Thursday, December 5News That Matters

Month: June 2021

3800 કરોડના બંદર નિર્માણ પ્રોજેકટ બાબતે નારગોલ ગામની સામાન્ય સભામાં બંદરનો વિરોધ

3800 કરોડના બંદર નિર્માણ પ્રોજેકટ બાબતે નારગોલ ગામની સામાન્ય સભામાં બંદરનો વિરોધ

Gujarat, National
વલસાડ :-  વર્ષોથી વિરોધના સુરમાં ગુંચવાયેલ નારગોલ દરિયા કિનારે નિર્માણ થનાર કાર્ગો પોર્ટ ને ગુજરાત સરકારે મંજૂરી આપી હોવાની અને 3800 કરોડના ખર્ચે પોર્ટ નિર્માણ થવાની વિજય રૂપાણીની જાહેરાત બાદ 29મી જૂને વલસાડ જિલ્લાના નારગોલ ગામે યોજાયેલ ગ્રામસભામાં બંદરનો વિરોધ કરતો ઠરાવ પસાર કરતા બંદરને લઈને ઉત્સાહમાં આવેલા રાજકીય આગેવાનોમાં ખળભળાટ મચી ગયો છે. વલસાડ જિલ્લાના નારગોલ બંદર ખાતે મંગળવારે સરકાર ગ્રામ પંચાયતની મળેલી સામાન્ય સભામાં બંદર સામે કેટલાક મુદ્દાઓ ઉપર ઉપસરપંચ સ્વીટી ભંડારીએ પંચાયતનું ધ્યાન દોરી બંદરનો વિરોધ દર્શાવતા પંચાયતની બોડીએ સર્વસંમતિથી બંદરનો વિરોધ કરતો ઠરાવ પસાર કર્યો છે. આપને જણાવી દઈએ કે છેલ્લા 20 વર્ષથી ઉમરગામ તાલુકામાં નારગોલ ખાતે બંદર નિર્માણ અંગે સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. જેનો સ્થાનિક માછીમારો અને ખેડૂતો બંદરના કારણે થનારા સંભવિત નુકશાનને ધ્યાનમ...
મોબાઈલ પર મિત્રતા કેળવી નરાધમે સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, માતાપિતાએ મોબાઈલમાં પેરેન્ટ્સ કન્ટ્રોલથી નજર રાખવી જરૂરી

મોબાઈલ પર મિત્રતા કેળવી નરાધમે સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, માતાપિતાએ મોબાઈલમાં પેરેન્ટ્સ કન્ટ્રોલથી નજર રાખવી જરૂરી

Gujarat, National
વલસાડ :- હાલ લોકો જ્ઞાન મેળવવા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. મોબાઈલ અનેક રીતે ઉપયોગી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ મોબાઈલ પર જ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે માતાપિતાએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઉમરગામ તાલુકાના સંજાણમાં 14 વર્ષની સગીરા સાથે સોશ્યલ મીડિયાના સ્નેપચેટ પ્લેટફોર્મના માધ્યમથી મિત્રતા કેળવી એક 21 વર્ષીય મુસ્લિમ યુવકે સગીરાને ઘરે બોલાવી બળજબરીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ ઉમરગામ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સગીરવયના બાળકો માટે સોશ્યલ મીડિયા કેટલું ઘાતક છે. તેનો વધુ એક કિસ્સો વલસાડ જિલ્લાના સંજાણ ખાતે બન્યો છે. અહીં 14 વર્ષની સગીરા સાથે સોશ્યલ મીડિયાના સ્નેપચેટ પ્લેટફોર્મના માધ્યમથી મિત્રતા કેળવી એક 21 વર્ષીય મુસ્લિમ યુવકે સગીરાને ઘરે બોલાવી બળજબરીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ ઉમરગામ ...
વાપી નોટિફાઇડ ફાયર વિભાગમાં જ ફાયર સેફટી બાબતે બેદરકારી, એક વર્ષથી રિફિલ નથી થયા ફાયર એક્સટિંગ્વિશર

