Friday, October 18News That Matters

દમણ-સેલવાસમાં શનિવારે વધુ 234 કોરોના પોઝિટિવ, કુલ એક્ટિવ સંખ્યા 1938 થઈ

સેલવાસ :- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 1938 પર પહોંચી છે. શનિવારે દાદરા નગર હવેલીમાં વધુ 177 કેસ નોંધાયા હતાં. જ્યારે 70 રિકવર થયા હતાં. જ્યારે દમણમાં વધુ 57 કેસ નોંધાયા હતાં. 40 રિકવર થયા હતાં. 
સેલવાસમાં વધુ 177 પોઝિટિવ…
દમણમાં વધુ 57 પોઝિટિવ…
બંને પ્રદેશની કુલ પોઝિટિવ સંખ્યા 1938….
વિકેન્ડ લોકડાઉન બેઅસર સાબિત થયું…
દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના કેસ પર કાબુ મેળવવા શનિવાર અને રવિવાર એમ 2 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. સાથે જ બહારના રાજ્યમાંથી આવતા પ્રવાસીઓ પર પણ નિયંત્રણ રહે તે માટે RTPCR રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જો કે આ તમામ નિયમો કોરોના સામે બેઅસર સાબિત થયા છે.
સેલવાસમાં 1509 એક્ટિવ કેસ..
શનિવારે દાદરા નગર હવેલીમાં 177 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. નવા પોઝિટિવ કેસ સાથે દાદરા નગર હવેલીમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1509 પર પહોંચી છે. એ જ રીતે દમણમાં પણ વધુ 57 પોઝિટિવ કેસ સાથે એક્ટિવ કેસની સંખ્યા 429 થઈ છે. બંને પ્રદેશ મળી કુલ એક્ટિવ કેસ ની સંખ્યા 1938 સુધી પહોંચી છે.
સત્તાવાર માત્ર 4 જ દર્દીના મોત…..
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. તો મૃત્યુ દરનું પ્રમાણ ખૂબ નીચું છે. સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધીમાં માત્ર 4 દર્દીઓના જ મૃત્યુ નોંધાયા છે. જો કે વલસાડની જેમ અહીં બિનસત્તાવાર આંકડો 200 પાર છે. પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 4640 દર્દીઓ રિકવર થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *