Thursday, December 26News That Matters

વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં યોજાયેલ 28માં રક્તદાન કેમ્પમાં 621 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

વાપી GIDC માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપની ખાતે સ્વ. શ્રી રસિકલાલ દેવજી ગાલા, સ્વ. શ્રી માતૃશ્રી ધનવંતીબેન વલ્લભજી ગોગરી તથા સ્વ. શ્રી શાંતિલાલ તેજશી શાહના સ્મણાર્થે 22મી ડિસેમ્બર શુક્રવારે 28માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુઁ. જેમાં પુરુષ અને મહિલા રક્તદાતોએ ઉમળકાભેર રક્તદાન કરતા કુલ 621 યુનિટ રક્ત એકત્ર થયું હતું.

વાપી ઔધોગિક વસાહતમાં આવેલ જાણીતી આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 26 વર્ષથી અવિરત પણે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ રક્તદાન શિબિરમાં દર વર્ષે આરતી અને તેની ગ્રુપ કંપનીના કર્મચારીઓ રક્તનું દાન કરે છે. જે અંતર્ગત શુક્રવારે 28 માં રકતદાન કેમ્પમાં કંપનીના કર્મચારીઓએ વલસાડ જિલ્લાના બિમાર દર્દીઓ માટે લોહીની જરૂરિયાત પૂરી કરવા સ્વેચ્છાએ 621 યુનિટ રક્તનું દાન કર્યું હતું.

રક્તદાન શિબિર અંગે આરતી ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના સિનિયર મેનેજર રીકેન ટંડેલે જણાવ્યું હતું કે આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે વર્ષ 1998થી દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે નિમિત્તે આ 28મો રક્તદાન કેમ્પ હતો. 26 વર્ષથી થતા આ રક્તદાન કેમ્પ થકી લોકોમાં રક્ત ની જરૂરિયાત અંગે જાગૃતિ આવે, રક્તની ઘટ પુરી કરવા વધુમાં વધુ રક્તદાતાઓ રક્તદાન કરવા આગળ આવશે તો, વાપીમાં ઔદ્યોગિક વસાહતમાં કે માર્ગ પર થતા અકસ્માતમાં ઘાયલોને તેમજ હોસ્પિટલમાં બીમારી વખતે આવતા દર્દીઓને સમયસર રક્ત મળી શકે તે આ રક્તદાન કેમ્પનો ઉદેશ્ય છે.

આ કેમ્પ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, નિયામક ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર, વાપી ગ્રીન એનવીરો લીમીટેડના સહયોગથી દર વર્ષે આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે યોજવામાં આવે છે. આ રક્તદાન કેમ્પમાં પુરુષોએ જ નહીં પરંતુ મહિલા કર્મચારીઓએ પણ રક્તનું દાન કર્યું હતું. જેના થકી કુલ 621 યુનિટ રક્ત એકત્ર થયું હતું.

ઉલ્લેખનીય છે કે, 28માં રક્તદાન કેમ્પમાં આરતી ગ્રુપના સંચાલકો, સિનિયર કર્મચારીઓને પ્રોત્સાહન પૂરું પાડવા રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, VIA ના પ્રમુખ સતીશ પટેલ, સેક્રેટરી કલ્પેશ વોરા, નોટિફાઇડ ચેરમેન હેમંત પટેલ, યોગેશ કાબરીયા ઉપરાંત વિવિધ ઉદ્યોગોના ઉદ્યોગપતિઓ, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ રક્તદાતોઓની સેવાને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *