વાપી GIDC માં આવેલ AIM કેમિકલ કંપની પરિસરમાં એસિડની રેલમછેલ થઈ હતી. GIDC ના 3rd ફેઝમાં પ્લોટ નંબર 1401/3 માં કાર્યરત AIM કેમિકલ કંપનીમાં એસિડ ભરેલ ટાંકી નો વાલ તૂટી જતા આ ઘટના ઘટી હતી. જેને કારણે ટાંકી માં રહેલ એસિડ કંપની પરિસરમાં ઢોળાયું હતું. કેટલુંક એસિડ કંપની બહાર પણ વહેતુ જોવા મળ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. તેમજ આકસ્મિક ઘટના હોય VIA, VGEL ને તે અંગે જાણકારી આપી ઢોળાયેલ એસિડ પર તાત્કાલિક ચૂનો નાખી તેને વધુ પ્રસરતા અટકાવ્યું હતું.
ઘટના અંગે વધુ મળતી વિગતો મુજબ શનિવારે સવારે આ ઘટના ઘટી હતી. Aim કેમિકલ કંપની માં કામગીરી ચાલી રહી હતી. એ અરસામાં કંપની પરિસરમાં રહેલ ટાંકી નો વાલ ખરાબ થઈ ગયો હતો. જે બાદ તે તૂટી જતા ટાંકીમાં રહેલું એસિડ બહાર નીકળવા માંડ્યું હતું. સતત બહાર નીકળતું એસિડ જોઈ કંપની સંચાલકોએ તેને વધુ પ્રસરતા રોકવાની કવાયત હાથ ધરી હતી.
જો કે, એસિડ જમીનના સંપર્કમાં આવતા તેની આસપાસ કામ કરતા કામદારો ના નાક માં તીવ્ર વાસ જતા નાકમાં ચચરાહટ મચી હતી. એસિડ કંપની પરિસર માં ખાબોચિયા માં ફેરવાયું હતું. તેમજ કેટલુંક એસિડ કંપની બહાર નીકળ્યું હતું. કંપની ના ગેટ સામે તેના ખાબોચિયા ભરાયા હતાં. તો નજીમાંથી પસાર થતી ગટર લાઈનમાં વહેતુ જોવા મળ્યું હતું.
ઢોળાયેલ એસિડ પર કંપની સંચાલકોએ ચૂંનો નાખી તેની જલદતા સામાન્ય કરી હતી. તેમજ આ ઘટના અંગે VIA અને VGEL ને જાણ કરી વાકેફ કરવામાં આવ્યા હતાં. એસિડ ઢોળાવાની ઘટનામાં કોઈ જાનહાની કે ગેસ લાગવાની કે ગૂંગળામણ ની ઘટના બની નહોતી. જો કે આ ઘટના આકસ્મિક ઘટના હોવાનું અનુમાન લાગવામાં આવ્યું હોય ઘટના અંગે GPCB એ પણ સ્થળ વિઝીટ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો સૂત્રો તરફથી મળી હતી.
ઉલ્લેખનીય છે કે વાપી GIDC માં અનેકવાર આવી ઘટનાઓ બને છે. ત્યારે, દર વખતે કર્મચારીઓ ની સુરક્ષાના સવાલ ઉભા થાય છે. આ ઘટના દરમ્યાન પણ કંપની સંચાલકો દ્વારા કર્મચારીઓ ની સુરક્ષા બાબતે કાળજી લેવાઈ હતી કે, કેમ, તેમજ તેઓને સુરક્ષા સાધનો પુરા પાડવામાં આવે છે કેમ તે બાબતે પણ સંલગ્ન સંસ્થા ના અધિકારીઓ તપાસ કરે તે જરૂરી છે.