
વાપીમાં 28મી સપ્ટેમ્બરે એક જ દિવસે કોમી એખલાસ સાથે ઝુલુસ અને ગણેશ વિસર્જન યાત્રા નીકળશે. શાંતિ સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય
ગણેશ મહોત્સવનું વિસર્જન અને ઈદ એ મિલાદ પર્વ એક જ દિવસ એવા 28મી સપ્ટેમ્બરે આવતા હોય કોમી એખલાસ જળવાય રહે તે માટે બન્ને સમાજના આગેવાનો સાથે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા, DYSP બી. એન. દવે દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાપીના VIA હોલ ખાતે આયોજિત આ શાંતિ સમિતિની બેઠકમાં વલસાડ જિલ્લા પોલીસ વડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે વાપીમાં બંને ધર્મના અગ્રણીઓની ઈચ્છા છે કે બંને તહેવાર એક જ દિવસે ઉજવવામાં આવે એટલે વાપીમાં સવારથી બપોરના 12:00 વાગ્યા સુધીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા 15 જેટલા ઝુલુસ કાઢવામાં આવશે. બપોર પછી હિન્દુ સમાજ દ્વારા સ્થાપિત ગણપતિની 100 જેટલી પ્રતિમાના વિસર્જન માટે વિસર્જન યાત્રા કાઢવામાં આવશે. આ યાત્રાઓમાં બંને ધર્મના લોકો ઝુલુસનું અને વિસર્જન યાત્રાનું સ્વાગત કરી કોમી એખલાસ સાથે તહેવારોની ઉજવણી કરશે. તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે, આ દિ...