વાપી-સરીગામમાં પેપરમિલ ઇન્ડસ્ટ્રીઝને આગવું સ્થાન અપાવનાર સ્વ. એન. આર. અગ્રવાલની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 551 યુનિટ રક્ત એકત્ર કરાયું
વલસાડ જિલ્લામાં સરીગામ GIDC અને વાપી GIDC માં કાર્યરત એન. આર. અગ્રવાલ ગ્રુપ ઓફ કંપનીઝ અને ગાયત્રી શક્તિ ગ્રુપ ઓફ કંપની દ્વારા સ્વ. એન. આર. અગ્રવાલજીની પુણ્યતિથિ નિમિતે સરીગામના SIA હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 551 રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું હતું.
છેલ્લા 10 વર્ષથી સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે SIA ના સહયોગમાં સ્વ. એન. આર. અગ્રવાલની પુણ્યતિથિએ આ મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે તેમાં ઉત્સાહભેર રક્તદાતાઓ રક્તનું દાન કરે છે. પુરુષ રક્તદાતાઓ સાથે મહિલા રક્તદાતાઓએ પણ ઉત્સાહભેર રક્તનું દાન કર્યું હતું. આ પ્રસંગે સોશ્યલ વેલફર કમિટી ના બી. કે. દાયમાં એ જણાવ્યું હતું કે, રક્ત એ કોઈ ફેકટરીમાં ઉત્પન્ન થતું નથી. તે માનવના શરીરમાં બનતું હોય તેને એક માનવે જ બીજા માનવના જીવનને બચાવવા આપવું પડે છે.
આજના રક્તદાન શિબિરમાં ઉદ્યોગોના કર્મચા...