી, ચોખા, લાલ ઘઉં વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે. આ આદિવાસીઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ઉપલબ્ધતા આ રાજ્યમાં આવતા પ્રવાસીઓ માટે સુનિશ્ચિત કરવામાં આવશે. આનાથી પ્રવાસીઓ આકર્ષિત થશે અને કેન્...
વાપીના ઉદ્યોગકારોએ કોરોના કાળમાં મબલખ કમાણી કરી તોય એક વર્ષ માટે સંપૂર્ણ ટેક્સ હોલિડે જોઈએ છે

વાપીના ઉદ્યોગકારોએ કોરોના કાળમાં મબલખ કમાણી કરી તોય એક વર્ષ માટે સંપૂર્ણ ટેક્સ હોલિડે જોઈએ છે

Gujarat, National
વાપી :- કોરોનાના કપરા કાળમાં જ્યાં નાના વેપારીઓના ધંધા રોજગાર ઠપ્પ હતાં. અથવા તો ગણતરીના કલાકો માટે જ ખુલ્લા રાખવાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જેની સામે ઉદ્યોગોને 24 કલાક ધમધમતા રાખી પ્રોડક્શન માટે પૂરતી છૂટ મેળવનાર વાપી GIDC ના ઉદ્યોગકારોને હજુ પણ એક વર્ષ માટે સંપૂર્ણ ટેક્સ હોલિડે આપવાની માંગ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગના મંત્રી પિયુષ ગોયલને કરતા મંત્રી અચંબામાં પડી ગયા છે. અને ઉદ્યોગોને જે પણ તકલીફોનો સામનો કરવો પડ્યો છે તે તમામની જાણકારી તેમને ઈ મેલ દ્વારા કે લેખિતમાં આપવા સૂચના આપી હતી.                                                                              5th June 2021 COVID 19 ના કપરા કાળ દરમ્યાન ઉદ્યોગોને તેમના કાર્યમાં કઈ તકલીફ પડી રહી છે તેની જાણકારી મેળવવા માટે તા.1 જૂન 2021 ના દિને, ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગના મંત્રી પિ...
પ્રશાસનના લઘુતમ વેતનના નોટિફિકેશનને ઘોળીને પી જનાર ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામદારોની વેતન વધારાની માંગ

પ્રશાસનના લઘુતમ વેતનના નોટિફિકેશનને ઘોળીને પી જનાર ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામદારોની વેતન વધારાની માંગ

Gujarat
દમણ :- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવ પ્રશાસન દ્વારા મોંઘવારી અને કોરોના કાળમાં કામદારોને મદદરૂપ થવા નવા લઘુતમ વેતનનો પરિપત્ર બહાર પાડ્યો છે. જેને દમણના કચીગામમાં કાર્યરત ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો ઘોળીને પી જતા સોમવારે 300થી વધુ કામદારોએ પગાર વધારાની માંગ સાથે હડતાળ પાડી હતી. જેમાં પોલીસ અને લેબર ઓફિસરની દરમ્યાનગીરી અને સંચાલકોની ખાતરી બાદ કામદારોએ હડતાળ સમેટી લીધી હતી.     પ્રશાસને બહાર પાડેલ નવા નોટિફિકેશન મુજબ 1લી એપ્રિલથી દરેક કંપની સંચાલકે કામ કરતા કુશળ કારીગરને દૈનિક વેતન મુજબ 356 રૂપિયા, અર્ધકુશળ કારીગરને 348 રૂપિયા, બિનકુશળ કારીગરને 340 રૂપિયા વેતન ચૂકવવું ફરજીયાત છે. જ્યારે કંપની સંચાલકો કોરોનામાં કામદારોને કામ આપીએ છીએ એવી દમદાટી આપી કામદારોને 300 રૂપિયા આસપાસ જ વેતન આપી તેમનું શોષણ કરી રહ્યા છે. જેની સામે પ્રશાસન કાયદેસરની કા...
વાપીના શ્રમજીવીની હત્યાનો ભેદ ઉકેલાયો, લૂંટના માત્ર 500 રૂપિયા માટે કરી નાખી હત્યા!

વાપીના શ્રમજીવીની હત્યાનો ભેદ ઉકેલાયો, લૂંટના માત્ર 500 રૂપિયા માટે કરી નાખી હત્યા!

Gujarat, National
વાપી :- ગત 1લી જુનના વાપીમાં ટાઉન વિસ્તારમાં બુનમેક્સ સ્કૂલ નજીકના ખુલ્લા મેદાનમાથી 34 વર્ષીય રાજસ્થાની યુવકનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી એક સગીર સહિત 2 આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ગુન્હો ઉકેલી નાખ્યો છે. જેમાં મૃતક યુવકને આરોપીઓએ લૂંટયો હતો. જેમાં માત્ર 500 રૂપિયા જ મળતા યુવકનું ઢીમ ઢાળી દીધું હતું. વલસાડ જિલ્લાના વાપી ટાઉન વિસ્તારમાં 1લી જૂન મંગળવારે વાપી ચલા કસ્ટમ રોડ ઉપર બુનમેક્સ સ્કૂલ નજીક ખુલ્લા મેદાનમાં એક યુવકની લાશ પડી હોવાની વિગતો વાપી ટાઉન પોલીસને મળતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઇ તપાસ કરી હતી. જેમાં મૃતક યુવકનું નામ અમરસિંહ કિડીયા ડામોર હોવાનું અને છૂટક મજૂરી કરવા રાજસ્થાનના બાંસવાડાથી દોઢેક મહિના પહેલા જ વાપીમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વાપીમાં તે તેના બહેન-બનેવી સાથે રહેતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું...
વાપીની આદિત હોસ્પિટલમાં પૈસા બાબતે થયેલ વાયરલ વીડિઓ બાદ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ

વાપીની આદિત હોસ્પિટલમાં પૈસા બાબતે થયેલ વાયરલ વીડિઓ બાદ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ

Gujarat
વાપી :- વાપીમાં આવેલી આદિત હોસ્પિટલમાં 20 દિવસથી સારવાર હેઠળ રહેલા દર્દીને વધુ સારવાર માટે સુરત લઈ જતી વખતે હોસ્પિટલના તબીબની પત્નીએ દર્દીને પૈસા ભર્યાં વગર નહિ જવા દેવાની અને બીલને લઈને દર્દીઓના પરિવાર સાથે ઝઘડો કરતી હોય તેવો વીડિઓ વાયરલ થયો હતો. આ વિડીઓને લઈને વાપીમાં ચકચાર મચી ગયા બાદ આ મામલે યોગ્ય ન્યાય મળે, હોસ્પિટલ સામે યોગ્ય તપાસ કરી કડક પગલાં લેવાય તેવી રજુઆત અને ફરિયાદ દર્દીના પરિવારજનો તરફથી કરવામાં આવી રહી હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી છે. મળતી વિગતો મુજબ બુધવારે દર્દીના પરિવારજનોએ આ મામલે આરોગ્ય વિભાગ અને વલસાડ કલેકટરને રજુઆત કરી યોગ્ય ન્યાય મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓક્સિજન પર રહેલા દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ જતી વખતે દર્દીના સગાને પહેલા પૈસા ભરો પછી પેશન્ટને લઈ જાઓ તેવુ ગુસ્સામાં કહેતી અને સ્ટ્રેચર પર રહેલા પેશન્ટને લઈ ...