પાણી વિતરણની એપ બનાવી એવોર્ડ મેળવનારી વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં ઉઠ્યો પાણીનો પોકાર
વાપી નગરપાલિકાના સુલપડ ગામમાં વોર્ડ નંબર 10 માં છેલ્લા 10 થી 15 દિવસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિકો ભારે મુશ્કેલી વેઠી રહી છે. વોર્ડ નંબર 10 ના સભ્ય મંગેશ પટેલ દ્વારા પોતાના વિસ્તારમાં સ્થાનિકોને સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવી મુશ્કેલીમાં રાહત આપી રહ્યા છે.
વાપી નગરપાલિકામાં પાણી વિતરણની અત્યાધુનિક ટેક્નિક ધરાવતી એપ બનાવી પાલિકાએ એવોર્ડ મેળવ્યા છે. આ એપને દિલ્હીમાં લાગુ કરવા સરકારે પણ વલસાડ જિલ્લાના કલેકટર અને એપ બનાવનાર પાલિકાના કર્મચારીને અભિનંદન પાઠવ્યા છે. જો કે પાણીની યોગ્ય વ્યવસ્થા માટે એપ બનાવી એવોર્ડ મેળવનારી નગરપાલિકાના જ વોર્ડમાં છેલ્લા 10 દિવસથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પડી છે. આ અંગે મળતી વિગતો મુજબ પાલિકાના વોર્ડ નંબર 10 માં છેલ્લા 15 દિવસથી પાણીનો પોકાર ઉઠ્યો છે. જેને નિવારવા સ્થાનિક નગરસેવકે સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવી લોકોને પાણીની સુવિધા આપી રહ્યા છે.
...