
વાપીના ઉદ્યોગોનું પાણી સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં અને રસ્તા પર, નોટિફાઇડની ગટરોમાં ઢાંકણા ગાયબ, ગટર જામ, કેટલાક ઉદ્યોગકારોને જલસા કેટલાક નાહકના બદનામ…!
વાપી GIDCમાં નોટિફાઇડ દ્વારા બનાવેલ તમામ ગટરોનું પાણી ક્યાંક રસ્તા પર તો, ક્યાંક વરસાદી પાણીની ગટરોમાં ઠલવાઇ રહ્યું છે. કેમ કે નોટિફાઇડની ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીનું નિકાલ કરતી ગટરો જામ છે. અથવા તો ગટરોને ઢાંકણા જ નથી. આ સ્થિતિને લઈને વાપી GIDC ના ઉદ્યોગકારોને આ ચોમાસાની સીઝનમાં જલસા પડી ગયા છે.
વાપી GIDC માં વરસાદી પાણીના નિકાલ માટે તંત્રએ કરોડો રૂપિયા ખર્ચી ને સ્ટ્રોમ વોટર ડ્રેઇન બનાવી છે. એવી જ રીતે કરોડો રૂપિયા ખર્ચીને ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે ગટરો બનાવી છે. CETP સુધીની કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન પણ પાથરી છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, હાલમાં આ કેમિકલયુક્ત પાણીનું વહેન કરતી ગટરો ખાસ્તાહાલ બની ચુકી છે.
એક તરફ પર્યાવરણ બચાવવા ઉદ્યોગોના ઉદ્યોગોકારો પ્રશાસનને સહકાર આપી રહ્યા છે. કેમિકલયુક્ત પાણી ક્યાંય પર્યાવરણ ને નુકસાન ના કરે તેની સંપૂર્ણ તકેદારી રાખી...