વાપી નોટિફાઇડ ફાયર વિભાગમાં જ ફાયર સેફટી બાબતે બેદરકારી, એક વર્ષથી રિફિલ નથી થયા ફાયર એક્સટિંગ્વિશર

Gujarat, National
વાપી :- વાપી GIDC 4 હજાર જેટલા ઔદ્યોગિક એકમોથી ધમધમતી દેશની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતમાં આવે છે. આ એકમોમાં અવારનવાર અનેક નાનામોટા આગના બનાવો બને છે. જે માટે વાપી નોટિફાઇડ દ્વારા 2 ફાયર યુનિટ કાર્યરત છે. એ ઉપરાંત વાપી ઇમર્જન્સી કન્ટ્રોલ સેન્ટર પણ કાર્યરત છે. જો કે નવાઈની વાત એ છે કે નોટિફાઇડ ફાયર ઓફિસમાં જ લગાવેલા ફાયર સેફટી માટેના ફાયર એક્સટિંગ્વિશર છેલ્લા એક વર્ષથી રિફિલ નથી થયા! ત્યારે વિચારી શકાય કે જે ફાયર વિભાગ પોતાની ઓફિસમાં જ ફાયર પ્રત્યે બેદરકાર હોય તે વિભાગ GIDC ના એકમોમાં લાગતી આગ માં કેટલી દરકાર રાખતા હશે. વાપી GIDC માં ચાર રસ્તા ખાતે અને સરદાર ચોક ખાતે એમ 2 ફાયર યુનિટ કાર્યરત છે. આ યુનિટમાં અંદાજિત 30થી વધુ ફાયર કામદારો કામ કરે છે. જે જીવના જોખમે કંપનીઓમાં લાગતી આગ ને બુઝાવવા જાય છે. જો કે આ ફાયર વિભાગમાં જ ફાયર સેફટી મામલે બેદરકારી દાખવવામાં આવતી ...
વાપીની વાઈટલ લેબોરેટરીઝમાં એક વર્ષમાં 4 વાર આગ લાગી, તંત્રનું સેટિંગ ડોટ કોમ?

વાપીની વાઈટલ લેબોરેટરીઝમાં એક વર્ષમાં 4 વાર આગ લાગી, તંત્રનું સેટિંગ ડોટ કોમ?

Gujarat, National
વાપી :- વલસાડ જિલ્લામાં આવેલ વાપી GIDC માં ઔદ્યોગિક એકમોમાં આગના બનાવો સામાન્ય છે. પરંતું કેટલાક એકમો આગ લગાડવામા જાણે પોતાનો રેકોર્ડ બનાવી રહ્યા છે. આવો જ રેકોર્ડ હાલ વાપીની વાઈટલ લેબોરેટરીઝ કંપની બનાવી રહી છે. આપને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા એક વર્ષમાં વાઈટલ લેબોરેટરીઝમાં 4 વખત આગના બનાવો બન્યા છે.    વાપીના 3rd ફેઇઝમાં વાઈટલ લેબોરેટરીઝ કંપનીના યુનિટ 1 અને યુનિટ 2 પ્લાન્ટ આવેલા છે. જેમાં એક વર્ષમાં 4 વખત બનેલા આગના બનાવોમાં 2 કામદારોના જીવ ગયા છે. 10 થી વધુ કામદારો કાયમ માટે ખોડખાંપણ નો ભોગ બન્યા છે. એક કરોડનો દંડ વસુલાયો છે. તેમ છતાં ફાયર સેફટીની બાબતે હજુ પણ કંપની બેદરકાર છે અને કામદારોએ જીવન જોખમે કામ કરવું પડી રહ્યું છે. 3જી જાન્યુઆરી 2021માં વાઈટલ કંપનીના યુનિટ 1 માં ભીષણ આગ ભભૂકી ઉઠતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આસપાસના વિસ્તારમાં આવેલી કંપન...
સેલવાસ પોલીસનું ગૌરવ, ગૌરવને 7.280 KG ગાંજા સાથે દબોચી લીધો

