Thursday, December 5News That Matters

વલસાડના ધારાસભ્ય ભરત પટેલ દ્વારા શ્રી ચંદ્રમોલિશ્વર મહાદેવજી મંદીર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, જિલ્લા પ્રમુખ, સાંસદ રહ્યા ઉપસ્થિત

કેન્દ્રીય જળ શક્તિ વિભાગના કેબિનેટ મંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રતનાકરજીની સુચના અને માર્ગદર્શન મુજબ બુધવારે (179) વલસાડ વિધાનસભા ના ધારાસભ્ય ભરતભાઇ પટેલ દ્વારા વલસાડ શ્રી ચન્દ્રમોલિશ્વર મહાદેવજી મંદીર ખાતે “સ્નેહમિલન કાર્યક્રમ” નું આયોજન અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે કરવામાં આવ્યું હતું,

આ સ્નેહ મિલન કાર્યક્રમ અંગે વલસાડ જિલ્લા ભાજપના મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડેએ આપેલી અખબારી યાદી મુજબ મુખ્ય મહેમાન તરીકે લોકસભાના દંડક વલસાડ/ડાંગ ના સાંસદ ધવલ પટેલ તેમજ અતિથિ વિષેશ તરીકે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ હેમંત કંસારા વિશેષ હાજર રહ્યા હતા.

વલસાડ ના ધારાસભ્ય ભરત પટેલે “સ્નેહમિલન કાર્યક્રમ” મંચસ્ત મહાનુભાવો સહિત ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી, અને આવનાર સમયમાં કેન્દ્ર,રાજ્ય સરકાર દ્વારા વલસાડ શહેર, તાલુકામાં હાથ ધરનાર વિવિધ વિકાસના કામોની વિગતો આપી કેન્દ્ર સરકાર, તેમજ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ સભ્ય ધવલ પટેલનો વિશેષ આભાર માન્યો હતો અને આવનારી ચૂંટણીઓ માટે સંગઠન ની સૂચના મુજબ કાર્ય કરવાની સૂચના આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

લોકસભાના દંડક વલસાડ/ડાંગ ના સાંસદ સભ્ય ધવલ પટેલે “સ્નેહમિલન કાર્યક્રમ” ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી હતી અને આવનાર સમયમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા એમના લોકસભા વિસ્તાર માટે જરૂરી તમામ વિકાસ ના કામો માટે યોગ્ય રજૂઆતો સંસદમાં અને રાજ્ય સરકાર સ્તરે પણ કરી હોવાની વાત કરી હતી, એમણે વિષેશ કરી ખેડૂત, માછીમારો અને રેલવે ના લોકજરૂરી પ્રશ્નો ને વાચા આપી હોવાનું ઉમેર્યું હતું, આ સાથેજ સાંસદે તમામ કાર્યકર્તાઓ માટે હરહંમેશ એમની પડખે ઉભા રહેવાની ખાતરી આપી હતી.

જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા દ્વારા ઉપસ્થિત લોકો ને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી, લોકસભામાં તમામ વિધાનસભાઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી ને બિરદાવી હતી અને સંગઠન ની સૂચના મુજબ સદસ્યતા અભિયાન માટે કાર્યકર્તાઓ ની કામગીરીને પ્રોત્સાહિત કર્યા હતા,

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વ માં કાર્યરત કેન્દ્ર સરકાર અને ગુજરાત ના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ માં કાર્યરત ગુજરાત સરકાર ની વિવિધ વિકાસ ના કાર્યો ની વાત કરી હતી અને આવનાર સંગઠન પર્વ નિમિત્તે તમામ ને શુભકામનાઓ પાઠવી હતી.

આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શિલ્પેશ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જીતેશ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી જીગીતસાબેન પટેલ, જિલ્લા સંગઠન મંત્રી અને વલસાડ શહેર ના પ્રભારી શ્રીમતી હેતલબેન પટેલ, વલસાડ તાલુકા ભાજપના પ્રભારી હર્ષદ કટારીયા, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ કિશોર પટેલ, વલસાડ તાલુકા ભાજપ ના ઉપપ્રમુખ તેજસ પટેલ, વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ મીનાબેન પટેલ, ઉપપ્રમુખ સુનિલ પટેલ, વલસાડ તાલુકા ના મહામંત્રી અમૃત ટંડેલ, નીતિન પટેલ, વલસાડ શહેર ભાજપના મહામંત્રી ધર્મીન શાહ, અમરત પટેલ, વલસાડ સરપંચ સંઘના પ્રમુખ વિનોદ પટેલ સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો, વલસાડ શહેર, તાલુકાના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદેદારો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વલસાડ નગરપાલિકાના પૂર્વ સભ્યશ્રીઓ સહિત અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ફોટો દિવ્યેશ પાંડે, મીડિયા કન્વીનર, વલસાડ ભાજપ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *