Friday, October 18News That Matters

Month: April 2021

વાતાવરણમાં 21 ટકા પ્રાણવાયુ છે તો, પણ કોરોના મહામારીમાં કેમ સર્જાઈ તંગી

વાતાવરણમાં 21 ટકા પ્રાણવાયુ છે તો, પણ કોરોના મહામારીમાં કેમ સર્જાઈ તંગી

Gujarat, National, Science & Technology
વાપી :- મનુષ્ય સહિત અન્ય કેટલાય જીવો માટે ઓક્સિજન એ પ્રાણ બચાવતો પ્રાણવાયુ છે. અને તે પૃથ્વી પર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ પણ છે. તેમ છતાં હાલની કોરોના મહામારીમાં પ્રાણવાયુની કટોકટી દરરોજ અનેક લોકોને મૃત્યુના ખપ્પરમાં હોમી રહી છે.  ધોરણ 6 થી ધોરણ 10માં ભણતા કોઈ બાળકને પૂછો કે પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનની માત્રા કેટલી તો તે સચોટ જવાબ આપી દેશે 21 ટકા જેટલી. પૃથ્વી એક માત્ર ગ્રહ છે. જેને  અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. જે પૃથ્વીને મળેલી અમૂલ્ય ભેટ છે. પૃથ્વીની ચારે બાજુ લગભગ 800 થી 1000 કિલો મીટરની ઊંચાઈ સુધી વિવિધ વાયુનું આવરણ છે. વાતાવરણ કહેવાતા આ આવરણમાં ઓક્સિજનની એટલી માત્રા મનુષ્ય સહિત અન્ય કેટલાય જીવો માટે પ્રાણ બચાવવા પૂરતી છે.  પૃથ્વીના વાતાવરણમાં નાઈટ્રોજનનું પ્રમાણ 78.03 ટકા, ઓક્સિજનનું પ્રમાણ 20.99 ટકા, ઓર્ગોનનું પ્રમાણ 0.94 ટકા, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ...
કોરોના મહામારીમાં UPL કંપનીએ 4 હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો

કોરોના મહામારીમાં UPL કંપનીએ 4 હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો

Gujarat, National
વાપી :- જરૂરિયાત એ શોધની જનેતા છે. આ કહેવતને હાલની કોરોના મહામારીમાં ઓક્સિજનની તંગી નિવારવાના એક આઈડિયા જો બદલ દે દુનિયાના રૂપ માં UPL કંપનીએ સાર્થક કરી છે. કોરોના મહામારીમાં ઓક્સિજનની તંગી નિવારવા UPL કંપનીએ નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં કન્વર્ટ કર્યો છે. ગુજરાતમાં વાપી, સુરત, અંકેલશ્વર અને મધ્યપ્રદેશના ઇન્દોર માં કંપનીએ પોતાનાં નાઇટ્રોજન પ્લાન્ટને બંધ કરી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટના રૂપે શિફ્ટ કર્યો છે. આગામી એક સપ્તાહમાં આ પ્લાન્ટ થકી ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવામાં આવશે.   કોરોના મહામારીમાં UPL કંપનીની પહેલ... ઓક્સિજનની ઘટ નિવારવા મદદરૂપ બનશે... UPL તેના નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં તબદીલ કર્યો...... વાપી સહિત 4 હોસ્પિટલમાં ઓક્સિજન આપશે... વાપીમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ (UPL) કંપની ગુજરાતમાં એના નાઇટ્રોજન ઉત્પાદન પ્લાન્ટને કન્વર્ટ કરી ઓક્સ...