સેલવાસ પોલીસનું ગૌરવ, ગૌરવને 7.280 KG ગાંજા સાથે દબોચી લીધો

Gujarat, National
સેલવાસ :- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં નશીલા પદાર્થોનો કાળો કારોબાર ધમધમતો હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. દાદરા નગર હવેલી પોલીસે બાતમી આધારે ગૌરવકુમાર ચંદ્રવીર નામના બિહારી યુવકની ધરપકડ કરી 72,800 ₹નો 7.280 KG ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ અંગે દાદરા નગર હવેલીના જિલ્લા પોલીસવડા હરેશ્વર સ્વામીએ વિગતો આપી હતી કે, દાદરા નગર હવેલીમાં ચાલતા નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવાના મિશનમાં સેલવાસ પોલીસને વધુ એક સફળતા મળી છે. દાદરા નગર હવેલીમાં નશીલા પદાર્થોનું વેંચાણ થતું હોવાનું ધ્યાને આવ્યાં બાદ 21મી જૂને સેલવાસના અથોલા ખાતે એક ચાલીમાં રેઇડ કરી ગાંજાનું વેંચાણ કરનારા બિહારના પટનાના રહીશ ગૌરવ કુમાર ચંદ્રવીર નામના આરોપીની ધરપકડ કરી છે. રેઇડ દરમ્યાન પોલીસને 7.280 Kg ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત 72,80...
AurangATimes Exclusive :- ઉમરગામના ધારાસભ્યના પરિવારે, વલસાડ જિલ્લા કોંગ્રેસના પ્રમુખે પણ મેળવી વાવાઝોડાની કૃષિ સહાય!

AurangATimes Exclusive :- ઉમરગામના ધારાસભ્યના પરિવારે, વલસાડ જિલ્લા કોંગ્રેસના પ્રમુખે પણ મેળવી વાવાઝોડાની કૃષિ સહાય!

Gujarat, National
રિપોર્ટ :- કે. એન. વેપારી વલસાડ :- ઉમરગામ તાલુકામાં બોગસ લોકોએ કૃષિ સહાય મેળવી લીધી હોવાની બુમરાણ ઉઠી છે. સાચા ખેડૂતો સહાયથી વંચિત રહેતા આ અંગે કેન્દ્રસરકારમાં વડાપ્રધાનને અને ગુજરાત રાજ્યના રૂપાણી સરકારને અનેક જાગૃત ખેડૂતોએ લેખિતમાં રાજુઆત કરી છે કે દરેક ગામમાં આ અંગે સ્થળ તપાસ કરવામાં આવી નથી એટલે ખેડૂતો ને ફાવતું મળી ગયું એમાં કેટલાય એવા લોકોએ સહાયના ફોર્મ ભરી દીધા છે જે ક્યાં તો ખેડૂત જ નથી અથવા તો ખેડૂત છે તો ખાતેદાર તરીકે નુક્સાનીનું વળતર જેટલા ખાતેદારના નામ છે તે દરેક ખાતેદાર ના નામે મેળવી લીધું. કોઈક ખૂબ જ પૈસાપાત્ર હોવા છતાં પણ સહાય મેળવી છે. જો કે આ સમગ્ર મામલે પણ જ્યારે aurangatimes દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી તો અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં તાઉ-તે વાવાઝોડા બાદ જે કૃષિ સહાય જાહેર થઈ તે અંગે કૃષિ સહાયની કામગીરી અધિકારીઓએ ટેબલ પર બેસીને કરી તેના પરિ...
AurangATimes Exclusive :- ઉમરગામના આ ગામમાંથી કૃષિ સહાયના નામે બોગસ લાભાર્થીઓ?

AurangATimes Exclusive :- ઉમરગામના આ ગામમાંથી કૃષિ સહાયના નામે બોગસ લાભાર્થીઓ?

