શુક્રવારે વાપીમાં આવેલ PWD કચેરીએ વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વલસાડ ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કમિટીના પ્રમુખ ફરહાન બોગા અને વાપી નગરપાલિકાના વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો, મહિલાઓ અને કાર્યકર્તાઓએ સર્કિટ હાઉસ વાપી સ્થિત PWD ની ઓફિસ નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગને ઉદ્દેશીને અપાયેલ આવેદનપત્રમાં વિવિધ રજૂઆતો કરી હતી.
કોંગ્રેસે જણાવ્યું હતું કે, વાપી માં ચાલતા ROB ના કામ માં કોન્ટ્રાકટર દ્વારા ખુબજ બેદરકારી અને ગેરરીતિ જોવા મળી રહી છે. જે અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેમજ
વાપી પશ્ચિમ માં આવેલ ઇટાલિયન બકેરી થી લઈ ઝંડા ચોક સુધી ના બધાજ દુકાનદારો, વેપારી અને રહીશોને આ પ્રોજેક્ટના કાર્યથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઈમરજન્સી વખતે આ વિસ્તારમાં ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, કોઈ પણ સંજોગોમાં પહોંચી શકે તેમ નથી. ROB ના નિર્માણકાર્યને લઈ જ્યાં પતરા મારેલ છે. ત્યાં ખુબજ ગંદગી, માટી અને ધૂળના ઢગલા થઈ રહ્યા છે. ઝંડા ચોક થી લઇ ને ચલા રોડ જીએસટી ભવન સુધી સર્વિસ રોડ ખુબજ ખસતા હાલત માં છે, જેના કારણે દિવસ દરમિયાન ખુબજ ધૂળ અને માટી ઉડે છે, જે વાપીની જનતાના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. જેથી આ તમામ રજૂઆતો સંદર્ભે કાર્યવાહી કરવામાં આવે.
એ ઉપરાંત કોંગ્રેસના સભ્યોએ રજુઆત કરી હતી કે, ઝંડા ચોકને પતરાથી ઢાંકી દેવામાં આવ્યો છે. જેને તાત્કાલિક રૂપે દૂર કરી સાફ સફાઈ કરી આપવામાં આવે. જ્યાં પતરા મારેલ છે ત્યાં emergency સેવાઓ માટે જગ્યા છોડવામાં આવે. દુકાનોની સામે જે ROB ના કોન્ટ્રાક્ટર દ્વારા જે પતરા મારેલ છે, એના કારણે કામ ધંધો ચોપટ થઈ ગયો છે. ઝંડા ચોક એક પવિત્ર જગ્યા છે જેની આજુ બાજુ થી પતરા હટાવવામાં આવે. કારણ કે પતરાની આડ માં ત્યાં મજૂરો શૌચક્રિયા કરે છે. ખુલ્લામાં મજૂરો નહાતા હોય છે. જે દ્રશ્યો આજુ બાજુ રહેતા પરિવારોની માતાઓ બહેનો માટે અશોભનીય છે.
આ તમામ રજુઆત સાથેના આવેદનપત્ર બાદ PWD ના અધિકારીએ તેઓની તમામ રજુઆત ધ્યાને લઇ ઘટતું કરવા આશ્વાસન આપ્યું હતું.
Wonderful web site Lots of useful info here Im sending it to a few friends ans additionally sharing in delicious And obviously thanks to your effort
Тепловизоры – это не только удобство, но и безопасность на
охоте и в тактических операциях.
Feel free to visit my webpage … тепловизоры цена (https://ykentech.com/bbs/board.php?bo_table=free&wr_id=1793173)
Военные тепловизоры оснащены дополнительными защитными функциями.
Also visit my web site :: купить тепловизоры для военных