દમણ-સેલવાસમાં શનિવારે વધુ 234 કોરોના પોઝિટિવ, કુલ એક્ટિવ સંખ્યા 1938 થઈ

Breaking News
સેલવાસ :- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 1938 પર પહોંચી છે. શનિવારે દાદરા નગર હવેલીમાં વધુ 177 કેસ નોંધાયા હતાં. જ્યારે 70 રિકવર થયા હતાં. જ્યારે દમણમાં વધુ 57 કેસ નોંધાયા હતાં. 40 રિકવર થયા હતાં.  સેલવાસમાં વધુ 177 પોઝિટિવ... દમણમાં વધુ 57 પોઝિટિવ... બંને પ્રદેશની કુલ પોઝિટિવ સંખ્યા 1938.... વિકેન્ડ લોકડાઉન બેઅસર સાબિત થયું... દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના કેસ પર કાબુ મેળવવા શનિવાર અને રવિવાર એમ 2 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. સાથે જ બહારના રાજ્યમાંથી આવતા પ્રવાસીઓ પર પણ નિયંત્રણ રહે તે માટે RTPCR રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જો કે આ તમામ નિયમો કોરોના સામે બેઅસર સાબિત થયા છે. સેલવાસમાં 1509 એક્ટિવ કેસ..... શનિવારે દાદરા નગર હવેલીમાં 177 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. નવા પોઝિટિવ કેસ સાથે દાદરા નગર હવેલીમાં કુલ એક્ટિવ ...
જાણો! વલસાડ જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં ICU, વેન્ટિલેટર, ઓક્સિજન બેડની હાલની સ્થિતિ વિશે

જાણો! વલસાડ જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં ICU, વેન્ટિલેટર, ઓક્સિજન બેડની હાલની સ્થિતિ વિશે

Gujarat
રિપોર્ટ :- ટીમ ઔરંગાટાઈમ્સ  વલસાડ જિલ્લામાં શનિવારે આરોગ્ય વિભાગે આપેલી વિગતો મુજબ એક સામટા 103 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે શુક્રવારે 107 દર્દીઓ નોંધાયા હતાં. 2 દિવસમાં 8 દર્દીઓના મોત નિપજ્યા હતાં. વલસાડ જિલ્લામાં અંદાજિત 42 હોસ્પિટલમાં કોવિડ સેન્ટર હેઠળ સારવાર આપવામાં છે. જો કે એમાંથી માત્ર 12 હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથે ઓક્સિજનની સુવિધા છે. જ્યારે બાકીની હોસ્પિટલમાં માત્ર ઓક્સિજન માટે ની સારવાર જ આપવામાં આવે છે. જ્યારે ICU ની સુવિધા ધરાવતી માત્ર 10 હોસ્પિટલ છે. વાપી :- વલસાડ જિલ્લામાં દરરોજ કોવિડના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં સારવાર મેળવી સાજા થતા દર્દીઓ સામે મરણાંક દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. જિલ્લામાં કોવિડ સારવાર આપતી માત્ર 42 હોસ્પિટલ છે. જેમાં સરકારી રિપોર્ટ મુજબ 638 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે હકીકતમાં જિલ્લાના કુલ કોવિ...
વલસાડ-સેલવાસ-દમણમાંથી વધુ 303 પોઝિટિવ કેસ, 123ને રજા અપાઈ

વલસાડ-સેલવાસ-દમણમાંથી વધુ 303 પોઝિટિવ કેસ, 123ને રજા અપાઈ

Gujarat
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બીજા દિવસે પણ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 200 પાર ગયો છે. દાદરા નગર હવેલીમાં બુધવારે 206 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વલસાડમાં 2 ના મોત સાથે 69 કેસ નોંધાયા છે. તો દમણમાં 28 નવા કેસ નોંધાયા છે. જ્યારે 50 ને રજા અપાઈ હતી. વલસાડ જિલ્લામાં બુધવારે રામ નવમીના દિવસે વધુ 2 દર્દીના મોત નિપજ્યા હતાં. જ્યારે 69 દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. વલસાડ જિલ્લામાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 506 થઈ છે. સારવારથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1551 થઈ છે. તો અત્યાર સુધીનો કુલ મરણાંક 191 થયો છે. દમણમાં બુધવારે 50 દર્દીઓ સાજા થતા તેને સારવાર માંથી રજા અપાઈ હતી. જ્યારે 28 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. દમણમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 270 છે. જ્યારે અત્યાર સુધીમાં 1692 દર્દીઓને સારવારમાથી મુક્તિ અપાઈ છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં મંગળવારે 265 કોરો...
ગુજરાતના ટ્રાવેલ્સ સંચાલકોએ RT-PCR વિના જઇ શકાય તેવા રાજ્યોમાં કામદારોના ફેરા શરૂ કર્યા

ગુજરાતના ટ્રાવેલ્સ સંચાલકોએ RT-PCR વિના જઇ શકાય તેવા રાજ્યોમાં કામદારોના ફેરા શરૂ કર્યા

