વાપીમાં ગુજરાત ગૌરવ યાત્રાના આગમન સાથે વિધાનસભા ચૂંટણી 2022નો ચૂંટણી પ્રચાર, નાણાપ્રધાન કનું દેસાઈએ આપી વિગતો
13મી ઓક્ટોબરે ઉનાઈથી ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં પ્રસ્થાન થનારી ગુજરાત ગૌરવ યાત્રા અને બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું વાપીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમજ વાપીમાં કેન્દ્રના અને કેબિનેટના પ્રધાનો જંગી જાહેર સભાને સંબોધન કરશે તેવી વિગતો રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ આપી હતી.
ગુજરાતની વિધાનસભા ચૂંટણી 2022 ના ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપે ફરી એકવાર નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાત ગૌરવ યાત્રાને ગુજરાતના તમામ વિધાનસભા બેઠકો પર ફરતી કરી છે. ગુજરાતના મતદારો ભાજપ સરકારે કરેલા ગુજરાતના વિકાસને જાણે અને ફરી એકવાર આવનારી ચૂંટણીમાં ભાજપને જંગી બહુમત અપાવે તેવા ઉદ્દેશ્યથી ગુજરાતમાં ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરી છે.
ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત બુધવારે ઉનાઈ ખાતેથી કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ...