સોળસુંબા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ, વર્તમાન સરપંચ અને તલાટી સામે ફરિયાદ બાદ રોકાણકારોના પૈસા નું શું થશે….?
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામની વિવાદિત પંચાયતનું ભૂત ફરી ધુણ્યું છે. આ વખતે પણ પૂર્વ સરપંચનું નામ પ્રથમ છે. જો કે તેની સાથે સાથે વર્તમાન સરપંચ અને તલાટી સામે પણ 3.50 કરોડના કૌભાંડમાં મિલીભગત સામે આવી છે. જેને લઈને ત્રણેય સામે નોંધાયેલ ફરિયાદ બાદ ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. આ પ્રકરણમાં રોકાણકારોના પૈસાનું શું થશે? તેમજ પંચાયતમાં વહીવટદાર નિમશે કે કેમ તે સવાલ ગામલોકોમાં ઉઠ્યા છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામપંચાયત હસ્તક આવેલી ગૌચરની જમીન પર પૂર્વ સરપંચ અમિત પટેલે વહીવટી મંજૂરી મેળવ્યા વિના જ ગેરકાયદેસર રીતે પંચાયતના ખોટા ઠરાવો કરીને 58 જેટલી કાચી દુકાનો બનાવી હતી. જે દુકાનોની હરાજી કરીને વેપારીઓ પાસેથી 3.50 કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. દુકાનોની હરાજીની આવેલી આવકને ગ્રામ પંચાયતના સ્વભંડોળ ના ખાતામાં જમા કરાવવાની જગ્યાએ ખાનગી બેંકમાં અલગ ખાતું ખોલા...