ધાર્મિક વિવાદોવાળી ધરમપુર બેઠક પર કોંગ્રેસને ઝાકારો આપ્યા બાદ ભાજપથી અસંતુષ્ટ આમ મતદારો માટે કોણ ખાસ આપ કે અપક્ષ?
ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠક પૈકીની વલસાડ જિલ્લાની 178- ધરમપુર (અ.જ.જા.) બેઠક ગત કેટલાક વર્ષોથી સતત ધાર્મિક વિવાદને કારણે ગુજરાતના સમાચાર માધ્યમોમાં ન્યૂઝ આઈટમ બનતી રહી છે. સ્થાનિક આદિવાસીઓએ તેમના દેવ તુલ્ય જળ, જંગલ, જમીનને લઈને અનેકવાર આંદોલનો કર્યા છે. સ્થાનિક સમાજની લાગણી દુભાઈ તેવા બયાનો પર અનેકવાર લોકો રસ્તા પર આવ્યા છે. પોલીસ સ્ટેશનનો ઘેરાવ હોય કે કચેરીઓમાં આવેદનપત્ર આપવાના આવા અનેક બનાવો ધરમપુર માં પાછલા 5 વર્ષમાં બન્યા છે. જેમાં ભાજપના નેતાએ કે કોંગ્રેસના નેતાએ માત્ર પોતાના જ રોટલા શેકયા હોવાનો ગણગણાટ રહેતો હતો. તો, વિવિધ સામાજિક મુદ્દે હાલના અપક્ષ ઉમેદવારે આંદોલનોમાં સક્રિય ભાગ ભજવી પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે
આ વિધાનસભા બેઠક પર 2022ની ચૂંટણીને લઈ 9 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 3 અપક્ષ ઉમેદવારો છે. જ્યારે 6 ઉમેદવારો અલગ અલગ પક્ષ ના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યા છે...