
ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના વિકાસની વાતો કરતું વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ઘોર ખોદી ને રહેશે?
વલસાડ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અતિ મહત્વનો ઉદ્યોગ છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટરોનો વિકાસ થાય, ટ્રાન્સપોર્ટ ને માટે ઉત્તમ સુવિધાઓ મળે તેવા ઉદેશથી વલસાડ જિલ્લામાં 1984માં વાપી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની સ્થાપના થઇ. ઉદેશ્ય હતો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વિકસિત કરવાનો પરંતુ ખાટલે મોટી ખોડ એ કે ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં માત્ર એવા જ પ્રમુખ-ઉપપ્રમુખ અને સભ્યો નિમાયા જેઓએ માત્ર પોતાનો જ વિકાસ કર્યો છે.
1968માં વાપી GIDC નો પાયો નંખાયા બાદ વર્ષ 1984માં વાપીમાં શરૂ થયેલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ની સ્થાપનાનને 39 વર્ષ થઈ ચૂક્યા છે. આ 39 વર્ષમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન વાપીના ટ્રાન્સપોર્ટરો માટે એક ટ્રાન્સપોર્ટ નગર અપાવી શક્યું નથી. એટલું જ નહીં પરંતુ ટ્રાન્સપોર્ટરો માટે સારી પાર્કિંગની અને બેઝિક સુવિધાઓ ધરાવતું પાર્કિંગ પણ ઉભું કરવી શક્યું નથી. માત્ર ચૂંટણી વ...