Friday, July 26News That Matters

વાપીના ગુંજન વિસ્તારમાંથી પોલીસે 5.33 લાખના MD ડ્રગ્સ સાથે કર્ણાટકના એક વ્યક્તિની ધરપકડ કરી

વાપી GIDC પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી MD ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. SOG પોલીસે વાપીના ગુંજન હાઉસીંગ વિસ્તારમાંથી આ ડ્રગ્સ કબ્જે કર્યું છે. જેની કિંમત 5,33,700 રૂપિયા છે. પોલીસે 5.33 લાખના 53.37 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જેની પાસેથી 34,500 રૂપિયા રોકડા મળ્યા છે. પકડાયેલ વ્યક્તિ મૂળ કર્ણાટક નો રહેવાસી છે.

વલસાડ પોલીસે વાપીના ગુંજન વિસ્તાર ના રહેણાંક મકાનમાંથી 1 વ્યક્તિની ધરપકડ કરી છે. પકડાયેલ વ્યક્તિ પાસેથી પોલીસે 53.37 ગ્રામ મેટાએમ્ફેટામાઇન MD ડ્રગ્સ કબ્જે કર્યું છે. જેની બજાર કિંમત 5,33,700 છે.

વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ તથા સેવન કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહેલ વલસાડ SOG ની ટીમે બાતમી આધારે વાપી જી.આઇ.ડી.સી. પો.સ્ટે. હદ વિસ્તારના ગુંજન ન્યૂ હાઉસીંગ બ્લોક નંબર 71, રૂમ નંબર 1386માં રેઇડ કરી હતી. આ રહેણાંક મકાનમાં રહેતા શંકર વિજય સિંકેતની અટક કરી ઘરમાં તલાશી લીધી હતી. જેના ઘરમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ મેટાએમ્ફેટામાઇન (એમ.ડી.) ડ્રગ્સનો 53.37 ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત 5,33,700 રૂપિયા છે.

મૂળ કર્ણાટકનો અને હાલ ગુંજનના ન્યૂ હાઉસીંગ બ્લોક નંબર 71માં રહેતા આ વ્યક્તિ પાસેથી પોલીસને 34 હજાર રૂપિયા રોકડા મળી આવ્યાં છે. રહેણાંક મકાનમાં જ આ વ્યક્તિ ડ્રગ્સના બંધણીઓને ડ્રગ્સ આપતો હતો. જેનું વજન કરવા 2 પોર્ટેબલ વજનકાંટા રાખ્યા હતાં. પોલીસે 5,33 લાખના ડ્રગ્સ, 34 હજાર રોકડા અને 2 મોબાઈલ ફોન જપ્ત કરવા સાથે તેની વિરૂધ્ધમાં NDPS એકટ 1985 ની કલમ 8(સી), 22(સી), 29 મુજબનો ગુન્હો વાપી જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ યાદવ (IPS), સુરતના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા (IPS)એ આપેલ સુચના અનુસંધાને SOG PI એ. યુ. રોઝની રાહબરી હેઠળ SOG વલસાડની ટીમ છેલ્લા 10 દિવસથી MD ડ્રગ્સ સંદર્ભે વર્કઆઉટ કરી રહી હતી.

જે દરમ્યાન ASI અશોકકુમારને મળેલ ચોક્કસ બાતમી આધારે ગુંજન વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં રહેતા શંકર વિજય સિંકેતના ઘરમાં રેઇડ કરી હતી. આ કામગીરી PSI આઇ. કે. મિસ્ત્રી, ASI અશોકકુમાર, HC ભાવેશભાઇ, દિગ્વિજયસિંહ, PC વિક્રમસિંહ નિતીનભાઇ, અરશદ યુસુફ, ડ્રાઇવર HC સુનિલકુમાર, રમેશભાઇ વગેરે પોલીસ સ્ટાફ દ્રારા ટીમવર્કથી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *