ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેતા અને હાલમાં ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા શશાંક જૈને દુબઈ (UAE)માં આયોજિત 2024 વર્લ્ડ મેન્ટલ સ્પોર્ટ્સ ઓલિમ્પિક (Memorid World Mental Sports Olympics)માં મેન્ટલ મલ્ટીપ્લિકેશન અને મેન્ટલ સ્ક્વેર રૂટ્સમાં ગોલ્ડ મેડલ અને મેન્ટલ ડિવિઝનમાં બ્રોન્ઝ મેડલ મેળવી વાપી સહિત ભારતનું નામ રોશન કર્યું છે.
આ 22 વર્ષીય યુવા ગણિતશાસ્ત્રી શશાંક જૈને 6-અંકની સંખ્યાઓના વર્ગમૂળની ગણતરીમાં એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. (Mental Division) અને (Mental Square Root 6-Digits) આ સિદ્ધિ મેળવનાર શશાંકે 7 નવેમ્બર 2024ના રોજ UAEના શારજાહમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં માત્ર 27.36 સેકન્ડમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. અને તેનો પોતાનો જ અગાઉનો 61.34 સેકન્ડનો રેકોર્ડ તોડ્યો છે.
શશાંકનું આ અદ્ભુત પ્રદર્શન તેની ગાણિતિક ક્ષમતા, સમર્પણ અને શિસ્ત અંગે તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતા સુંદર જૈન અને માતા સંગીતા જૈન તેને બાળપણથી જ પ્રોત્સાહન આપતા હતા. એટલે ગણિત પ્રત્યે તેમની જિજ્ઞાસા વધતી રહી છે. જે તેને આજના યુગના સૌથી ઝડપી માનવ કેલ્ક્યુલેટર તરીકેની નામના અપાવી છે.
શશાંક ની આ સિદ્ધિને લઈ ખુશી વ્યક્ત કરતા તેમના માતાપિતાએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર વાપીમાં એક પ્રતિષ્ઠિત વેપારી પરિવાર છે. શશાંકની ગણિતની કુશળતાના મૂળ રાજસ્થાનના ઉદયપુરમાં છે. તેમના દાદા દાદી કન્હૈયાલાલ સિન્યાલ અને રાજબાઈ, જેઓ દારોલીના છે, તેમનો તેમના જીવનમાં ઊંડો પ્રભાવ રહ્યો છે. તેમણે પરિવાર નું જ નહીં પરંતુ વાપી સહિત સમગ્ર ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે.
શશાંકે 8-અંકની સંખ્યાઓના વર્ગમૂળની ગણતરીમાં 85.69 સેકન્ડનો બીજો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે તેણે 2024માં દુબઈમાં આયોજિત વર્લ્ડ મેન્ટલ સ્પોર્ટ્સ ઓલિમ્પિકમાં મેન્ટલ મલ્ટીપ્લિકેશન અને મેન્ટલ સ્ક્વેર રૂટ્સમાં ગોલ્ડ મેડલ અને મેન્ટલ ડિવિઝનમાં બ્રોન્ઝ મેડલ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કુશળતાનો પરચકમ લહેરાવ્યો છે.
શશાંકની સિદ્ધિઓ એ વાતનો પુરાવો છે કે માનસિક રમતોમાં નિપુણતા મેળવવી એ કોઈપણ સાધનની જરૂર વગર માનવ ક્ષમતાની સીમાઓ તોડવા સમાન છે. આજના તકનીકી યુગમાં, જ્યાં ગણતરીઓ પળવારમાં કરવામાં આવે છે, માનસિક ગણતરીઓ ઝડપ, એકાગ્રતા અને યાદશક્તિની કસોટી કરે છે. આવી સ્થિતિમાં શશાંક જેવા યુવાનો, જેમની ગાણિતિક કુશળતા અસાધારણ છે,
ઉલ્લેખનીય છે કે, શશાંકે મેળવેલી આ સિદ્ધિ તેમના પોતાના આત્મબળે મેળવી છે. આ ઓલમ્પિક માં ભારત સહિત 40 દેશના 150 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તે પણ ઓસ્ટ્રેલિયામાં પોતાના અભ્યાસ દરમ્યાન તેમાંથી છૂટી લઈને એકલો દુબઈ પહોંચ્યો હતો. અને સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવી ભારત આવી વાપીમાં રહેતા તેમના માતાપિતાને સરપ્રાઈઝ ભેટ આપી હતી. જેને તેમના પરિવારના સૌકોઈએ વધાવી લીધી છે. હવે તે આગામી ઓલમ્પિક માટે ફરી તૈયારીઓ કરી રહ્યો છે.