વલસાડ વનવિભાગની નાનાપોંઢા કચેરી ના સ્ટાફ દ્વારા મહત્વની સફળતા મેળવી છે. જે અંગે નાનાપોંઢા RFO અભિજીતસિંહ રાઠોડ દ્વારા વિગતો આપવામાં હતી કે, તેમની ટીમે બાતમી આધારે એક મેક્સ કાર નો પીછો કરી તેમાં ભરેલા છોલેલા ખેરના લાકડાનો જથ્થો જપ્ત કર્યો છે.
નાનાપોંઢા RFO અભિજીતસિંહ રાઠોડ તથા ફોરેસ્ટર દિવ્યેશ પટેલ, રાકેશભાઈ ગાંવિત, સુભાષભાઈ પટેલ તથા સ્ટાફ દ્વારા બાતમીના આધારે તા.27/12/2023 ના રાત્રિ ના સમયે માંડવા કપરાડા રોડ પર છોલેલા ખેર ભરેલી મહિન્દ્રા મેક્સ ગાડી નં. DD-03-C-1350 નો પીછો કરી ઝડપી પાડવામાં આવેલ. જેમાં છોલેલા ખેરનો જથ્થો 0.328 ઘન મીટર જેની અંદાજિત કિંમત રૂ. 25,000 તથા મહિન્દ્રા મેક્સ ગાડીની અંદાજિત કિંમત રૂ. 1,60,000/- એમ કુલ રૂ. 1,85,000/- નો મુદ્દામાલ નાનાપોંઢા ડેપો ખાતે લાવી જમા કરેલ છે.