Gujarat
  વાપી :- ગુજરાતમાંથી મહારાષ્ટ્ર-રાજસ્થાન જતી આવતી લકઝરી બસોમાં મુસાફરોના RT-PCR રિપોર્ટ વિના આવાગમન પર સરકારે પાબંધી લગાવી છે એટલે ધંધો ઠપ્પ થયો છે. જ્યારે વાપીમાંથી યુપી-બિહાર-મધ્યપ્રદેશના કામદારોનું પલાયન શરૂ થયું છે. આ રાજ્યમાં RT-PCR નો કોઈ નિયમ ના હોય હવે સુરત-વાપીના અને સૌરાષ્ટ્ર-અમદાવાદમાં ટ્રીપ મારતા ખાનગી બસ ચાલકોએ પરપ્રાંતીય કામદારોને ઊંચા ભાડા સાથે તે તરફના ફેરા શરૂ કર્યા છે. કોરોનાની બીજી લહેરે પરપ્રાંતીય કામદારોને બીજી વાર વતન પરત ફરવા મજબૂર કર્યા છે. જેનો ફાયદો હાલ વાપીમાં ટ્રાવેલ્સ સંચાલકો ઉઠાવી રહ્યા છે. વાપીમાં બલિઠામાં વેસ્ટર્ન હોટેલ, બોમ્બે રેસ્ટોરન્ટ, વાપીમાં હાઇવે પર, પેપીલોન હોટેલ નજીક ગુંજન ચોકડી પરથી મુસાફરો ભરેલી ખાનગી બસોની યુપી-એમપીની ટ્રીપ શરૂ થઈ છે. હાલ વાપીમાં હાઇવેનો હોટેલો પર ખાનગી બસોનો ખડકલો થઈ રહ્યો છે. આ અંગે ટ્રાવેલ્સ સંચાલકો પાસેથી મળતી ...
એક જ દિવસમાં 369 કોરોના પોઝિટિવ કેસ

એક જ દિવસમાં 369 કોરોના પોઝિટિવ કેસ

Gujarat
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં મંગળવાર અમંગળ સાબિત થયો હતો. મંગળવારે એક જ દિવસમાં દાદરા નગર હવેલીમાં 265 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે વલસાડ જિલ્લામાં 2 ના મોત સાથે 78 નવા કેસ નોંધાયા હતાં. દમણમાં 26 નવા કેસ સામે 27 ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.   વાપી :- દાદરા નગર હવેલીમાં મંગળવારે ફરી કોરોના કહેર વધ્યો હતો. મંગળવારે દાદરા નગર હવેલીમાં 265 કેસ, દમણમાં 26 કેસ, વલસાડમાં 78 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. વલસાડમાં 2 દર્દીના મોત થયા હતા. દાદરા નગર હવેલીમાં 1008 એક્ટિવ કેસ.... એકજ દિવસમાં 265 કેસ નોંધાયા... મંગળવાર અમંગળ સાબિત થયો.... ત્રણેય પ્રદેશમાં 369 કેસ પોઝિટિવ નોંધાયા.. વલસાડ જિલ્લા સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો હતો. આ ત્રણેય પ્રદેશના મળીને એક જ દિવસમાં 369 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં....
કોરોનાની ભયાનક સ્થિતી: સતત બીજા દિવસે ગુજરાતમાં આવ્યા 5 હજારથી વધુ કેસ, 54 લોકોના થયાં છે મોત

કોરોનાની ભયાનક સ્થિતી: સતત બીજા દિવસે ગુજરાતમાં આવ્યા 5 હજારથી વધુ કેસ, 54 લોકોના થયાં છે મોત

Breaking News
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધતાં જાય છે. ત્યારે હવે સતત બીજા દિવસે પણ રાજ્યમાં પાંચ હજારથી વધારે નવા કેસ આવ્યા છે. આજે પણ ગુજરાતમાં નવા 5469 કેસ નોંધાયા છે. જ્યારે આ વાયરસથી આજે 54 લોકોના મોત પણ થયા છે. ગુજરાતમાં કોરોના કેસનો આંકડો પ્રતિદિવસ નવા નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કુલ 5469 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 54 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 19, સુરતમાં 18, વડોદરામાં 7 દર્દીના મોત થઇ ગયા છે. તો રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 4800 દર્દીના મોત થઇ ચૂક્યા છે. તો હાલમાં 203 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 27 હજાર 568 થઇ ગઇ છે. તો છેલ્લા 24 કલાકમાં 2976 દર્દીઓ સાજા થયા છે. તો આજદિન સુધીમાં કુલ 3 લાખ 15 હજાર 127 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમા...