
ધરમપુર લાઈબ્રેરીમાં મહિલા વાચકો દ્રારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા કર્મચારીનું સન્માન કરાયું
ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરી રાજવી સમય સને 1886 થી ચાલે છે. જેમાં દરરોજ ધરમપુર નગર, ધરમપુર તાલુકા તથા આજુબાજુના 5 તાલુકાના 120 થી વધુ યુવક, યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા આવે છે. આ યુવા વાચકો દ્રારા લાઈબ્રેરીમાં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
લાઈબ્રેરીની સફળતા માટે લાઈબ્રેરીની સ્વચ્છતા રાખવા તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓના સમયમાં તો જાહેર રજાના દિવસોમાં પણ વાચકો માટે લાઈબ્રેરી ખુલ્લી રાખવા માટે લાઈબ્રેરીની મહિલા કર્મચારી ગં. સ્વં. મંજુબેન પટેલ નું યુવક, યુવતીઓ દ્રારા શાલ ઓઢાડી ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં લાઈબ્રેરીના સૌથી જુના વાચક, ચર્ચા પત્રી, સિનિયર સિટીઝન શ્રી રાયસીંગભાઈ વળવી મંજુબેન પટેલનું સન્માન કરી અને મંજુબેન ની કામગીરી બિરદાવી હતી અને અન્ય સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરવા...