વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાપી ટાઉન પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી. તે દરિમયાન અ.પો.કો કનકસિંહ દયાતરને મળેલી બાતમી આધારે દમણ તરફ થી આવતા કન્ટેનર નંબર. WB11-E-7635ના ચાલક દિલીપ જયનારાયણ શાહને રોકી કન્ટેનરમાં તપાસ કરતા રૂપિયા 8,20,800નો દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 18,25,800 નો મુદ્દામાલ કબ્જે કરી ચાલકની ધરપકડ કરી આગળની વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસ મથકને સોંપ્યો છે.
મૂળ ઓરિસ્સાનો કન્ટેનર ચાલક વિપુલ પ્રમાણ માં દારૂનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહ્યો છે જે બાતમીના આધારે વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાપી ટાઉન પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ બલીઠા ગામ ખાતે વોચમા હતા. તે કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ.5784 જેની કિંમત.8,20,800 નો ઝડપી પાડી વધુ તપાસ કરતા આ જથ્થો દમણ ખાતેથી રોહિત અને તેના અન્ય એક સાથીએ ભરાવી આપ્યો હતો.
આ જથ્થો સુરત ખાતે લઇ જતો હોવાનું જણાવ્યું હતું જેથી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટાટા કન્ટેનર ની કિંમત 10 લાખ, એક મોબાઈલ કિંમત 5000 મળી કુલ 18,25,800 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ વાપી ટાઉન પોલીસ મથક ને સોંપી છે.
ઉલ્લેખનીય છે કે, સદર કામગીરી એલ.સી.બી વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટર ઉત્સવ બારોટની સુચના અને માર્ગદર્શન આધારે અ.હે.કો રજનીકાંત રમેશભાઈ બારીઆ તથા અ.પો.કો કનકસિંહ દોલુભા દયાતર નાઓએ ટીમ વર્કથી કરેલ છે.
Glue Dream strain This is my first time pay a quick visit at here and i am really happy to read everthing at one place