Friday, January 31News That Matters

Tag: Western Railway has undertaken a 622 km fencing project at a cost of 250 crores to prevent accidents on the Vande Bharat Express train route

વેસ્ટર્ન રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના રૂટ પર અકસ્માત નિવારવા 250 કરોડના ખર્ચે 622 કિલોમીટરનો ફેંસિંગ પ્રોજેકટ હાથ ધર્યો!

વેસ્ટર્ન રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના રૂટ પર અકસ્માત નિવારવા 250 કરોડના ખર્ચે 622 કિલોમીટરનો ફેંસિંગ પ્રોજેકટ હાથ ધર્યો!

Gujarat, National
દેશની સ્વદેશી સેમી હાઇસ્પીડ ટ્રેન એવી વંદે ભારત એક્સપ્રેસના મુંબઈ ગાંધીનગરના રૂટ પર અકસ્માત નિવારવા માટે રેલવે વિભાગ 250 કરોડ ના ખર્ચે 622 કિલોમીટરના ટ્રેકની બને તરફ ફેંસિંગ ઉભી કરશે. તેમજ આગામી સમયમાં લાંબા રૂટ માટે સ્લીપર કોચ સાથેની વંદે ભારત ટ્રેન પણ દોડતી થશે તેવું વાપી આવેલા વેસ્ટર્ન રેલવેના PRO એ જણાવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વાપી રેલવે સ્ટેશન A ગ્રેડનું રેલવે સ્ટેશન છે. ઔદ્યોગિક વિસ્તાર હોય આ રેલવે સ્ટેશન વાર્ષિક 100 કરોડ થી વધુ કમાણી કરાવતું વેસ્ટર્ન રેલવેનું મહત્વનું રેલવે સ્ટેશન છે. વંદે ભારત જેવી ટ્રેનનું અહીં સ્ટોપેજ છે. દેશની સ્વદેશી સેમી હાઇસ્પીડ ટ્રેન એવી વંદે ભારત એક્સપ્રેસને ગત 30મી સપ્ટેમ્બર 2022 ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી મુંબઈથી ગાંધીનગરના રૂટ પર પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન ને મેક ઇન ઇન્ડિયા ની પહેલ હેઠળ સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવી છે....