Friday, October 18News That Matters

Tag: Water level rises in Madhuban dam of Valsad district heavy rain in Kaprada

વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં પાણીનું લેવલ વધ્યું, કપરાડામાં સાંબેલાધાર વરસાદ!

વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં પાણીનું લેવલ વધ્યું, કપરાડામાં સાંબેલાધાર વરસાદ!

Gujarat, National
છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમમાં પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે. શનિવારે 12 કલાકમાં કપરાડામાં 123mm વરસાદ વરસ્યો છે. મધુબન ડેમમાં 6 દરવાજા ખોલી 21,893 ક્યુસેક પાણી છોડવાનું યથાવત રહ્યું છે. વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં તેમજ દમણ માં શનિવારે પણ મેઘસવારી કાયમ રહી હતી. જિલ્લામાં અને સંઘપ્રદેશમાં સતત વરસાદી હેલી વરસતી રહી હતી. જે અંગે જિલ્લા કન્ટ્રોલ રૂમ તરફથી મળતી વિગતો મુજબ સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ સાંબેલાધાર 123mm વરસાદ વરસ્યો છે. ધરમપુર તાલુકામાં 108 mm વરસાદ વરસ્યો છે. વાપીમાં 59mm વરસાદ વરસ્યો છે. તો, પારડી માં 45 mm, જ્યારે વલસાડમાં માત્ર 23mm અને ઉમરગામ કોરું ધાકોર રહેતા માત્ર 2mm વરસાદ નોંધાયો છે. આ તરફ સં...