તોડબાજ પત્રકાર ત્રિપુટીને મહત્વના હોદ્દા આપનાર ટ્રસ્ટે FIR પહેલા જ કેમ તેઓને બરખાસ્ત કરી દીધા? પોલીસે આ થિયરી પર પણ તપાસ કરવી જોઈએ
એક સ્પા સંચાલક પાસે 5 લાખની ખંડણીની માંગણી કરનાર વાપી, દમણ, સેલવાસના 3 પત્રકારો વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. FIR થતાની સાથે જ આ તોડબાજ ત્રિપુટી હાલ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. જ્યારે, આ તોડબાજ ત્રિપુટી નો ભોગ બનનાર અન્ય લોકો પણ પોલીસ પાસે આવી ફરિયાદ કે વિગતો આપે તેવી અપીલ પોલીસે કરી છે.
આ તોડબાજ ત્રિપુટીએ જિલ્લાના તમામ પત્રકારો સામે પણ પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. ત્યારે, આ ત્રિપુટીને એક ટ્રસ્ટમાં મહત્વના હોદ્દા આપનાર ટ્રસ્ટ સામે પણ શંકા ની સોય ઉભી થઇ છે. સુત્રોનું માનીએ તો, થોડા દિવસ પહેલા વાપીમાં મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપી ની નોંધણી કરાવવામાં આવી હતી.
Media Charitable Trust Vapi ના નામે આ ટ્રસ્ટ રજીસ્ટર થયું છે. જેનો રજીસ્ટર નંબર F/1887/VALSAD/GUJARAT/1842/VALSAD છે. આ ટ્રસ્ટમાં જયરૂપદાસ વૈષ્ણવની પ્રેસિડેન્ટ્સ તરીકે જ્યારે સેક્રેટરી તરીકે સોનિયા ચૌહાણ, ટ્રેઝરર તરીક...