Gujarat, National
રિપોર્ટ :- કે. એન. વેપારી વલસાડ :- તાઉ-તે વાવાઝોડામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કૃષિ સહાય જાહેર કર્યા બાદ ઉમરગામ તાલુકામાં 49 ગામમાંથી મોટાભાગના ગામમાં બોગસ લાભાર્થીઓ કૃષિ સહાયનો લાભ મેળવ્યો હોવાની વિગતો aurangatimes પાસે છે. જેમાં કેટલાક તો એવા ગામના લાભાર્થીઓ છે જે ગામમાં તેઓ પાસે કોઈ ખેતીની જમીન નથી. Aurangatimes એ મેળવેલી વિગતોમાં ઉમરગામ તાલુકામાં જે કુલ 1234 લાભાર્થીઓનુ લિસ્ટ છે તેમાં દરેક ગામ મુજબ વાત કરીએ તો અચ્છારીમાં 39, અંકલાશમાં 15, આહુમાં 27, અણગામમાં 25, ભાઠી કરમબેલીમાં 16, ભિલાડમાં 15, બોરીગામમાં 38, દહાડમાં 2, દહેલીમાં 16, ધનોલીમાં 5, ધીમસાચ કાંકરિયામાં 01, હુંમરણમાં 02, કચીગામમાં 16, ખતલવાડામાં 31, નગવાસમા 09, નારગોલમાં 24, સંજાણમાં 09, સોળસુંબામાં 12, વલવાડામાં 19, ઝરોલીમાં 12, બોરલાઈનમાં 32, દહેરીમાં 22, એકલહેરેમાં 24 ,ગોવાડામાં 28, ઝમ્બુરીમાં 22, કલગામ...
AurangATimes Exclusive: તાઉ-તે વાવાઝોડાની કૃષિ સહાયમાં આચરાયું કરોડોનું કૌભાંડ, ખેડૂતોથી લઈને સરકારી અધિકારીઓ થઈ ગયા માલામાલ?

AurangATimes Exclusive: તાઉ-તે વાવાઝોડાની કૃષિ સહાયમાં આચરાયું કરોડોનું કૌભાંડ, ખેડૂતોથી લઈને સરકારી અધિકારીઓ થઈ ગયા માલામાલ?

Gujarat, National
રિપોર્ટ :- કે. એન. વેપારી વલસાડ :-વલસાડ જિલ્લામાં વાવાઝોડા બાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાયના લાખો-કરોડો રૂપિયા એવા લોકોએ પોતાના ખિસ્સામાં સેરવી લીધા છે જે ખેડૂત જ નથી, તો કેટલાક ગામમાં એક જ ખેતરના ખાતેદાર તરીકે પતિ-પત્ની, પિતા-પુત્ર-પુત્રી તરીકે ખાતેદાર બતાવી અલગ અલગ 2100થી લઈને 58,500 રૂપિયા સુધીની કૃષિ સહાય મેળવી લીધી છે. આ કારસ્તાન પાછળ માત્ર આવા ખાતેદારો જ નહિ પરંતુ ગામના ગ્રામસેવક-સરપંચ-તલાટી થી માંડીને ખેતીવાડી અધિકારીઓ, રાજકીય પક્ષોના રાજનેતાઓ સૌકોઈની મિલિભગત છે.  તાઉ-તે વાવાઝોડા દરમ્યાન વલસાડ જિલ્લાના 5 તાલુકાઓમાં બાગાયતી પાક અને ઉનાળુ પાકને પારાવાર નુકસાન થયુ હતું. આ નુક્સાનીના વળતર રૂપે રાજ્ય સરકારે અને કેન્દ્રસરકારે કૃષિ સહાય જાહેર કરી હતી. જે અંગે aurangatimes દ્વારા તપાસ કરતા વિગતો મળી હતી કે આ જાહેરાત બાદ ખેતીવાડી વિભાગે જે તે ગામના ગ્રામ સેવકને નુક્સાનીના સર...
ગુજરાતમાં લવ જેહાદનો બીજો કિસ્સો વાપીમાં બન્યો, પરિણીત વિધર્મી યુવકની ધરપકડ

