વાપી પાલિકામાં ચીફ ઓફિસરના દર્શનથી કોને ફાયદો? રજીસ્ટ્રીમાં કોણ ફાઇલ ડાઉનલોડ કરી રહ્યું છે? આખા બોલા ઉપપ્રમુખનું સૂચક મૌન?
વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર ચુંટાયેલા સભ્યોની અવગણના કરતા હોવા છતાં પ્રમુખ, કારોબારી ચેરમેન તેમના દર્શન માટે કેમ તલપાપડ છે? શા માટે ચીફ ઓફિસર પણ તેના દર્શનના લાભાર્થી રહેતા માનીતા કોન્ટ્રાક્ટરો પાસે જ ટેન્ડર ભરાવી રહ્યા છે? શા માટે ઉપપ્રમુખ સહિતના સભ્યોનું પાલિકામાં કઈ જ ઉપજવા દેતા નથી...?
તો એવા ક્યાં કારણસર આખા બોલા અને ઇમાનદારીનો ઢંઢેરો પીટતા ને વળી પોતાને ગર્ભશ્રીમંત ગણાવતા ઉપપ્રમુખ પણ સમગ્ર મામલે મૌન સેવી બેઠા છે? આવી અનેક અટકળોએ વાપી શહેરમાં જોર પકડ્યું છે. તો બીજી તરફ આ ચર્ચાઓની વચ્ચે પાલિકાના વિવિધ વિકાસના કામોના ટેન્ડરની માહિતી રજીસ્ટ્રીમાથી ડાઉનલોડ કરવાની હિલચાલ શહેરના અન્ય જાગૃત નાગરિકે શરૂ કરી હોવાનો ગણગણાટ સંભળાય રહ્યો છે.
સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ પાલિકાના સત્તાધીશો કોઈ એક ચોક્કસ વ્યક્તિને ફાયદો કરાવતા હોય પદાધિકારીઓની સતત અવગણના થઈ રહી છે. વાપીમાં વિકાસના કામો...