“World Water Day” નલ સે જલ યોજના વાપી તાલુકાના ગામોમાં અધ્ધરતાલ, સરકારના પોકળ દાવા
22મી માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ગુજરાત સરકારે તાજેતરના બજેટમા દાવો કર્યો છે કે નલ સે જલ યોજનામાં 93 ટકાથી વધુ ઘરોમાં નળ જોડાણ કરીને સિદ્ધિ મેળવી છે. પરંતુ, ખુદ નાણાપ્રધાન કનું દેસાઈના વિધાનસભા વિસ્તાર સહિત વલસાડ જિલ્લામાં આજે પણ આ યોજના અધ્ધરતાલ છે. એમાં પણ નાણાપ્રધાન જે શહેર માં રહે છે તે વાપી શહેર તાલુકાના જ ગામોમાં આ યોજના હેઠળ હર ઘર નલ ના દાવા ની હવા નીકળી ગઈ છે.
વલસાડ જિલ્લામાં વલસાડ, પારડી, વાપી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકા છે. તમામ વિધાનસભા ક્ષેત્ર પર ભાજપનો કબજો છે. પરંતુ આ વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ શુદ્ધ પીવાનું પાણી નળ વાટે ઉપલબ્ધ નથી. જિલ્લામાં આમ તો ચોમાસા દરમ્યાન સરેરાશ 140 ઇંચ જેટલો વરસાદ વરસે છે. લોકો જમીનમાં બોર કરી તે પાણી પીવા માટે તેમજ અન્ય ઉપયોગ માટે વાપરે છે.
નાણાપ્રધાન કનું દેસાઈની વાત કરીએ તો કનું દેસા...