ગુજરાતમાં લવ જેહાદનો બીજો કિસ્સો વાપીમાં બન્યો, પરિણીત વિધર્મી યુવકની ધરપકડ

Gujarat, National
ગુજરાત સરકારે હાલમાં જ 15 મી જૂને ( લવ જેહાદ ) ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 નો નવો સુધારેલો કાયદો અમલમાં મુક્યો છે. જે અંતર્ગત વડોદરામાં પ્રથમ કેસ નોંધાયા બાદ વલસાડ જિલ્લાના વાપીમાં બીજો કેસ નોંધાયો છે. જેમાં એક પરિણીત મુસ્લિમ યુવકે પડોશમાં રહેતી હિન્દુ યુવતીને બહેલાવી ફોસલાવી તેમના ભાઈને મારી નાખવાની ધમકી આપી લગ્ન કરવા મજબુર કરી ઇન્દોર લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતાં.  વાપીમાં ગુજરાતના બીજા અને દક્ષિણ ગુજરાતના આ પ્રથમ લવ જીહાદના કેસ અંગે વાપી ડિવિઝનના DYSP વી. એમ. જાડેજાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી કે ગત 10 મી જૂને ભોગ બનનાર પીડિતાની માતાએ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની 19 વર્ષની દીકરીને પડોશમાં રહેતો વિધર્મી યુવક ભગાડીને લઈ ગયો છે. આ ફરિયાદની ગંભીરતા જોયા બાદ વાપી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી યુવક યુવતીને મધ્યપ્રદેશના ઈન્દોર ની એક ચાલમાંથી ઝડપી લઈ વ...
ગૌરક્ષક અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા પર ગાય ભરેલ ટેમ્પો ચડાવી મોત નિપજાવવાના મામલામાં વલસાડ પોલીસે 10 ગૌતસ્કરોને દબોચી લીધા

ગૌરક્ષક અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા પર ગાય ભરેલ ટેમ્પો ચડાવી મોત નિપજાવવાના મામલામાં વલસાડ પોલીસે 10 ગૌતસ્કરોને દબોચી લીધા

Gujarat, National
વલસાડ જિલ્લાએ એક બાહોશ અને નીડર ગૌરક્ષકને ખોયો છે..........  જીવના જોખમે પશુઓને પકડ્યા બાદ પાંજરાપોળમાં તેની માવજત થાય છે કે પછી ગુપચુપ કતલખાને મોકલી દેતા કસાઈઓને હાથે બેમોત મરે છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરવી જરૂરી છે....... અપરાધીઓને પકડવા જે ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરે છે તેવો ઉપયોગ આ દિશામાં પણ જરૂરી કેમ કે ભૂતકાળમાં ગૌમાંસ પકડતા, અબોલ પશુઓ પકડતા કેટલાક ગૌરક્ષકો જ ગૌભક્ષકોના રૂપમાં સામે આવ્યાં છે.........  17મી જૂને વલસાડ પંથકના ધરમપુરથી વલસાડ અને વલસાડથી નવસારી તરફના હાઇવે નમ્બર 48 પર ફિલ્મની કથાને પણ ટક્કર મારે તેવા સંજોગો બન્યા હતાં. આ સંજોગો મૂળ એક ટેમ્પોમાં 10 ગાય એક બળદ ભરી ભાગેલા ગૌતસ્કરોને ઝડપી પાડવા માટે ઉભા થયા હતાં. જેમાં રીઢા ગૌતસ્કર અને ટેમ્પો ચાલકને પકડવા ગૌરક્ષક હાર્દિક કંસારાએ ટ્રાફિક રોકી પોતાની XUV કાર હાઇવે પર આડી ઉતારી રોકવાનો ...