વાપીની આદિત હોસ્પિટલમાં પહેલા પૈસા ભરો પછી પેશન્ટને લઈ જાઓ કહેતી ડોકટર પત્નીનો વીડિઓ વાયરલ
વાપી :- વાપીમાં આવેલી આદિત હોસ્પિટલમાં 20 દિવસથી સારવાર હેઠળ રહેલા દર્દીને વધુ સારવાર માટે સુરત લઈ જતી વખતે હોસ્પિટલના તબીબની પત્નીએ દર્દીને પૈસા ભર્યાં વગર નહિ જવા દેવાની અને બીલને લઈને દર્દીઓના પરિવાર સાથે ઝઘડો કરતી હોય તેવો વીડિઓ વાયરલ થયો છે. આ વિડીઓને લઈને હાલ વાપીમાં ચકચાર મચી ગઇ છે.
ઓક્સિજન પર રહેલા દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ જતી વખતે દર્દીના સગાને પહેલા પૈસા ભરો પછી પેશન્ટને લઈ જાઓ તેવુ ગુસ્સામાં કહેતી અને સ્ટ્રેચર પર રહેલા પેશન્ટને લઈ નહિ જવા એમ્બ્યુલન્સના સ્ટાફને આદેશ કરી દર્દીના પરિવાર સાથે ઝઘડો કરતી ડોકટર પત્નીનો વીડિઓ વાયરલ થયો છે.
દર્દીના સગા પણ આક્ષેપો કરે છે કે રોજના 50 હજાર સુધીનું બિલ ચૂકવતા આવ્યાં છીએ તો આ બિલ પણ ભરી દીધું છે. જે બાદ પેશન્ટના પરિવારજનોએ બીલના પૈસા ચૂકવી દેતા તે પૈસા ગણીને એમ્બ્યુલન્સને જવા દેવાનો ઈશારો કરે છે. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિઓ વાયરલ થયો ...