Friday, January 31News That Matters

Tag: Will Vapi Municipal Corporation and GIDC officials who have rejected Dungra Industries Association’s proposal to remove road encroachments wake up after Finance Minister’s jab

માર્ગ પરના અતિક્રમણ દૂર કરવાની ડુંગરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની રજૂઆતને ટલ્લે ચડાવી દેનારા વાપી પાલિકા અને GIDCના સત્તાધીશો નાણાપ્રધાનની ટકોર બાદ જાગશે?

માર્ગ પરના અતિક્રમણ દૂર કરવાની ડુંગરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની રજૂઆતને ટલ્લે ચડાવી દેનારા વાપી પાલિકા અને GIDCના સત્તાધીશો નાણાપ્રધાનની ટકોર બાદ જાગશે?

Gujarat, National
વાપી નગરપાલિકા હસ્તકના ડુંગરા-પીરમોરા વિસ્તારમાં 8મી એપ્રિલે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઘાંચીયા તળાવના વિકાસનું ખાતમુહરત કરવામાં આવ્યું હતું. 4.40 કરોડના આ મહત્વના પ્રોજેકટ દરમ્યાન નગરપાલિકાના સત્તાધીશોએ અને નાણાપ્રધાને લોકોએ કરેલા દબાણો હટાવી લેવાની નહિ તો પ્રશાસન હટાવશે તેવી તાકીદ કરી હતી. જો કે, વાપી પાલિકાના સત્તાધીશોએ નાણાપ્રધાનની હાજરીમાં ભલે જે પણ ગુલબાંગો મારી હોય પણ હકીકતે શહેરના વિકાસમાં નડતર બનેલા દબાણો સામે વામણા પુરવાર થયા છે. આ અંગે નો તાજો દાખલો ડુંગરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કરેલી રજુઆત પરથી જ મળી રહ્યો છે. ડુંગરા વિસ્તાર રહેણાંક વિસ્તાર સાથે ઔદ્યોગિક વિકાસ માં પણ ખૂબ જ ફુલ્યો ફાલ્યો છે. અહીં ના એકમોમાં અવરજવર કરતા વાહનચાલકો માટે મુખ્ય માર્ગ પરના દબાણો ટ્રાફિક સહિત અનેક સમસ્યા ઉભી કરી રહ્યા છે. જેના નિરાકરણ માટે ગત 20 ફેબ્રુઆરી 2023 ડુંગરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએ...