ઉમરગામ તાલુકાના સંજાણ નજીક ધીમસા રેલવે ફાટક પાસે બ્રિજની માંગ ને લઈને ગ્રામજનોનો વિરોધ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુમ્બ - ધીમસા, કાંકરિયા સહિત ગામના ગામલોકોએ વેસ્ટર્ન રેલવે ટ્રેક પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામલોકો ટ્રેક પર આવી જતા નવકાર ટ્રેનો અટકાવી દેવામાં આવી હતી. ગામલોકોએ માંગ કરી હતી કે અહીં રેલવે ફાટક નંબર 69 પર તેમને કાયમી અવરજવર માટે રેલવે ઓવર બ્રિજ અથવા અન્ડરપાસની સગવડ પુરી પાડવામાં આવે.
આ ફાટક પરથી દૈનિક આસપાસના 10 જેટલા ગામના લોકો અવરજવર કરે છે. જેને હાલ કાયમી બંધ કરવાનું રેલવે દ્વારા નક્કી કરાયું છે. જેને લઈને આ વિરોધ કરવામાં આવ્યો છે. ગામલોકોનું કહેવું છે કે, આ ફાટક કાયમ માટે બંધ કરી દેવામાં આવે તો બંને તરફ રહેતા લોકો ને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, આવી સ્થિતિમાં ગ્રામજનોને રેલ્વે ટ્રેક ઓળંગવા માટે અંદાજિત 5 કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડશે. ગ્રામજનોની જરૂરિયાતને ધ્યાને રાખીને રેલવે વિભાગ અહીં અંડરપાસ કે...