Thursday, December 26News That Matters

આઈસ્ક્રીમ શોખીનો માટે વાપીમાં Achyutam Fruitam રિઅલ ફ્રુટ આઈસ્ક્રીમની નવી શાખાનો થયો શુભારંભ

વાપીમાં ચલા વિસ્તારમાં દમણ રોડ પર આવેલ તિરુપતિ પ્લાઝા ખાતે Achyutam Fruitam નામની નવી આઈસ્ક્રીમ શોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રિઅલ ફ્રુટ આઈસ્ક્રીમ માટે જાણીતી Achyutam Fruitam સુરતની ફ્રેન્ચાઈજી છે. જેની એક શાખા વાપીના આઈસ્ક્રીમ શોખીન ચાંદની દેસાઈ અને ગૌરવ દેસાઈ નામના દંપતીએ શરૂ કરી છે.

રવિવારે 15મી સપ્ટેમ્બરે ફ્રુટ આઈસ્ક્રીમ અચ્યુતમ ફ્રૂટમ ની શાખાનું Lifewidbaby દિવ્યા દેસાઈ અને વાપીના અગ્રણી મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ આઈસ્ક્રીમ શોપ અંગે ચાંદની દેસાઈ અને ગૌરવ દેસાઈએ જણાવ્યું હતું કે, તેઓ અને તેમની દીકરી વિહાના દેસાઈ આઈસ્ક્રીમના શોખીન છે.

જેઓ અવારનવાર આ Achyutam Fruitamની ફ્રુટ આઈસ્ક્રીમની અલગ અલગ વેરાયટી ટેસ્ટ કરતા હતાં. સાથે જ આઈસ્ક્રીમ અંગે સારું એવું નોલેજ પણ ધરાવતા હોય, તેના જેવા વાપી-દમણના આઈસ્ક્રીમ શોખીનોને આ નવું નજરાણું ઉપલબ્ધ કરાવ્યું છે.

આ આઈસ્ક્રીમની વેરાયટી અંગે દેસાઈ દંપતીએ જણાવ્યું હતું કે, આ આઈસ્ક્રીમ અન્ય આઈસ્ક્રીમ કરતાં ખૂબ જ અલગ છે. રીયલ ફ્રુટ આઈસ્ક્રીમ વિવિધ વેરાઈટીઓમાં બને છે. જેની તમામ વેરાઈટીમાં રીયલ ફૂટના પલ્પને ઉમેરી બનાવવામાં આવે છે. વેરાઈટીની વાત કરીએ તો આ આઈસ્ક્રીમ ફ્રુટબોલ, કુલ્ફીમાં બ્લેક જાંબુ, કીવી, દાડમ, સંતરા ફ્લેવર ઉપલબ્ધ છે. સાથે જ કેન્ડીમાં માવા મલાઈ ફેવરિટ છે. આ તમામ આઈસ્ક્રીમ બજેટ ફ્રેન્ડલી હોય પ્રથમ દિવસે જ વાપીના આઈસ્ક્રીમ શોખીનોએ તેને ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો છે.

Fruit Ice-Cream Achyutam Fruitam ના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત વાપીના મહાનુભાવો એ શુભેચ્છાઓ પાઠવી હતી. આઈસ્ક્રીમ શોપના ઉદઘાટન પ્રસંગે વાપી નગરપાલિકાના ઉપપ્રમુખ, નગરપાલિકાના સભ્યો, વેપારીઓ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ, VIA ના સભ્યો, ઉદ્યોગકારો, રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામે આઈસ્ક્રીમની વિવિધ વેરાયટીના ટેસ્ટ કરી દેસાઈ દંપતીને અભિનંદન પાઠવ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *